તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Tecno Spark Power 2 Air Price| Tecno Spark Power 2 Air Launched At Price 8499 Rupees With 7 Inch Display And 6000mAh Battery, Know Full Details

લોન્ચ:‘રિઅલમી C12’ને ટક્કર આપશે નવો ‘ટેક્નો સ્પાર્ક પાવર 2 એર’ સ્માર્ટફોન, 8499 રૂપિયામાં મળશે 7 ઈંચની ડિસ્પ્લે અને 6000mAhની બેટરી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘ટેક્નો સ્પાર્ક પાવર 2 એર’માં 2 સ્પીકર, 3GB રેમ, 32GB સ્ટોરેજ અને 4 રિઅર કેમેરા મળશે
  • ‘રિઅલમી C12’ની કિંમત 8999 રૂપિયા છે, તેમાં 6.5 ઈંચની ડિસ્પ્લે અને 6000mAhની બેટરી મળે છે

ચાઈનીઝ ટેક કંપની ટેક્નોએ સોમવારે ભારતમાં તેનો અફોર્ડેબલ સ્માર્ટફોન ‘ટેક્નો સ્પાર્ક પાવર 2 એર’ લોન્ચ કર્યો છે. તેની કિંમત 8499 રૂપિયા છે. તેને જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવેલા ‘ટેક્નો સ્પાર્ક પાવર 2’નાં લાઈટ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેની કિંમત 9 હજાર રૂપિયા કરતાં પણ ઓછી છે. આ કિંમતમાં 7 ઈંચની મોટી ડિસ્પ્લે, 6000mAhની બેટરી અને 4 રિઅર કેમેરા મળશે.

‘ટેક્નો સ્પાર્ક પાવર 2 એર’: કલર ઓપ્શન અને ઉપલબ્ધતા
ફોનનાં આઈસ જડાઈટ અને કોસ્મિક શાઈન કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેનું વેચાણ 20 સપ્ટેમબરથી ફ્લિપકાર્ટ પરથી થશે.

‘ટેક્નો સ્પાર્ક પાવર 2 એર’: ફીચર્સ અને સ્પેસિફિકેશન
બેટરી:
આ ફોનમાં 6000mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે બેટરી 4 દિવસ સુધી ચાલશે. તેમાં 560 કલાકનો સ્ટેન્ડબાય ટાઈમ, 38 કલાકનો કોલિંગ ટાઈમ, 20 કલાકનો ઈન્ટરનેટ અને વાઈફાઈ ટાઈમ, 151 કલાકનો મ્યૂઝિક પ્લેબેક ટાઈમ, 13 કલાકનો ગેમિંગ ટાઈમ અને 15 કલાકનો વીડિયો પ્લેબેક ટાઈમ મળશે.
ડિસ્પ્લે: ફોનમાં 7 ઈંચની HD+ IPS LCD ડોટ નોચ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 720x1640 પિક્સલનું છે. સારા વ્યૂઈંગ એક્સપિરિઅન્સ માટે તેમાં 90.6% સ્ક્રીન ટુ બોડી રેશિયો, 20.5:9 આસ્પેક્ટ રેશિયો અને 480 નિટ્સ બ્રાઈટનેસ મળે છે.
કેમેરા: ફોનમાં AI ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 13MPનો પ્રાઈમરી લેન્સ છે, જે 8X ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. સાથે જ કેમેરા સેટઅપમાં 2MP બોકેહ અને મેક્રો લેન્સ અને એક AI લેન્સ મળે છે. ફોનનો કેમેરા ઓટો સીન ડિટેક્શન મોડ, બોકેહ મોડ, AI HDR મોડ્સ, AI સ્ટિકર્સ અને મેક્રો ફોટોગ્રાફી જેવાં ફીચર સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
ડ્યુઅલ સ્પીકર વિથ સ્ટિરિયો સાઉન્ડ: ફોનમાં સારા મ્યૂઝિક એક્સપિરિઅન્સ માટે ડ્યુઅલ સ્પીકર મળે છે, જે સ્ટિરિયો સાઉન્ડ સાથે આવે છે.
સિક્યોરિટી: તેમાં ફેસઅનલોક 2.0 સાથે સ્માર્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. ફેસઅનલોકમાં ક્લોઝ્ડ આઈ પ્રોટેક્શન મળે છે, જ્યારે સ્માર્ટ ફિંગર પ્રિન્ટ સેન્સરથી કોલ રિસીવ, કોલ રેકોર્ડ અને ફોટો લઈ શકાશે.
ફાસ્ટ પ્રોસેસર: ફોન HIOS 6.1 એન્ડ્રોઈડ 10 પર બેઝ્ડ છે અને ક્વૉડકોર A22 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 3GB રેમ અને 32GB સ્ટોરેજ મળે છે, SD કાર્ડથી તેને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

માર્કેટમાં કોને ટક્કર મળશે
ભારતીય માર્કેટમાં આ ફોનનો ક્લોઝ કમ્પિટિટર રિઅલમી C12 છે. તેની કિંમત 8999 રૂપિયા છે.

ટેક્નો સ્પાર્ક પાવર 2 એરરિઅલમી C12
ડિસ્પ્લે સાઈઝ7 ઈંચ6.5 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+ IPS LCDHD+ LCD
OSHIOS 6.1 બેઝ્ડ એન્ડ્રોઈડ 10રિઅલમી UI બેઝ્ડ એન્ડ્રોઈડ 10
પ્રોસેસરક્વૉડ કોર A22 પ્રોસેસરઓક્ટા કોર હીલિયો G35
રેમ/સ્ટોરેજ3GB+32GB3GB+32GB
એક્સપાન્ડેબલ256GB256GB
રિઅર કેમેરા13MP+2MP+2MP+AI લેન્સ13MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા8MP5MP

બેટરી

6000mAh6000mAh વિથ રિવર્સ ચાર્જિંગ
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો