તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોટિફાયસ્પો એમ્પ્લોઈઝ આનંદો:કંપની કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની આઝાદી આપશે, મનપંસદ લોકેશનથી કામ કરવા માટે રિમોટ વર્કિંગ પર કામ કરશે

20 દિવસ પહેલા

સ્વીડિશ ઓડિયો સ્ટ્રીમિંગ કંપની Spotify (સ્પોટિફાય)એ પોતાના કર્મચારીઓને કામ કરવા માટે ફ્લેકિસબિલિટી આપી છે. કંપનીએ કોવિડ-19 મહામારીનાં જોખમને જોતાં કર્મચારીઓને કહ્યું કે તેઓ ગમે તે સ્થળેથી ફુલ ટાઈમ કામ કરી શકે છે. અર્થાત કર્મચારી ઓફિસથી કામ કરવા માગે છે કે ઘરેથી તેની આઝાદી મળશે.

કંપનીએ જણાવ્યું કે, તે પોતાના કર્મચારીઓના કામને સરળ બનાવવા માટે લોકેશન પણ આપશે. અર્થાત કર્મચારી ગમે તે દેશ અથવા શહેરથી કામ કરી શકશે. પોતાની મનપસંદ લોકેશનથી કામ કરનારા કર્મચારીઓ માટે કંપની રિમોટ વર્કિંગ પર કામ કરી રહી છે.

કર્મચારીઓનું ફોકસ કામ પર રહેવું જોઈએ
કંપનીએ તેના બ્લોગમાં લખ્યું કે, અમે પોતાના કર્મચારીઓને વર્ક કલ્ચર માટે ફ્લેક્સિબિલિટી આપવા માગે છે. અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે અમારા તમામ કર્મચારી સંપૂર્ણ કેપેબિલિટી સાથે કોઈ પણ ચિંતા કર્યા વગર આરામથી કામ કરે. અમારો પ્રયાસ છે કે અમારા કર્મચારી ડેસ્ક પર હોય, કોન્ફરન્સ રૂમમાં કે પછી કોઈ કેફે સ્પેસમાં હોય. તેઓ તમામ જગ્યાએથી પોતાનું ફોકસ કામ પર કરી શકે.

સ્પોટિફાય પર 32 કરોડથી વધારે યુઝર્સ
સ્પોટિફાયે આ જ મહિને પોતાની સ્ટ્રીમિંગ સર્વિસને દક્ષિણ કોરિયામાં લોન્ચ કરી છે. આ પહેલાં તેને 2008માં લોન્ચ કરવામાં આવી હતી. તેની સર્વિસમાં 6 કરોડથી વધારો સોન્ગ્સ છે. તો 93 માર્કેટમાં તેના 32 કરોડ યુઝર્સ છે. કંપનીએ જણાવ્યું કે છેલ્લા 6 વર્ષ દરમિયાન પૉપ સોન્ગ સાંભળનારા લોકોમાં 2000%નો વધારો થયો છે. તેમનો સ્ટ્રીમિંગ ટાઈમ 18000 કરોડ મિનિટે પહોંચ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો