તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Tecno Spark Go 2021 With Android 10 (Go Edition), MediaTek Helio A20 SoC Launched In India: Price, Specifications

લૉ બજેટ સ્માર્ટફોન:ટેક્નોએ ભારતમાં 'સ્પાર્ક ગો 2021' સ્માર્ટફોન લોન્ચ કર્યો, 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 5,000mAhની બેટરી મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફોનનું 2GB+32GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 7299 રૂપિયા છે
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે

ટેક્નોએ ભારતમાં 'સ્પાર્ક ગો 2021' લૉ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ કંપનીનો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે. ફોનનું સિંગલ રેમ અને સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તે એન્ડ્રોઈડ 10 (ગો એડિશન) પર રન કરે છે. કંપનીએ પ્રથમ વખત આ મોડેલને 2019માં લોન્ચ કર્યું હતું. તે ડ્યુઅલ રિઅર કેમેરા અને નોચ સેલ્ફી કેમેરાથી સજ્જ છે.

ટેક્નો સ્પાર્ક ગો 2021ની કિંમત
આ ફોનનું 2GB+32GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 7299 રૂપિયા છે. ફોન ગેલેક્સી બ્લૂ, હોરિઝોન ઓરેન્જ અને મૉલદીવ્સ બ્લૂ કલરમાં અવેલેબલ છે. તેનો સેલ એમેઝોન ઈન્ડિયા પર 7 જુલાઈએ બપોરે 12 વાગ્યે શરૂ થશે. કંપની લોન્ચિંગ ઓફર હેઠળ 6699 રૂપિયામાં ફોન આપી રહી છે.

ટેક્નો સ્પાર્ક ગો 2021નાં બેઝિક સ્પેસિફિકેશન

  • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 10 (ગો એડિશન) પર રન કરે છે. તેમાં 6.52 ઈંચની HD+ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 720x1,600 પિક્સલ છે. ફોનમાં ક્વૉડ કોર મીડિયાટેક હીલિયો A20 પ્રોસેસર સાથે 2GBની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.
  • ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 13MPનો પ્રાઈમરી કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, બ્લુટૂથ v4.2, GPS સહિતના ઓપ્શન મળે છે. ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર સહિતના સેન્સર છે. સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સ્કેનર છે. ફોનમાં 5,000mAhની બેટરી છે. તે કેટલા વૉટનું ચાર્જિંગ સપોર્ટ કરે છે તેના વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી. તેનું ડાયમેન્શન 165.6x76.3x9.1mm છે.
અન્ય સમાચારો પણ છે...