તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Tecno Camon 16 Review| Tecno Camon 16 Have 64MP Camera, Its Display Is Much Larger Than Redmi 9 Prime And Realme 5i

ફર્સ્ટ ઓપિનિયન:11 હજારથી ઓછી કિંમતના ટેક્નો CAMON 16 સ્માર્ટફોનમાં 64MPનો કેમેરા, આ કિંમતના રેડમી 9 પ્રાઇમ અને રિયલમી 5iથી મોટી ડિસ્પ્લે મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કંપનીએ ફોનનું 4GB+64GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું
 • કંપની આ ફોન પર 13 મહિનાની વોરન્ટી અને વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ ઓફર કરી રહી છે

ટેક્નોએ તાજેતરમાં જ ભારતમાં તેનો સસ્તો સ્માર્ટફોન CAMON લોન્ચ કર્યો છે. તેની કિંમત જોઈને કહી શકાય કે કંપની એવા લોકોને ટાર્ગેટ કરવા માગે છે જે ઓછાં બજેટમાં મોટી ડિસ્પ્લે અને મોટી બેટરીવાળો સ્માર્ટફોન ખરીદવા માગે છે. કંપનીએ તેનું સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટ અને 2 કલર વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે.

ફોન તેની ડિસ્પ્લે માટે ચર્ચાનો વિષય બન્યો છે. તેમાં ઘણી મોટી ડિસ્પ્લે મળે છે, જે આ કિંમતના અમુક જ ફોનમાં જોવા મળે છે. આ સિવાય ફોનમાં 4 રિઅર કેમેરા છે, જેને યુનિક ડિઝાઈન સેટઅપમાં અટેચ કરવામાં આવ્યાં છે, તો ચાલો ફર્સ્ટ ઓપિનિયનથી જાણીએ ટેક્નોના આ ફોનમાં શું નવું છે, કયા ફીચર ફોનને ખાસ બનાવે છે અને માર્કેટમાં તેનો ક્લોઝ કોમ્પિટિટર કોણ છે?

ટેક્નો CAMON 16: કેટલી કિંમત છે?

 • કંપનીએ ફોનનું માત્ર 4GB+64GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.
 • તેની કિંમત 10,999 રૂપિયા છે અને આ ક્લાઉડ વ્હાઈટ અને પ્યૂરિસ્ટ બ્લૂ કલરમાં ઉપલબ્ધ હશે.
 • ફ્લિપકાર્ટ ફોન પર 10,200 રૂપિયા એક્સચેન્જ બોનસ આપી રહી છે. એક્સચેન્જ બોનસની રકમ ફોનનાં મોડેલ અને કન્ડિશન પર નિર્ભર કરશે.
 • ફ્લિપકાર્ટ પર કોટક (ક્રેડિટ/ડેબિટ) અને HSBC (ક્રેડિટ કાર્ડ) બેંક કાર્ડથી ફોન ખરીદવા પર 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
 • કંપનીની તરફથી ફોન પર 13 મહિની વોરન્ટી અને વન ટાઈમ સ્ક્રીન રિપ્લેમેન્ટ અને ઓફર આપી રહી છે.

ટેક્નો CAMON 16: ફોનના બેસ્ટ પાર્ટ કયા છે?
પ્રથમ: 6.8 ઈંચની ડિસ્પ્લે

મૂવી જોવા માટે અથવા ગેમિંગ લવર્સ માટે ફોન બેસ્ટ ચોઈસ સાબિત થાય છે. ફોનમાં 6.8 ઈંચની HD+ TFT ડિસ્પ્લે મળે છે.
તેમાં ફ્રન્ટ કેમેરા પંચ હોલ કટઆઉટમાં ફિટ છે, જે ડિસ્પ્લેના ટોપ લેફ્ટ સાઈડ અટેચ છે. તેથી ફોનમાં ફુલ વ્યૂ ડિસ્પ્લે મળશે.
ડિસ્પ્લેમાં 720x1640 પિક્સલ રિઝોલ્યુશનનો સપોર્ટ મળે છે. તેમાં 20.5:9 ડિસ્પ્લે રેશિયો અને 480 નિટ્સ સ્ક્રીન બ્રાઈટનેસ મળે છે.
ફોનનું ડાયમેન્શન 77.2x170.9x9.2mm છે. તેનું વજન માત્ર 207 ગ્રામ છે.
ફોન સાઈઝમાં મોટો હોવા છતાં સારી ગ્રિપ આપે છે. એક હાથથી ઉપયોગ કરવા માટે વન હેન્ડ મોડ પણ છે.

બીજો: ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી બેટરી

 • ફોનમાં 5000mAhની બેટરી છે. તેમાં 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. જોકે 18 વૉટનું ચાર્જર તમારે અલગથી ખરીદવાનું રહેશે. કારણ કે બોક્સમાં માત્ર 10 વૉટનું ચાર્જર મળે છે.
 • કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જ કરવા પર તેમાં 29 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ મળે છે. ફુલ ચાર્જ કરી 34 કલાક કોલિંગ અથવા 16 કલાક વેબ બ્રાઉઝિંગ અથવા 22 કલાક વીડિયો પ્લેબેક અથવા 15 કલાક ગેમિંગ અથવા 180 કલાક સોન્ગ સાંભળી શકાય છે. ફાસ્ટ ચાર્જરથી બેટરી 2 કલાકમાં ફુલ થઈ જાય છે.

ત્રીજો: 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ

 • ફોનમાં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 64MPના મેન લેન્સ, 2MPનો મેક્રો શોર્ટ લેન્સ, 2MPનો ડેપ્થ કન્ટ્રોલ લેન્સ અને એક AI લેન્સ છે.
 • રિઅર કેમેરાની સાથે પાંચ રિઅર ફ્લેશ પણ મળે છે. તેમાં 10x હાઈબ્રિડ ઝૂમનો સપોર્ટ મળે છે. મેક્રો લેન્સથી ઓબ્જેક્ટને 4 સેમી. નજીકથી ક્લિયર ફોટો લઈ શકાય છે.
 • સેલ્ફી માટે તેમાં 16MPનો AI લેન્સ (સોની RBG S5K3P9 સેન્સર) છે.
 • રિઅર કેમેરામાં આઈ ઓટો ફોકસ, સુપર નાઈટ શોટ્સ, મેક્રો મોડ, AR મોડ, AI બોડી શેપિંગ, AI ફેસ બ્યુટી, AI HDR, AI ઓટો સીન ડિટેક્શન, ડોક્યુમેન્ટ સ્કેનર, સ્લો મોશન વીડિયો, પ્રોફેશનલ પોર્ટ્રેટ મોડ્સ, પ્રોફેશનલ વીડિયો મોડ, 2K QHD રેકોર્ડિંગ જેવાં ફીચર્સ ઉપબલ્ધ છે.
 • ફ્રન્ટ કેમેરામાં આઈ ઓટો ફોકસ, સુપર નાઈટ શોટ્સ, પોર્ટ્રેટ મોડ, નાઈટ પોર્ટ્રેટ્સ, AR મોડ, AI ફેસ બ્યુટી, AI HDR, વાઈડ સેલ્ફી, પ્રોફેશનલ વીડિયો મોડ જેવા ફીચર્સ મળે છે.

ટેક્નો કેમોન 16: કોણ છે તેનું ક્લોઝ કોમ્પિટિટર ?
કિંમતની પ્રમાણે જોવા જઈએ તો આ પ્રાઈસ બેન્ડમાં ઘણા સ્માર્ટફોન પહેલાંથી જ ઉપલબ્ધ છે. માર્કેટમાં તેની ટક્કર રિયલમી 5i(4+64GB), રેડમી 9 પ્રાઈમ (4+128GB) અને ઈન્ફિનિક્સ નોટ 7 (4+64GB) સાથે છે.

ટેક્નો કેમોન 16રિયલમી 5iરેડમી 9 પ્રાઈમઈન્ફિનિક્સ નોટ 7
ડિસ્પ્લે સાઈઝ6.8 ઈંચ6.52 ઈંચ6.53 ઈંચ6.95 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+HD+FHD+HD+
OSએન્ડ્રોઈડ 10એન્ડ્રોઈડ 9એન્ડ્રોઈડ 10એન્ડ્રોઈડ 10
પ્રોસેસરહીલિયો G70સ્નેપડ્રેગન 665હીલિયો G80હીલિયો G70
રેમ+સ્ટોરેજ4+64GB4+64GB/4+128GB4+64GB/4+128GB4+64GB
રિઅર કેમેરા64MP+2MP+2MP+AI લેન્સ12MP+8MP+2MP+2MP13MP+8MP+5MP+2MP48MP+2MP+2MP+AI લેન્સ
ફ્રન્ટ કેમેરા16MP8MP8MP16MP
બેટરી5000mAh5000mAh5020mAh5000mAh
કિંમત4+64GB: 10,999 રૂપિયા

4+64GB: 10,999 રૂપિયા

4+128GB: 11,999 રૂપિયા

4+64GB: 9999 રૂપિયા

4+128GB: 10,999 રૂપિયા

4+64GB: 10,999 રૂપિયા
 • સ્પેસિફિકેશન ટેબલ કમ્પેરિઝન ટેબલમાં જોઈ શકાય છે કે ડિસ્પ્લે બાબતે ટેક્નો કેમોન 16, ઇન્ફિનિક્સ નોટ 7 સિવાય તમામ કોમ્પિટિટર્સ કરતાં આગળ છે.
 • કેમેરા સેટઅપની વાત કરીએ તો કેમોન 16 તેના ચાર કોમ્પિટિટર્સ કરતાં આગળ છે. તેમાં 64MPનું AI ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે.
 • સેલ્ફી કેમેરાની વાત કરીએ તો કેમોન 16 તેના કોમ્પિટિટર રિયલમી 5i અને રેડમી 9 પ્રાઇમ કરતાં આગળ છે, જો કે, ઇન્ફિનિક્સ નોટ 7માં કેમોન 16 જેવો જ 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
 • ચારેય સ્માર્ટફોનમાં એકસરખી 5000mAhની બેટરી આપવામાં આવી છે. જો કે, રેડમી 9 પ્રાઈમ 5020mAh બેટરી સાથે ચોક્કસપણે થોડો આગળ છે.
 • આવી સ્થિતિમાં એવું કહી શકાય કે, 11 હજાર રૂપિયાથી ઓછા બજેટમાં મોટો કેમેરા અને મોટી ડિસ્પ્લે તમારી પ્રાયોરિટી હોય તો ટેક્નો કેમોન 16 એ એક સારો વિકલ્પ લાગી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...