• Gujarati News
  • Utility
  • Gadgets
  • Tecno Spark 6 Go Review| Tecno Spark 6 Go Is Equipped With A Large Battery And Display At Price 8499 Rupees, Close Rival Of Realme Narzo 20A At Same Price Point

ફર્સ્ટ ઓપિનિયન:8499 રૂપિયાના ટેક્નો સ્પાર્ક 6 ગોમાં મળે છે મોટી બેટરી અને ડિસ્પ્લે, આ જ કિંમતના રિયલમી નાર્ઝો 20Aથી ટક્કર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લિમિટેડ પીરિયડ ઓફર પૂરી થયા બાદ સ્પાર્ક 6 ગોની કિંમત 8699 રૂપિયા થઈ જશે
  • ફોનમાં 64GB સ્ટોરેજ છે, માઈક્રો SD કાર્ડથી સ્ટોરેજને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે

અફોર્ડેબલ સ્માર્ટફોન મેકર ટેક્નોએ તાજેતરમાં જ પોતાનો લૉ બજેટ સ્માર્ટફોન ટેક્નો સ્પાર્ક 6 ગો લોન્ચ કર્યો છે. ફોનની કિંમત 9 હજાર રૂપિયા કરતાં પણ ઓછી છે. તેને ઓછું બજેટ ધરાવતા ગ્રાહકો માટે તૈયાર કરાયો છે.

સસ્તાં ફોનમાં પણ ઘણા સારા સ્પેસિફિકેશન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ડિસ્પ્લે, બેટરી અને મેમરી. ફોનમાં 6.52 ઈંચની મોટી HD+ ડિસ્પ્લે અને 5000mAhની બેટરી છે. તો ચાલો ફર્સ્ટ ઓપિનિયનથી જાણીએ ટેક્નોના આ ફોનમાં શું નવું છે, કયા ફીચર્સ ફોનને ખાસ બનાવશે અને માર્કેટમાં કોનાથી ટક્કર થશે.

ટેક્નો સ્પાર્ક 6 ગો: કિંમત કેટલી છે?

  • કંપનીએ તેનું સિંગલ 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.
  • ફોન લિમિટેડ પીરિયડ ઓફર માટે 8499 રૂપિયામાં અવેલેબલ છે ત્યાર બાદ તેની કિંમત 8699 રૂપિયા થઈ જશે.
  • ફ્લિપકાર્ટ ફોન પર 7950 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. એક્સચેન્જ બોનસની રકમ જૂના ફોનની કન્ડિશન અને મોડેલ પર આધાર રાખશે.
  • 7 જાન્યુઆરીથી તેની ખરીદી દેશભરના ટેક્નો રિટેલ સ્ટોર પરથી કરી શકાશે.
  • ફોન આઈસ ઝેડાઈટ, મિસ્ટ્રી વ્હાઈટસ અને વ્હાઈટ એક્વા બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. કંપની તેની સાથે વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ વૉરન્ટી પણ આપી રહી છે.

ટેક્નો સ્પાર્ક 6 ગો: ફોનના કયા બેસ્ટ પાર્ટ છે

  • મોટી મેમરી: ફોનમાં 4GBની રેમ અને 64GB સ્ટોરેજ મળે છે. માઈક્રો SD કાર્ડની મદદથી 512G સુધી મેમરી એક્સપાન્ડ કરી શકાય છે. આ કોન્ફિગ્રેશન આ પ્રાઈસ સેગમેન્ટમાં ખૂબ ઓછું જોવા મળે છે.
  • મોટી બેટરી: ફોનમાં 5000mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે તે પાવર સેવિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જેનાથી સિંગલ ચાર્જમાં લાંબી બેટરી લાઈફ મળે છે. જોકે ફોનમાં માઈક્રો USB પોર્ટ થોડો નિરાશાજનક છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ફુલ ચાર્જિંગમાં 36 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ/ 24 કલાકનો કોલિંગ ટાઈમ/ 15.6 કલાકનો ગેમિંગ ટાઈમ/ 125 કલાકનો મ્યુઝિક પ્લેબેક ટાઈમ/ 19.8 કલાકનો વેબ બ્રાઉઝિંગ ટાઈમ અને 25 કલાકનો વીડિયો પ્લેબેક ટાઈમ મળે છે.
  • મોટી ડિસ્પ્લે: ફોનમાં 6.52 ઈંચની HD+ ડિસ્પ્લે છે, જે 1600x720 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. ડિસ્પ્લેમાં 89.7% સ્ક્રીન ટુ બોડી રેશિયો અને 480 નિટ્સ બ્રાઈટનેસ મળે છે. ડિસ્પ્લેમાં વૉટર ડ્રોપ નોચ મળે છે.
  • સિક્યોરિટી: ફોનમાં સ્માર્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક 2.0 ફીચર છે. સ્માર્ટ ફિંગરપ્રિન્ટ સેન્સરથી ન માત્ર 0.31 સેકન્ડમાં ફોન અનલોક કરી દે છે બલકે કોલ રેકોર્ડ, ફોટો કેપ્ચર, અલાર્મ ડિસમિસ જેવા કામ પણ કરી શકાય છે. ફેસ અનલોક ફીચરમાં આઈ ક્લોઝ ડિટેક્શન ફીચર પણ છે. જે યુઝરની આંખ બંધ હોય તો ફોન અનલોક કરતું નથી. તે સિક્યોરિટી માટે ખાસ ફીચર છે.

ટેક્નો સ્પાર્ક 6 ગો: માર્કેટમાં કોની સાથે ટક્કર થશે?
કિંમત પ્રમાણે જોઈએ તો, ટેક્નો સ્પાર્ક 6 ગો માર્કેટમાં હાજર ઘણી બધી બ્રાન્ડના ફોનને ટક્કર આપે છે. ફોનનો ક્લોઝ કોમ્પિટિટર રિયલમી નાર્ઝો 20A છે. 8499 રૂપિયામાં નાર્ઝો 20Aનું 3GB+32GB વેરિઅન્ટ મળશે જ્યારે 4GB+64GB માટે હજાર રૂપિયા વધારે ખર્ચવા પડશે. એટલે કે રેમ-સ્ટોરેજના કેસમાં સ્પાર્ક 6 ગો આગળ છે. ટેબલ કમ્પેરિઝનથી સમજીએ બંને વચ્ચેનું અંતર.....

ટેક્નો સ્પાર્ક 6 ગોરિયલમી નાર્ઝો 20A
ડિસ્પ્લે સાઈઝ6.52 ઈંચ6.50 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+ TFTHD+ LCD
OSએન્ડ્રોઈડ 10એન્ડ્રોઈડ 10
પ્રોસેસરમીડિયાટેક હીલિયો A25ક્વાલકોમ સ્નેપડ્રેગન 665
રેમ+સ્ટોરેજ4GB+64GB3GB+32GB/4GB+64GB
એક્સપાન્ડેબલ512GB256GB
રિઅર કેમેરા13MP+AI લેન્સ12MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા8MP8MP

બેટરી

5000mAh5000mAh વિથ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ
  • ડિસ્પ્લેની વાત કરીએ તો બંને ફોનમાં લગભગ એકસરખી ડિસ્પ્લે છે અને સામાન્ય અંતર છે. સ્પાર્ક 6 ગો HD પ્લસ TFT જ્યારે રિયલમી નાર્ઝો 20Aમાં HD+ LCD ડિસ્પ્લે મળે છે.
  • પ્રોસેસર મામલે ક્વોલકૉમ સ્નેપડ્રેગન 655 ધરાવતો નાર્ઝો 20 સારો છે. સ્પાર્ક 6 ગોમાં મીડિયાટેક હીલિયો A25 પ્રોસેસર છે. બંને ફોનમાં એન્ડ્રોઈડ 10 OS છે, જો કે તેમાં UI અલગ છે.
  • રેમ અને સ્ટોરેજની વાત કરીએ તો, 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે સ્પાર્ક 6 ગો સેગમેન્ટનો સૌથી વ્યાજબી ફોન છે. રિયલમી નાર્ઝો 20Aમાં 3GB રેમ અને 32GB સ્ટોરેજ મળશે એટલે કે અહિ સ્પાર્ક 6 ગો ફોન આગળ છે કારણ કે તેમાં એક્સપાન્ડેબલ મેમરીનો ઓપ્શન પણ સારો મળે છે.
  • કેમેરા મામલે 12MP+2MP+2MP ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ સાથે નાર્ઝો 20 આગળ છે, કારણ કે સ્પાર્ક 6 ગોમાં માત્ર 13MP+AI Lensનો ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી માટે બંનેમાં 8MP કેમેરા છે.
  • બેટરી જોઈએ તો બંનેમાં 5000mAh છે પરંતુ નાર્ઝો 20માં રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે એટલે કે તેને પાવરબેંકની જેમ પણ ઉપયોગ કરી શકાશે. કમ્પેરિઝન પરથી કહી શકાય કે રેમ-સ્ટોરેજ અને એક્સપાન્ડેબલ મેમરી તમારી પ્રાયોરિટી હોય તો ટેક્નો સ્પાર્ક 6 ગો બેસ્ટ છે, નહિ તો રિયલમી નાર્ઝો 20 પણ સારો ઓપ્શન છે.