ટેક ન્યુઝ:ટાટા ભારતમાં જ ખોલશે નવા 100 એપલ સ્ટોર, મોલ અને હાઈ સ્ટ્રીટ જેવી જગ્યાની પસંદગી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા ગ્રુપ જલદી જ દેશભરમાં 100 નાના એપલ સ્ટોર્સ ખોલવાની તૈયારીમાં છે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ટાટાની માલિકીની ઇન્ફિનિટી એપલ સ્ટોર્સ માટે રિટેલ સાથે વાતચીત કરી રહી છે. ઇન્ફિનિટી રિટેલના ભારતમાં ક્રોમા સ્ટોર્સ તો ચાલે જ છે.

500-600 વર્ગ ફૂટના હશે આ સ્ટોર
ઇન્ફિનિટી રિટેલ એપલની ફ્રેન્ચાઇઝી પાર્ટનર બનશે. કંપની મોલ્સ અને હાઈ-સ્ટ્રીટ (મુખ્ય માર્ગ) જેવા સ્થળોએ 500-600 ચોરસ ફૂટના 100 આઉટલેટ્સ ખોલવાની યોજના ધરાવે છે. એપલના આ અધિકૃત રિસેલર આઉટલેટ્સ એપલ પ્રીમિયમ રિસેલર સ્ટોર કરતા નાના હશે, જે સામાન્ય રીતે 1,000 ચોરસ ફૂટથી થોડું મોટું હોય છે.

તો માહિતી તો એવી પણ મળી રહી છે કે, નાના સ્ટોર્સમાં મોટે ભાગે આઇફોન, આઇપેડ અને ઘડિયાળોનું વેચાણ કરવામાં આવશે, જ્યારે મોટા સ્ટોર્સમાં મેકબુક કમ્પ્યુટર્સ સહિત સમગ્ર એપલ રેન્જ હશે. ભારતમાં હાલમાં લગભગ 160 એપલ પ્રીમિયમ રિસેલર સ્ટોર્સ છે. આ અંગે જાણકારી રાખનાર રિટેલ સલાહકારે જણાવ્યું હતું કે, ટાટાએ જગ્યા માટે પ્રીમિયમ મોલ્સ અને હાઈ સ્ટ્રીટસ સાથે ચર્ચા શરૂ કરી દીધી છે.

ટાટા મોટર્સ આઇફોનનું ઉત્પાદન કરશે
ટાટા ગ્રુપ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સંયુક્ત સાહસ સ્થાપવા માટે એપલ ઇન્કના તાઇવાનના સપ્લાયર વિસ્ટ્રોન કોર્પ સાથે વાતચીત કરી રહ્યું છે. આ સંયુક્ત સાહસ ભારતમાં આઇફોનને એસેમ્બલ કરશે. ટાટા આ દ્વારા ટેક્નોલોજી મેન્યુફેક્ચરિંગમાં એક બળ બનવા માંગે છે. જો આ ડીલ સફળ થશે તો ટાટા આઇફોન બનાવનારી પહેલી ભારતીય કંપની બની જશે. હાલમાં વિસ્ટ્રોન અને ફોક્સકોન ભારત અને ચીનમાં આઇફોન એસેમ્બલ કરે છે.

આઈફોનનું સૌથી વધુ પ્રોડક્શન ચીનમાં
આઇફોનનું મોટાભાગનું ઉત્પાદન ચીનમાં છે. એપલ તેના કોન્ટ્રાક્ટ ઉત્પાદકો જેમ કે ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોનને પાર્ટ્સ સપ્લાય કરે છે અને પછી તે ઉત્પાદકો આઇફોનના ઉત્પાદન માટે તેને એસેમ્બલ કરે છે. એપલે 2017માં આઇફોન એસઇ સાથે ભારતમાં આઇફોનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આઇફોનની સંપૂર્ણ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા જાણો.