• Gujarati News
  • Utility
  • Gadgets
  • Survival Gadgets Will Double The Fun Of Camping In The Jungle, Get Clean Drinking Water From A Purifier Bottle For Only ₹ 2000

ટેક ગુરુ અભિષેક તેલંગ સાથે Tech Talk:જંગલમાં કેમ્પિંગની મજા બમણી કરશે આ સર્વાઈવલ ગેજેટ્સ, પ્યુરિફાયર બોટલથી પીવાનું ચોખ્ખું પાણી મેળવો માત્ર ₹2000માં

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે નેચર લવર્સ છો અને જંગલમાં કેમ્પિંગ કરવાનું પસંદ કરો છો પરંતુ તમારા ઘર જેવી સુખ-સુવિધા ન મળતી હોવાથી તેને ટાળો છો તો તમારે કેટલાક ગેજેટ્સનો સહારો લેવાની જરૂર છે. કેટલીક કિટ સાથે રાખી સુવિધાજનક કેમ્પિંગનો એક્સપિરિઅન્સ તમે મેળવી શકો છો. કેમ્પિંગમાં વીજળી, પીવાનાં પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ શોધવું મુશ્કેલ બને છે. કેમ્પિંગમાં જતાં પહેલાં આ ગેજેટ્સની ખરીદી કરી તેનો એક્સપિરિઅન્સ વધુ સારો બનાવો...

1. વૉટર પ્યુરિફાયર બોટલ
કિંમત: ₹2000થી ₹6000

કેમ્પિંગમાં સ્વચ્છ પાણીની શોધ મુશ્કેલ બને છે. ટ્રિપમાં જરૂરિયાતનું પાણી લઈ જવું પણ અઘરું કામ છે. તેથી તમારી સાથે વૉટર પ્યોરિફાયર રાખી તમે આ સમસ્યા દૂર કરી શકો છો. Lifestraw Go સહિતની કંપની 2 સ્ટેજ ફિલ્ટરેશન કરતી પ્યોરિફાયર બોટર વેચે છે. જંગલમાં અવેલેબલ તળાવ કે નદીના પાણીને તે સ્વચ્છ બનાવે છે. બોટલમાં રહેલાં ફિલ્ટરનો ઉપયોગ 100થી વધારે વખત કરી શકાય છે. બોટલની અંદરનું ફિલ્ટર રિપ્લેસ પણ કરી શકાય છે.

2. સર્વાઈકલ કિટ
કિંમત: ₹1000થી ₹2000

જંગલમાં ન તો તમને વીજળી મળશે ન તો અન્ય સુવિધાઓ. તેથી કેમ્પિંગમાં તમે સર્વાઈકલ કિટ સાથે રાખો તે જરૂરી છે. ફાયર સ્ટાર્ટર કિટ, વાયર શૉ, હોકાયંત્ર, સ્વિસ નાઈફ, ઈમર્જન્સી અલાર્મ સહિતના સાધનો તમે જોડે રાખો. આ પ્રકારની કિટ 1000થી 2000 રૂપિયામાં ઈ કોમર્સ સાઈટ પર મળી રહે છે.

3. કૂલર બોક્સ
કિંમત: ₹1000થી ₹20000

કેમ્પિંગ દરમિયાન પાર્ટીની મજા બમણી કરવા માટે કૂલર બોક્સ હોવું જરૂરી છે. આ બોક્સમાં બરફ નાખી પાણીની બોટલ, ડ્રિન્ક્સ, અને ફ્રુટ્સ સ્ટોર કરી તેને ઠંડાં અને ફ્રેશ રાખી શકાય છે. કેમ્પિંગ દરમિયાન આ પ્રકારના કૂલર ફ્રિજનું કામ કરે છે. માર્કેટમાં અલગ અલગ સ્ટોરેજ કેપેસિટીના કૂલર બોક્સ અવેલેબલ છે. કારની અંદર ફિટ થતાં કૂલર બોક્સ પણ મળે છે જોકે તેની કિંમત થોડી વધારે હોય છે અને તેને ટ્રેકિંગમાં કેરી કરી શકાતા નથી.

અન્ય સમાચારો પણ છે...