તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપકમિંગ અફોર્ડેબલ સ્માર્ટફોન:4 ડિસેમ્બરે લોન્ચ થશે ટેક્નો પોવા સ્માર્ટફોન, 6.8 ઈંચની HD+ ડિસ્પ્લે અને 6000mAhની બેટરી મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફોન પહેલાંથી જ નાઈઝિરિયા અને ફિલિપિન્સ સહિતના માર્કેટમાં અવેલેબલ છે
  • ફીલિપિન્સમાં ટેક્નો પોવાની કિંમત PHP 6,999 (આશરે 10,800 રૂપિયા) છે

અફોર્ડેબલ સ્માર્ટફોન મેકર ટેક્નો ટૂંક સમયમાં ભારતાં એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સ્માર્ટફોન ટેક્નો પોવા છે. કંપનીએ સોશિયલ મીડિયા પર તેને ટીઝ કરવાનું શરૂ કર્યું છે. ટીઝર પરથી માલુમ પડે છે કે તેને 4 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોન પહેલાંથી જ નાઈઝિરિયા અને ફિલિપિન્સ સહિતના માર્કેટમાં અવેલેબલ છે. આ જ મોડેલ ભારતમાં લોન્ચ થાય તેની સંભાવના છે.

ટેકનો પોવા: ભારતમાં સંભવિત કિંમત

  • ફિલિપિન્સમાં ટેક્નો પોવાની કિંમત PHP 6,999 (આશરે 10,800 રૂપિયા)છે. કંપનીએ અત્યાર સુધી ફોનની ભારતમાં કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી. ફોનની ભારતમાં કિંમત ગ્લોબલ પ્રાઈસ લિસ્ટિંગ પ્રમાણે જ હશે તેની સંભાવના છે. ફોનનાં મેજિક બ્લૂ, સ્પીડ પર્પલ અને ડેઝલ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
  • ફોનનાં રેમ અને સ્ટોરેજ પ્રમાણે પણ અલગ અલગ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. જોકે હાલ કંપનીએ ફોનની સેલિંગ ડેટ વિશે ખુલાસો કર્યો નથી.

આગામી અઠવાડિયે લોન્ચ થશે મોટો-વિવોના સસ્તાં 5G સ્માર્ટફોન, જાણો સ્પેસિફિકેશન-ફીચર્સની ડિટેલ

ટેક્નો પોવાનાં બેઝિક સ્પેસિફિકેશન (ગ્લોબલ વેરિઅન્ટ અનુસાર)

  • ફોન 6.8 ઈંચની HD+ ડિસ્પ્લે સાથે આવશે. તેનું રિઝલ્યુશન 720×1,640 પિક્સલ હશે.
  • હાર્ડવેરની વાત કરીએ તો ફોનમાં ઓકટા કોર મીડિયા ટેક હીલિયો G80 પ્રોસેસર મળશે, જેને 4GB રેમ અને 64GB ઈન્ટર્નલ સ્ટોરેજ સાથે અટેચ કરવામાં આવ્યું છે. ગ્લોબલી તેનું એક જ વેરિઅન્ટ લોન્ચ થયું છે. ભારતમાં ફોન કયા વેરિઅન્ટ સાથે લોન્ચ થશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
  • ફોન HiOS બેઝ્ડ એન્ડ્રોઈડ 10 OS પર રન કરશે.
  • ફોનમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. ફોનમાં 6000mAhની બેટરી મળશે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈફાઈ, LTE, GPS, બ્લુટૂથ સહિતના ઓપ્શન મળશે.