ઈન્સ્ટાગ્રામ યુઝર્સે સ્ટોરી સેગમેન્ટમાં કેટલીક એરરનો સામનો કરવો પડ્યો. આ એરરના કારણે યુઝરને એક ની એક સ્ટોરી વારંવાર જોવી પડી રહી છે. યુઝર એકવાર આ સ્ટોરી જોઈ ચૂક્યો છે તેમછતાં એરરના કારણે તેણે જોયેલી સ્ટોરી ફરી જોવી પડે છે અને ત્ચારબાદ જ તેને નવી સ્ટોરી જોવા મળે છે. આ એરરના કારણે યુઝર્સ ખૂબ જ અકળાયા છે અને કંપની સામે પ્રશ્નોના ઢગલાં કર્યાં છે ત્યારે કંપનીએ આ એરરને લઈને જવાબ આપ્યો છે. તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામ એક નવાં ફિચર પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને તેમના એક્સપ્લોર ટેબમાંથી અનિચ્છનીય અને સંવેદનશીલ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે અને તેને દૂર કરવા માટે એપ અપડેટમાં એક નવો શોર્ટકટ ઉમેરવાના છે.
મેટાની માલિકીનું ઈન્સ્ટાગ્રામ તેના એક્ટિવ સ્ટોરીઝ ફીચર માટે વધુ જાણીતું છે, જે યુઝર્સને ક્રિએટર્સ સાથે અપડેટ રાખે છે, પરંતુ એવું લાગે છે કે ઈન્સ્ટાગ્રામ તેની ‘એરર’ માટે પણ જાણીતું બનશે. જ્યારે આ ‘એરર’ આવી ત્યારે કેટલાક યુઝર્સે એમ વિચાર્યું કે, તેમની એપ્લિકેશન ફાઇલોમાં કોઈ પ્રોબ્લેમ છે, તેથી તેમણે એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરીને ઈનસ્ટોલ કરી, પરંતુ એરર હજુ પણ સોલ્વ થઈ નથી. રેડિટ અને ટ્વિટર જેવા અન્ય પ્લેટફોર્મ પર યુઝર્સે જાણ કરી. ક્રિસ વેલ્ચ કે, જે ફોટોગ્રાફર છે અને ધ વર્જનો સ્ટાફ મેમ્બર છે તેમણે આ બગ વિશે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, શું તમે પણ આજે એક ને એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ઢગલાબંધ વાર જોઈ ચૂક્યા છો? જ્યારે પણ કોઈ નવી પોસ્ટ કરે છે, ત્યારે મારે બધું ફરીથી જોવું પડે છે.
ધ વર્જે આ સ્ટોરી એરર અંગે ઈન્સ્ટાગ્રામ પેરેન્ટ કંપની મેટાનો સંપર્ક કર્યો છે અને મેટાના પ્રવક્તા ક્રિસ્ટીન પાઇએ ધ વર્જ ને એક ઈ-મેલમાં જવાબ આપ્યો હતો જ્યાં તેમણે કેટલીક વિગતો સ્પષ્ટ કરી છે. ક્રિસ્ટીન પાઇએ જણાવ્યું હતું કે, ‘કંપનીને ખબર છે કે કેટલાક લોકોને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.’ પાઇએ જણાવ્યું હતું કે, ‘ઇન્સ્ટાગ્રામ શક્ય તેટલી વહેલી તકે સ્થિતિને બનાવવા માટે કામ કરી રહ્યું છે અને અસુવિધા માટે માફી માંગે છે.’
તેથી આ એરરનો સામનો કરી રહેલા લોકો માટે આ વાત એક રાહતની ક્ષણ સમાન છે અને એક નોંધપાત્ર મુદ્દો એ છે કે, કંપનીએ આ એરર પર ઝડપી પ્રતિક્રિયા આપી હતી, કારણ કે ઘણાં લોકોએ ટ્વિટર પર તેની જાણ કરી હતી. આ ઉપરાંત, આ મુદ્દાનું હાર્દ એવું લાગે છે કે, જો કોઈ યુઝર એકથી વધુ સ્ટોરી મૂકે છે તો ઈન્સ્ટાગ્રામ તમે છેલ્લે કઈ સ્ટોરી જોઈ તે શોધી શકશે નહીં અને પરિણામે તે તમને એક જ સ્ટોરી લૂપ મોડમાં વારંવાર દેખાડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.