ગૂગલના CEO સુંદર પિચાઈએ ફ્રી અને ઓપન ઈન્ટરનેટ પર અટેક થવાની વાત કહી છે. BBC સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઘણા દેશોમાં સૂચનાઓને સામાન્ય માણસોની પહોંચથી દૂર રાખવામાં આવે છે. તેમણે ચીનનું નામ લીધા વગર કહ્યું કે, પોપ્લુયલર પ્રોડક્ટ અને સર્વિસમાંથી કોઈ પણ ટેક્નોલોજી ચીનમાં નથી.
પિચાઈનું માનવું છે કે, ઈન્ટરનેટના ફ્યુચરને સીમિત કરવું કોઈ દેશની સરકાર અથવા કોઈ એક વ્યક્તિ સુધી સીમિત ન હોવું જોઈએ. બલકે તેની જવાબદારી સામુહિક થિંક ટેન્કે લેવી જોઈએ જે ઈન્ટરનેટને ધ્યાનમાં રાખી કામ કરે.
AI સૌથી ખાસ ટેક્નોલોજી
પિચાઈએ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) પર જોર આપ્યું. તેમણે કહ્યું કે AI આગ, વીજળી અથવા ઈન્ટરનેટ કરતાં પણ વધારે મહત્ત્વનું છે. રિપોર્ટ પ્રમાણે સુંદર પિચાઈએ કહ્યું કે, AI માણસો દ્વારા બનાવવામાં આવેલી સૌથી ખાસ ટેક્નોલોજી છે. સુંદર પિચાઈએ ફ્રી ઈન્ટરનેટના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે, કેટલીક વાતોનું ઘ્યાન રાખી તમે ફ્રી વાઈફાઈનો સુરક્ષિત ઉપયોગ કરી શકો છો
પબ્લિક વાઈફાઈથી કનેક્ટ થવા પર આ સિક્યોરિટી સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી તમે સુરક્ષિત રહી શકો છો...
ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અપ ટુ ડેટ રાખો
ઓપરેટિંગ સિસ્ટમ અપ ટુ ડેટ રાખવાથી ફોનમાં નવાં ફીચર્સ જ નથી મળતા સાથે તેનાથી ફોનની સિક્યોરિટી પણ વધે છે. મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવાથી મોબાઈલમાં રહેલા વાઈરસ દૂર થાય છે.
મોબાઈલ એન્ટિ વાઈરસ ટૂલ્સનો ઉપયોગ
પબ્લિક વાઈફાઈ ઉપયોગ કરતાં પહેલાં મોબાઈલમાં સિક્યોરિટી સોફ્ટવેર ઈન્સ્ટોલ કરો. એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ સોફ્ટવેર એક ફાયરવોલનું કામ કરે છે. જો તમે અનસિક્યોર્ડ વાઈફાઈથી કનેક્ટ કરો છો તો તમને જોખમ થવા પર અલર્ટ કરે છે. તે વાઈરસ કે કોઈ પણ થ્રેટને સ્કેન કરી રિમૂવ કરે છે.
સ્લો પબ્લિક વાઈફાઈ જોખમનો પર્યાય
ઓપન વાઈફાઈ નેટવર્ક સાથે કનેક્ટ થાઓ તો પહેલાં જુઓ કે શું કનેક્શન સ્લો છે? શું તમને પેજ સાઈન ઈન કરવામાં મુશ્કેલી આવી રહી છે? તેવામાં સારું રહેશે કે તમે પબ્લિક વાઈફાઈને ડિસકનેક્ટ કરો. જો કોઈએ રાઉટર સાથે ચેડાં કર્યા હોય તો પણ સ્લો ઈન્ટરનેટ થઈ જાય છે.
ઓનલાઈન શૉપિંગ અને બેંકિંગ અવોઈડ કરો
પબ્લિક વાઈફાઈ કનેક્ટિંગ દરમિયાન ઓનલાઈન શૉપિંગ અને બેંકિંગ ટ્રાન્જેક્શન ન કરો. પબ્લિક વાઈફાઈ સિક્યોર હોતા નથી. હેકર તમારો પાસવર્ડ ચોરી કરી તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે.
ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો
તેનો અર્થ એ છે કે તમે જ્યારે પણ ઓનલાઈન સર્વિસમાં લોગ ઈન કરો છો તો તમારે ત્યાં 2 સિક્યોરિટી લેયર્સમાંથી પસાર થવું પડશે. પ્રથમ સિક્યોરિટી લોગ ઈન ક્રિડેન્શિયલ હોય છે અને બીજીમાં એક કોડ તમારા મોબાઈલમાં જનરેટ થાય છે.
વાઈફાઈનો ઉપયોગ કરી બંધ કરી દો
આ આઈડિયા ખુબ સરળ છે પરંતુ મોટા ભાગના લોકો પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરી તેને બંધ કરવાનું ભૂલી જાય છે. તે તમારી સિક્યોરિટી માટે જોખમ બની શકે છે. વાઈફાઈ બંધ કરવાથી તમારા મોબાઈલની બેટરી પણ બચી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.