તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Students Making A Career In Tech Field Will Get Help, Practical Applications Of Industries Will Be Told In The Course.

એમેઝોનનો મશીન લર્નિંગ પ્રોગ્રામ લોન્ચ:ટેક્નોલોજીમાં કરિયર બનાવવા માગતા વિદ્યાર્થીઓને મદદ મળશે, કોર્સમાં ગ્રાફિક્સનાં માધ્યમથી બિઝનેસ મોડેલ સમજાવાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને મશીન લર્નિંગ વિશે માહિતગાર કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓની સ્કિલ્સને ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ કરી શકાય

એમેઝોન ઈન્ડિયાએ વિદ્યાર્થીઓ માટે ઈન્ટિગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તેમાં મશીન લર્નિંગ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓની સ્કિલ્સને ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ કરી શકાય. સાથે જ ઈન્ડસ્ટ્રીઝની નવી ટેક્નોલોજીમાં શાનદાર કરિયર બનાવી શકે. તેમના અભ્યાસક્રમમાં ફંડામેન્ટલ કોન્સેપ્ટને સામેલ કરવામાં આવશે. જ્યારે 3 દિવસના કોર્સમાં ઈન્ડસ્ટ્રીઝના પ્રેક્ટિલ એપ્લિકેશન વિશે સમજાવવામાં આવશે.

મશીન લર્નિંગ સમર સ્કૂલ પ્રોગ્રામ
આ પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાનાં માધ્યમથી પસંદગી કરવામાં આવશે. એન્જિનિયરિંગ ફાઈનલ યરના બેચલર્સ, માસ્ટર્સ અથવા PhD કરનારા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ છે. ટેક ક્ષેત્રમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તેની તક મળશે. IIT બોમ્બે, IIIT હૈદરાબાહ, IIT દિલ્હી, BITS, NIT તિુરુચિરાપલ્લી અને અન્ના વિશ્વવિદ્યાલયના કેમ્પસના વિદ્યાર્થીઓને આ પ્રોગ્રામનો લાભ મળશે.

ગ્રાફિક્સનાં માધ્યમથી બિઝનેસ મોડેલથી અવગત કરવામાં આવશે
વિદ્યાર્થીઓને મશીન લર્નિંગની એડવાન્સ ટેક્નિક વિશે સમજાવાશે. ગ્રાફિક મોડેલ વિશે તેમને વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ઈ કોમર્સ ક્ષેત્રમાં ડિમાન્ડ પહેલાં અનુમાન લગાવવું, કેટાલોગ, ક્વૉલિટી, સર્ચ રેન્કિંગ અને ઓનલાઈન જાહેરાતો વિશે સમજી શકાશે. વિદ્યાર્થીઓ એમેઝોન રિસર્ચ ડેઝની કોન્ફરન્સને પણ એક્સેસ કરી શકે છે. મશીન લર્નિંગ ક્ષેત્રના એક્સપર્ટ ટેક્નોલોજી ટ્રેડ્સને પ્રેઝન્ટેશનનાં માધ્યમથી સમજાવશે.

વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્યુટોરિયલ મળશે
એમેઝોન ઈન્ડિયા ટેક કેમ્પસના વિદ્યાર્થીઓની બેચને વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્યુટોરિયલ આપશે. તેમાં વૈજ્ઞાનિકો સાથે સવાલ જવાબનો સેશન રાખવામાં આવશે. એમેઝોનના મશીન લર્નિંગ વાઈસ પ્રેસિડન્ટ રાજીવ રસ્તોગીએ કહ્યું કે, સ્ટુડન્ટ તેનાં માધ્યમથી નવા ટ્રેન્ડ વિશે સમજી શકશે. તેના માટે કંપની યુનિવર્સિટીઝ સાથે વાત કરી રહી છે. એવા વિદ્યાર્થીઓના નામ આપવા માટે કહેવામાં આવ્યું છે જે શીખવા માગે છે.

પ્રોડક્ટની ઈમેજ અને નામ અલગ હોય તેવી ભૂલો રોકી શકાશે
બ્લોગમાં એમેઝોન ઈન્ડિયા મશીન લર્નિંગ ટીમ ઈનોવેશન પર કામ રહી છે. ભારતમાં એમેઝોનના વૈજ્ઞાનિકોએ જે કેટાલોગ બનાવ્યો છે, આખી દુનિયામાં તેનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં ટાઈટલ, ઈમેજ અને બેકફિલિંગની એરર સુધારી શકાશે. એ ધ્યાન રાખવામાં આવશે કે ઈમેજ અને ટાઈટલ અલગ ન હોય. એમેઝોન ઈન્ડિયા મશીન લર્નિંગ અલ્ગોરિધમ ભારતમાં ક્વોલિટી વધારશે. એ માર્કેટ પ્લેસને ઓળખવામાં સરળતા રહેશે જે ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટ બનાવે છે. સર્ચ રેકિંગમાં ફીચરની ડિલિવરી સ્પીડમાં મદદ મળશે.

અન્ય સમાચારો પણ છે...