• Gujarati News
  • Utility
  • Gadgets
  • Spotify's Initiative To Give Users A Phone Free Experience, Users Will Now Be Able To Download Podcasts And Songs From The Apple Watch

ન્યૂ ફીચર:યુઝરને ફોન ફ્રી એક્સપિરિઅન્સ આપવા સ્પોટિફાયની પહેલ, હવે એપલ વોચથી જ યુઝર પોડકાસ્ટ અને સોન્ગ્સ ડાઉનલોડ કરી શકશે

7 મહિનો પહેલા
  • આ ફીચરની મદદથી યુઝરની મનપસંદનો ઓડિયો કન્ટેન્ટનો એક્સેસ વોચમાં જ મળી રહેશે. તેના માટે ફોનની જરૂરિયાત નહિ રહે
  • આ નવાં ફીચરનો લાભ માત્ર પ્રીમિયમ યુઝર્સને જ મળશે
  • એપલ વોચ સિરીઝ 3 અને ત્યારબાદ લોન્ચ થયેલી તમામ વોચ તેમજ WatchOS 6.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝનની વોચમાં આ ફીચર સપોર્ટ કરશે

ઓડિયો સ્ટ્રીમિંગ એપ સ્પોટિફાયએ એપલ વોચ યુઝર માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી એપલ વોચ યુઝર તેમના મનપસંદ સોન્ગ્સ અને પોડકાસ્ટ ડાઉનલોડ કરી શકશે. આ ફીચર લોન્ચ કરવાનો કંપનીનો હેતુ યુઝરને ફોન ફ્રી એક્સપિરિઅન્સ આપવાનો છે.

આ ફીચરની મદદથી યુઝર પ્લેલિસ્ટ, પોડકાસ્ટ અને આલ્બમ તેમની એપલ વોચ પર ડાઉનલોડ કરી શકશે. આ ફીચરની મદદથી યુઝરની મનપસંદનો ઓડિયો કન્ટેન્ટનો એક્સેસ વોચમાં જ મળી રહેશે. તેના માટે ફોનની જરૂરિયાત નહિ રહે.

જોકે આ નવાં ફીચરનો લાભ પ્રીમિયર યુઝર્સને જ મળશે. એપલ વોચ સિરીઝ 3 અને ત્યારબાદ લોન્ચ થયેલી તમામ વોચ તેમજ WatchOS 6.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝનની વોચમાં આ ફીચર સપોર્ટ કરશે. આ ફીચરનો લાભ લેવા આ સ્ટેપ્સ ફોલો કરો.

  • તમારી વોચમાં ડાઉનલોડ કરવા માગતા હો તે પોડકાસ્ટ કે મ્યુઝિકને સર્ચ કરો.
  • પ્લેલિસ્ટ કે પોડકાસ્ટને સિલેક્ટ કરી આપેલાં 3 ડોટ (...) સિમ્બોલ પર ક્લિક કરો. ત્યારબાદ તેમાં Download to Apple Watch.” સિલેક્ટ કરો.
  • ડાઉનલોડિંગની પ્રોસેસ યુઝર વોચમાં જોઈ શકશે.
  • પ્લેલિસ્ટ, આલ્બમ કે પોડકાસ્ટ ડાઉનલોડ થઈ જશે ત્યારબાદ તેની બાજુમાં લીલાં કલરનો એરો જોવા મળશે.
  • આ એરો એક્ટિવેટ થયા બાદ તમે હેડફોન કનેક્ટ કરી તમારા મનપસંદ મ્યુઝિકની મજા માણી શકો છો. તેના માટે ન તો ઈન્ટરનેટની જરૂર રહેશે ન તો તમારા ફોનની.