Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લૉ બજેટ સ્માર્ટફોન:6.8 ઈંચ ડિસ્પ્લે અને 6000mAhની બેટરી સાથે ટેક્નો પોવા લોન્ચ, બેઝિક વેરિઅન્ટની કિંમત 10 હજાર રૂપિયા કરતા પણ ઓછી
- ફોનનાં ડેઝલ બ્લેક, મેજિક બ્લૂ અને સ્પીડ પર્પલ કલર વેરિઅન્ટ અવેલેબલ છે
- તેનાં 4GB+64GB અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં
અફોર્ડેબલ સ્માર્ટફોન મેકર ટેક્નોએ ભારતમાં તેનો લૉ બજેટ સ્માર્ટફોન ટેક્નો પોવા લોન્ચ કર્યો છે. ફોનને 9999 રૂપિયાની પ્રતિસ્પર્ધી કિંમત સાથે લોન્ચ કર્યો છે, જે આ સેગમેન્ટમાં રહેલા અન્ય સ્માર્ટફોનને ટક્કર આપશે. ટેક્નોના આ અફોર્ડેબલ સ્માર્ટફોનમાં 6000mAhની બેટરી મળશે, જે 18 વૉટ ડ્યુઅલ આઈસી ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે.
ટેક્નો પોવા: ભારતમાં કિંમત અને ઓફર
- ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા અને 6GB+128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે.
- ફોન ડેઝલ બ્લેક, મેજિક બ્લૂ અને સ્પીડ પર્પલ કલરમાં અવેલેબલ છે.
- ફોનનો પ્રથમ સેલ 11 ડિસેમ્બરથી શરૂ થશે, તેને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે
ટેક્નો પોવા: ફીચર્સ

- પ્રોસેસર: ફોન માલી G52 GPU સાથે ઓક્ટાકોર 2.0GHz પ્રોસેસર હીલિયો G80થી સજ્જ છે, જેમાં હેવી ગેમ્સ પણ સ્મૂધલી રન કરે છે. ઈન બિલ્ટ હાઈપર એન્જીન ગેમ ટેક્નોલોજી સારી ઈમેજ ક્વોલિટી, ફાસ્ટ રિસ્પોન્સ રેટ, સારી કનેક્ટિવિટી, સ્મૂધ ગેમ પ્લે પ્રદાન કરે છે.
- બેટરી: ફોનમાં 6000mAhની બેટરી છે, જે 18 વૉટ ડ્યુઅલ આઈસી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે સિંગલ ICની સરખામણીએ તે 20% ફાસ્ટ ચાર્જિંગ કરે છે. બોક્સમાં ફાસ્ટ ચાર્જર સાથે મળે છે, 10 મિનિટના ચાર્જિંગમાં 20 કલાકનું મ્યુઝિક પ્લેબેક અને 4 કલાકનો કોલિંગ ટાઈમ આપે છે.
- ડિસ્પ્લે: ફોનમાં 6.8 ઈંચની ડોટ ઈન HD+ ડિસ્પ્લે મળે છે, જે 1640x720 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. તેમાં 480 નિટ્સ બ્રાઈટનેસ અને 90.4%નો સ્ક્રીન ટુ બોડી રેશિયો મળે છે.
- રિઅર કેમેરા: ફોનમાં 16MP+2MP+2MP+ AI લેન્સનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. કેમેરામાં બોકેહ, મેક્રો, સ્લો મોશન, શોર્ટ વીડિયો, 2K રેકોર્ડિંગ, AI બોડી શેપિંગ, ગૂગલ લેન્સ અને ડોક્યુમેન્ટ સ્કેનર જેવા મોડ મળે છે.
- યુઝર ઈન્ટરફેસ: ફોન એન્ડ્રોઈડ 10 પર બેઝ્ડ HiOS 7.0 પર રન કરે છે. તેમાં ગેમ સ્પેસ, ગેમ મોડ અને ગેમ અસિસ્ટન્ટ 2.0 જેવાં ફીચર્સ મળે છે, જેમાં ડુ નોટ ડિસ્ટર્બ જેવાં ફંક્શન મળે છે.
ટેક્નો પોવા: બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 6.8 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ | HD+, ડોટ ઈન ડિસ્પ્લે વિથ 1640*720 પિક્સલ રિઝોલ્યુશન |
OS | ઓક્ટાકોર હીલિયો G80 |
પ્રોસેસર | HiOS વર્ઝન 7.0 પર બેઝ્ડ એન્ડ્રોઈડ 10 |
રેમ+સ્ટોરેજ | 4GB+64GB/6GB+128GB |
એક્સપાન્ડેબલ | 256GB |
રિઅર કેમેરા | 16MP+2MP+2MP+AI Lens |
ફ્રન્ટ કેમેરા | 8MP |
બેટરી | 6000mAh વિથ 18W ડ્યુઅલ IC ફ્લેગ ચાર્જર |