ન્યૂ લૉ બજેટ સ્માર્ટફોન:48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 6000mAhની બેટરીથી સજ્જ 'ટેક્નો સ્પાર્ક 7T' ભારતમાં લોન્ચ થયો, કિંમત ₹8999

6 મહિનો પહેલા
  • ફોનનું સિંગલ 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ થયું
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન બિલ્ટ ફેસ અનલોક અને સ્માર્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે

બજેટ સ્માર્ટફોન મેકર ટેક્નોએ ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન 'ટેક્નો સ્પાર્ક 7T' લોન્ચ કર્યો છે. આ ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા, ફિંગર પ્રિન્ટ સેન્સર અને 6000mAhની બેટરી મળે છે. 15 જૂનથી ફોનની ખરીદી ઈ કોમર્સ સાઈટ પરથી કરી શકાશે.

કિંમત અને ઉપલબ્ધતા
ફોનનું સિંગલ 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 8999 રૂપિયા છે. ફોનનાં જ્વેલ બ્લૂ, મેગ્નેટ બ્લેક અને નેબ્યુલા ઓરેન્જ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 15 જૂનથી એમેઝોન ઈન્ડિયા પર ફોનનું સેલિંગ શરૂ થશે. કંપની સેલના પ્રથમ દિવસે ફોન પર ₹1000નું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

ટેક્નો સ્પાર્ક 7T ફોનનાં સ્પેસિફિકેશન

  • આ ફોનમાં 6.42 ઈંચની HD+ ડોટ IPS ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 720x1600 પિક્સલ છે. ડિસ્પ્લેની મેક્સિમમ બ્રાઈટનેસ 400 નિટ્સ છે.
  • ફોન મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસરથી સજ્જ છે. કંપનીનું કહેવું છે કે તે બેટરી સેવ કરે છે. ફોનમાં 4GBની રેમ અને 64GBનું સ્ટોરેજ મળે છે.
  • ફોટોગ્રાફી માટે ફોનમાં 48MP (પ્રાઈમરી લેન્સ) +1.8MP (ડેપ્થ સેન્સર)+ AI લેન્સનું ત્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોન 6000mAhની બેટરીથી સજ્જ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેનો સ્ટેન્ડ બાય ટાઈમ 30 દિવસનો છે. તે 35 કલાકનું કોલિંગ, 14 કલાકનું વેબ બ્રાઉઝિંગ, 7 કલાકનું પ્લેબેક મ્યુઝિક, 15 કલાકનું ગેમિંગ અને 23 કલાકનો વીડિયો પ્લેબેક ટાઈમ આપે છે. બેટરી AI ફીચર સાથે આવે છે. બેટરી ફુલ થવા પર તે ઓટો કટ ઓફ થઈ જાય છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન બિલ્ટ ફેસ અનલોક અને સ્માર્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. ફેસ અનલોકમાં આઈ પ્રોટેક્શન મળે છે. અર્થાત આંખ બંધ હોય તો પણ આ ફીચર કામ કરે છે. ફિંગર પ્રિન્ટ સેન્સરથી 0.12 સેકન્ડમાં ફોન અનલોક થાય છે.