તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Tech Experts Identify New Android Malware 'BlackRock', Steal Personal Information Including Your Credit Card's Detail

સાવધાન:ચેતી જજો, ‘બ્લેકરૉક’ માલવેર ગૂગલ અપડેટ તરીકે આવશે અને તમારા ક્રેડિટકાર્ડ, નેટફ્લિક્સ, ઉબર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના પાસવર્ડની ડિટેલ ચોરી લેશે

2 મહિનો પહેલા
  • આ વાઈરસની શોધ નેધરલેન્ડ્સની ઈન્ટેલિજન્સ ફર્મ થ્રેટફેબ્રિકના ટેક એક્સપર્ટ્સે કરી
  • તે યુઝર્સને ગૂગલ અપડેટ દર્શાવી ડેટા ચોરી કરે છે
  • વાઈરસ એટલો પ્રબળ છે કે તે એન્ટિવાઈરસ સોફ્ટવેરની પણ કાર્યક્ષમતા પણ ઘટાડી શકે છે
  • Gmail, માઈક્રોસોફ્ટ આઉટલુક અને નેટફ્લિક્સ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્કાઈપ, ટ્વિટર સહિતી કુલ 337 એપ્સ પર આ વાઈરસ હુમલો કરી શકે છે

એન્ડ્રોઈડ માલવેર અર્થાત એન્ડ્રોઈડ સિસ્ટમમાં ડેટાચોરી કરતાં વાઈરસની હરોળમાં હવે વધુ એક નવું નામ ઉમેરાયું છે. નેધરલેન્ડ્સના ટેક એક્સપર્ટ્સે એન્ડ્રોઈડના બેંકિંગ ટ્રોજન અર્થાત બેંક સંબંધિત માહિતી ચોરી કરતા વાઈરસ ‘BlackRock’ની ઓળખ કરી છે.

ગૂગલ અપડેટની આડમાં ડેટાચોરી
‘BlackRock’ વાઈરસ એટલો હોશિયાર છે કે તે એન્ડ્રોઈડ યુઝરને ગૂગલ અપડેટ તરીકે પોતાની હાજરી પુરાવે છે, જેથી યુઝર આસાનીથી છેતરાઈને તેને ઈન્સ્ટોલ કરી લે છે. એક વાર યુઝર તેને ડાઉનલોડ કરી લે અને તમામ પરમિશન આપી દે, એટલે તે ડિવાઈસમાં પોતાનો આઈકોન છુપાવીને બેકગ્રાઉન્ડમાં રહીને યુઝર્સનો ડેટા ચોરી કરવા માંડે છે.

337 એપ્સ ટાર્ગેટ પર
આ વાઈરસની શોધ નેધરલેન્ડ્સની ઈન્ટેલિજન્સ ફર્મ થ્રેટફેબ્રિકે કરી છે. તે મૂળ Xerxes વાઈરસનો સ્ટ્રેન છે. આ વાઈરસ યુઝરના પર્સનલ ડેટા સહિત ક્રેડિટ કાર્ડની માહિતી પણ ચોરી કરી શકે છે. આ વાઈરસ અવાસ્ટ, AVG, બિટડિફેન્ડર, Eset, ટ્રેન્ડ માઈક્રો અને McAfee જેવા જાણીતા એન્ટિવાઈરસ સોફ્ટવેરના ઉપયોગને રોકવાની અને તેને ધીમા પાડી દેવાની ક્ષમતા પણ ધરાવે છે.

રિપોર્ટ મુજબ, એમેઝોન, ગૂગલ પ્લે સર્વિસ, Gmail, માઈક્રોસોફ્ટ આઉટલુક અને નેટફ્લિકસ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્કાઈપ, ટ્વિટર,ઉબર સહિતની કુલ 337 એપ્સ પર આ વાઈરસ હુમલો કરી શકે છે.

આ માલવેર આપણી ડિવાઈસમાં ઘૂસી ગયા બાદ તે બીજી પણ ઘણી ભાંગફોડ કરી શકે છે. જેમ કે, - SMS ઈન્ટરસેપ્ટ કરી શકે છે - જથ્થાબંધ સ્પૅમ SMSનો ધોધ લાવી શકે છે - આપમેળે જ અન્ય એપ્સ સ્ટાર્ટ કરી શકે છે - અમુક ચોક્કસ પુશ નોટિફિકેશન જ બતાવે - મોબાઈલના એન્ટિવાઈરસ સોફ્ટવેરમાં પણ ભાંગફોડ કરી શકે

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો