• Gujarati News
 • Utility
 • Gadgets
 • Still Have To Wait For IPhone 12, New Watch Series 6 Will Reveal Oxygen Level, Cheapest Watch SE Also Launched

એપલ વર્ચ્યુઅલ ઇવેન્ટ:આઇફોન 12 માટે હજી રાહ જોવી પડશે, નવી વોચ સિરીઝ-6 ઓક્સિજન લેવલ જણાવશે, સૌથી સસ્તી વોચ SE પણ લોન્ચ થઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 26 હજાર રૂપિયામાં સૌથી સસ્તું આઇપેડ મળશે
 • આઇપેડ અને આઇપેડ-એરના પણ નવાં વર્ઝન લોન્ચ થયાં

મોડી રાત સુધી એપલની વર્ચુઅલ 'ટાઇમ ફાઇલ્સ' ઇવેન્ટ શરૂ થવાની સાથે ન્યૂ જનરેશન આઇફોન 12ને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી. પરંતુ કંપનીએ તે અંગે કોઈ માહિતી આપી ન હતી. એક કલાક લાંબી ઇવેન્ટમાં કંપનીએ એક નવી એપલ વોચ, નવા આઈપેડ અને કેટલીક સર્વિસિસ લોન્ચ કરી. આ ઇવેન્ટની શરૂઆત કંપનીના CEO ટિમ કૂકે કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોમાં આવેલા હેડ ક્વાર્ટરથી કરી. પહેલીવાર કંપનીએ વર્ચુઅલ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

ઇવેન્ટની હાઇલાઇટ્સ

 • એપલે ઇવેન્ટમાં વિશ્વ સામે નવાં ગેજેટ્સ રજૂ કર્યાં. તેમાં સિરીઝ-6 સ્માર્ટવોચ પણ સામેલ છે. અત્યાર સુધી હાર્ટ બીટ માપવામાં અને ECG લેવામાં સક્ષમ એલ વોચ નવાં વર્ઝનમાં લોહીમાં ઓક્સિજનનું લેવલ પણ માપી શકશે. આ કોરોનાકાળની એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. વોચ સિરીઝ-6 (GPS)ની પ્રારંભિક કિંમત 40,900 રૂપિયા અને વોચ સિરીઝ 6 (GPS + સેલ્યુલર) 49,900 રૂપિયાથી શરૂ થશે.
 • કંપનીએ આ ઇવેન્ટમાં અત્યાર સુધીની સૌથી સસ્તી એપલ વોચ SE પણ લોન્ચ કરી હતી. તેની પ્રારંભિક કિંમત 199 ડોલર (આશરે 14,500 રૂપિયા) છે. એપલ વોચ SEની કિંમત 279 ડોલર (લગભગ 20,500 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. જો કે, કંપનીએ મોસ્ટ અવેટેડ આઇફોન 12 લોન્ચ ન કર્યો. તેમજ, કંપનીએ આ ફોન અંગેકોઈ અપડેટ પણ ન આપી.

નવી પ્રોડક્ટ્સ ક્યારથી મળશે?
કંપનીના CEO ટીમ કૂકે કહ્યું કે, બુધવારે પ્રોડક્ટ્સ મળવાની સંપૂર્ણ જાણકારી મળી જશે. વેબસાઇટ પર એપલ વોચ સિરીઝ માટે અત્યારે "કમિંગ સૂન" લખાઇને આવી રહ્યું છે. જો કે, એપલ વોચ SE 18 સપ્ટેમ્બરથી બુક કરાવી શકાશે. નવું આઈપેડ એર ભારતમાં ઓક્ટોબરથી એપલ સ્ટોર પર મળવાનું શરૂ થઈ જશે. ભારતીય ગ્રાહકો માટે એપલ વનની સર્વિસ પણ શરૂ થઈ ગઈ છે. કંપની ગ્રાહકોને સોફ્ટવેર અપડેટ વિશે પણ માહિતી આપશે.

સૌપ્રથમ એપલ વોચ લોન્ચ થઈ
એપલે વર્ચ્યુઅલ ઇવેન્ટ ટાઇમ ફાઇલ્સ ઇવેન્ટની શરૂઆત નવી વોચ સિરીઝ-6ના લોન્ચિંગ સાથે કરી. આ સાથે કંપનીએ અફોર્ડેબલ મોડેલ તરીકે વોચ SE પણ લોન્ચ કરી. કંપનીની નેક્સ્ટ જનરેશન વોચ સિરીઝ-6માં બિલ્ટ-ઇન બ્લડ-ઓક્સિજન લેવલ સેન્સર પણ મળશે. કંપનીનો દાવો છે કે, તે માત્ર 15 સેકંડમાં લોહીમાં ઓક્સિજનનું સ્તર માપી શકે છે.

1. એપલ વોચ 6 સિરીઝ

 • એપલ વોચ 6ની શરૂઆતની કિંમત 399 ડોલર(આશરે 29,300 રૂપિયા) હશે.
 • વોચ બ્લૂ એલ્યુમિનિયમ કેસ, અપડેટેડ ક્લાસિક ગોલ્ડ ફિનિશ, ગ્રે-બ્લેક સ્ટેનલેસ સ્ટીલ અને પ્રોડક્ટ રેડ કલરમાં અવેલેબલ હશે. કંપનીએ જણાવ્યું કે, આ વર્ષે વોચ 7 OSમાં ઘણા એડવાન્સ હેલ્થ ફીચર સામેલ કર્યાં છે. ઉદાહરણ તરીકે, સ્લીપ એપમાં મોશન ડિટેક્શન, ઓટોમેટિક હેન્ડ વોશિંગ ડિટેક્શન અને હાર્ટ રેટ મોશન ઉમેર્યું છે, જે VO2 Maxની લોઅર રેંજને માપે છે, VO2 Max ખાસ કરીને ક્લિનિકમાં ચોક્કસપણે માપી શકાય છે, કંપનીએ દાવો કર્યો છે કે, વોચ OS 7 પણ VO2 Maxને એક્યુરેટ માપી શકે છે, તેનાથી સ્વાસ્થ્યની ખબર પડે છે, યુઝરના શરીરમાં VO2 Max લેવલ ઓછું થઇ જાય તો નોટિફિકેશનની મદદથી અલર્ટ મળશે.
 • વોચ સિરીઝ 6થી બ્લડ-ઓક્સિજન લેવલ માપી શકાશે. કંપનીનું કહેવું છે કે, વોચ સિરીઝ 6 માત્ર 15 સેકન્ડમાં બ્લડ-ઓક્સિજન માપી શકે છે. એટલે કે યુઝરને અલગ ઓક્સિમીટર ખરીદવાની જરૂર નથી. બ્લડ ઓક્સિજન લેવલ (Spo2) શરીરમાં શ્વાસ સંબધિત તકલીફો વિશે જાણકારી આપે છે.
 • તેમાં 6 જનરેશન સિલિકોન પ્રોસેસર છે, જે ખાસ કરીને આ વોચ માટે ડિઝાઈન કર્યું છે. તેમાં હાઈ પર્ફોર્મસ ડ્યુઅલ-કોર પ્રોસેસર છે, જે આઈફોન 11ના A13 બાયોનિક પ્રોસેસર પર બેઝ્ડ છે. છેલ્લા જનરેશનના પ્રોસેસરથી આ 20 ટકા ઝડપી છે.
 • તેમાં પહેલા કરતાં વધારે બ્રાઈટ ઓલ્વેઝ-ઓન ડિસ્પ્લે છે, જેથી તડકામાં પણ વોચ પરની વસ્તુઓ જોઈ શકાશે. વોચમાં ઓલવેઝ-ઓન અલ્ટિમીટર છે, જે ચઢાણ વખતે યુઝરને બતાવે છે કે તેઓ કેટલી ઉંચાઈ પર છે, આ ફીચર ટ્રેકિંગ અને એડવેન્ચર પ્રવૃત્તિમાં ઉપયોગી સાબિત થશે.
 • વોચમાં ઘણા પ્રકારના નવા વોચ ફેસ મળશે, જેમાં GMT ફેસ, કાઉન્ટઅપ ફેસ, ક્લાસિક વોચ ફેસ અહિત ઈમોજી ફેસ સામેલ છે. આ ઉપરાંત ફોટોગ્રાફી અને હેલ્થ કેર પ્રોવાઇડર માટે પણ ડેડિકેટેડ ફેસ આપ્યા છે.
 • વોચમાં પ્રથમવાર કંપનીએ સોલો લૂપ બેન્ડ રજૂ કર્યા છે, જે ઘણી સાઈઝ અને કલરમાં અવેલેબલ છે. આ ઉપરાંત સોલો બ્રેડેડ અને લેધર બેન્ડ પણ રજૂ કર્યા છે. ખાસ વાત તો એ છે કે, તે સ્ટ્રેચેબલ અને વોટરપ્રૂફ છે અને તેમાં લોક નથી, લોકથી સજ્જ બે અલગ રિસ્ટ બેન્ડ પણ અવેલેબલ છે.
 • આ ઉપરાંત તેમાં વેધર, ફિટનેસ, વર્કઆઉટ અને એપ નોટિફિકેશન, ફોલ ડિટેક્શન અને સ્માર્ટ લાઈટ્સ ઓન-ઓફ અને ડોર લોક-અનલોક કરવાની સુવિધા છે, જે આની પહેલાની વોચમાં પણ હતી.

2. એપલ વોચ SE

 • એપલ વોચ SEની કિંમત ડોલર(આશરે 20,500) રૂપિયા છે. જો કે, ભારતમાં તેની કિંમતની જાહેરાત કરી નથી.
 • કંપનીની કહેવું છે કે, વોચ SEમાં વોચ સિરીઝ 6ના ઘણા ફીચર્સ વ્યાજબી કિંમતમાં મળશે. કનેક્ટેડ, એક્ટિવ અને હેલ્થ પર નજર રાખવા માટે ઘણા ફીચર મળશે. તેમાં વોચ ફેસ પર વધારે માહિતી મળે છે.
 • વોચમાં S5 ચિપ આપી છે, જેને કરને વોચ સિરીઝ 3 કરતાં ડબલ ઝડપી પરફોર્મ કરે છે, તેના સેલ્યુલર મોડલથી ફોન વગર પણ કોલિંગ કે મેસેજિંગ કરી શકાશે. તેમાં ફિટનેસ ટ્રેક કરવા ઘણા ફીચર્સ છે. તેમજ, સાથે એક્સિલેરોમીટર, ઝાઈરોસ્કોપ અને અલ્ટીમીટર સેન્સર છે, જે વોચ સિરીઝ 6માં મળે છે. લેટેસ્ટ મોશન સેન્સરને કારણે તેમાં ફોલ ડિટેક્શન પણ મળે છે

3. એપલ ફિટનેસ પ્લસ સર્વિસ

 • વર્ચુઅલ ઇવેન્ટમાં એપલે ફિટનેસ પ્લસ સેવા પણ લોન્ચ થઈ. આ સર્વિસ યુઝરને એ વીડિયોના લિસ્ટમાંથી વર્કઆઉટ સિલેક્ટ કરવાની મંજૂરી આપે છે જે આઇફોન, આઈપેડ અથવા એપલ ટીવી પર ચલાવી શકાય છે.
 • ખાસ વાત એ છે કે વર્કઆઉટ દરમિયાન યુઝર તેમનો ફિટનેસ ડેટા આઇફોન/આઈપેડની સ્ક્રીન પર જોઈ શકશે. તેની જ એક્ટિવિટી રિંગને પણ સ્ક્રીન પર જોઈ શકશે. તેનાથી વોચ અને સ્ક્રીન વચ્ચે ટાઇટ ઇન્ટિગ્રેશનનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
 • સર્વિસ પર વિવિધ પ્રકારનાં વર્કઆઉટ્સ સેટ કરેલા છે, જે બહુ વધારે ઇક્વિપમેન્ટ પર આધારિત નથી. કંપનીનું કહેવું છે કે, યુઝરને દર અઠવાડિયે નવી વર્કઆઉટ વીડિયો મળશે અને વર્કઆઉટ્સ કરતી વખતે યુઝર પોતાનું મનપસંદ સંગીત પસંદ કરી શકશે. ફિટનેસ પ્લસ સર્વિસ એપલ મ્યૂઝિક સાથે પણ જોડાયેલી છે.

4. એપલ આઈપેડ 8th જનરેશન

 • આઈપેડ 8th જનરેશનની કિંમત 329 ડોલર (લગભગ 24,200 રૂપિયા) છે. જો કે, વિદ્યાર્થીઓ માટે તેની કિંમત 299 ડોલર (લગભગ 22,000 રૂપિયા) હશે. ભારતમાં તેની પ્રારંભિક કિંમત 29,900 રૂપિયા છે.
 • આઈપેડ 8th જનરેશનમાં 10.2 ઇંચની રેટિના ડિસ્પ્લે સ્ક્રીન છે. તે કંપનીનું નવું એન્ટ્રી લેવલ ટેબલેટ પણ બની ગયું છે. કંપનીએ તેમાં A12 બાયોનિક ચિપનો ઉપયોગ કર્યો છે. તે દાવો કરે છે કે, તે જૂનાં આઈપેડ કરતા 40% વધુ ઝડપી છે. તેમજ એન્ડ્રોઇડ ટેબ્લેટ કરતા ત્રણ ગણો ફાસ્ટ રિસ્પોન્સ કરે છે.
 • તે એપલ પેંસિલને સપોર્ટ કરશે, જેનાથી યુઝર ક્રિએટિવ કામ કરી શકે છે. કંપની તેમાં તેના લેટેસ્ટ આઈપેડ OS 14 ઓપરેટિંગ સિસ્ટમ આપી રહી છે. તેને iosની મદદથી તેમાં પેન્સિલથી સંબંધિત ઘણા અપડેટ્સ મળશે. તેનાથી યુઝર તેની હેન્ડરાઈટિંગની કોપી કરીને બીજી એપ પર ડાયરેક્ટ પેસ્ટ કરી શકશે.
 • તેમાં 8 મેગાપિક્સલનો રિઅર કેમેરા, ફેસટાઈમ HD કેમેરા, LTE સપોર્ટ, 10 કલારની બેટરી બેકઅપ, USB C પાવર એડોપ્ટર, સ્માર્ટ કનેક્ટર જેવાં ઘણાં એડવાન્સ ફીચર્સ મળશે. આઈપેડમાં ફૂલ સાઈઝ સ્માર્ટ કી-બોર્ડ અને હાઈ રિઝોલ્યુશન ગ્રાફીક્સનો ઉપયોગ કર્યો છે.

5. એપલ આઈપેડ યર (2020)

 • આઈપેડ એરની કિંમત 599 ડોલર (લગભગ 44,000 રૂપિયા)થી શરૂ થાય છે. ભારતમાં તેની પ્રારંભિક કિંમત 54,900 રૂપિયા છે. તેને પાંચ કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. તેમાં 10.9 ઈંચ લિક્વિડ રેટીના ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. આ આઈપેડની બોડીને રીડિઝાઈન કરવામાં આવી છે, ત્યારબાદ તેમાં ફ્લેટ બોર્ડર આપવામાં આવી છે. તે સેકન્ડ જનરેશન એપલ પેંસિલને સપોર્ટ કરે છે.
 • તેનું એક સૌથી મોટું ફીચર ટચ આઈડી ફિંગરપ્રિંટ સેન્સર છે, જે પાવર બટનમાં આપવામાં આવ્યું છે. એટલે આ બટનથી ટેબલેટને ઓન-ઓફ કરવાની સાથે ઓનલોક પણ કરી શકાશે.
 • કંપનીએ તેમાં A14 બાયોનિક ચિપનો ઉપયોગ કર્યો છે. એપલના જણાવ્યા પ્રમાણે, A14 5nm ચિપ પ્રોસેસ ટેક્નોલોજી પર આધારિત છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આઈફોન 12માં આ ચિપને આપવામાં આવી શકે છે.
 • તેમાં 7 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા, 12 મેગાપિક્સલનો રિઅર કેમેરા અને સ્ટીરિયો સ્પીકર આપવામાં આવ્યું છે. તે એપલ પેન્સિલને સપોર્ટ કરે છે. તેમજ, તેની સાથે મેજિક કી-બોર્ડ મળે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તે 2019ના મોડેલની સરખાણીમાં 40 ટકા વધારે CPU પરફોર્મંસ અને 30 ટકા વધારે ગ્રાફિક્સ પર્ફોર્મસની સાથે આવે છે.

6. એપલ વન સર્વિસ
એપલે તેની વિવિધ ક્લાઉડ બેસ્ડ સર્વિસને સિંગલ સબસ્ક્રિપ્શન સર્વિસ એપલ વન લોન્ચ કરી દીધી છે. આ સર્વિસનો મોટો ફાયદો એ છે કે ગ્રાહકોને હવે એપલ મ્યુઝિક, એપલ ટીવી પ્લસ, એપલ ન્યૂઝ પ્લસ, એપલ આર્કેડ, એપલ ફિટનેસ પ્લસ અને એપલ ક્લાઉડ જેવી સર્વિસ માટે વિવિધ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નહીં પડે.

એપલ વન સબસ્ક્રિપ્શન ચાર્જ

 • ઈન્ડિવિડ્યુઅલઃ તેમાં એપલ મ્યુઝિક, એપલ ટીવી પ્લસ, એપલ આર્કેડ અને એપલ ક્લાઉડનું સબસ્ક્રિપ્શન મળશે. એપલ ક્લાઉડ માટે 50GB સ્પેસ મળશે. તેની કિંમત 14.95 ડોલર મંથલી છે.
 • ફેમિલીઃ તેમાં એપલ મ્યુઝિક, એપલ ટીવી પ્લસ, એપલ આર્કેડ અને એપલ ક્લાઉડનું સબસ્ક્રિપ્શન મળશે. એપલ ક્લાઉડ માટે 200GB સ્પેસ મળશે. તેની કિંમત 19.95 ડોલર મંથલી છે.
 • પ્રીમિયરઃ તેમાં એપલ મ્યુઝિક, એપલ ટીવી પ્લસ, એપલ ન્યૂઝ પ્લસ, એપલ આર્કેડ, એપલ ફિટનેસ પ્લસ અને એપલ ક્લાઉડનું સબ્સક્રિપ્શન મળશે. એપલ ક્લાઉડ માટે 2TB સ્પેસ મળશે. તેની કિંમત મંથલી 29.95 ડોલર છે.