ઓનલાઈન મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ સ્પોટિફાય(Spotify) લોકલ મ્યુઝિક સપોર્ટ ફીચર પર હાલ કામ કરી રહી છે. ટિપ્સટર અને એન્જિનિયર એક્સપર્ટ ઝેન માનચુન વોન્ગે કહ્યું કે, એન્ડ્રોઈડમાં સ્પોટિફાય એપમાં ટૂંક સમયમાં ઓન-ડિવાઈસ કે લોકલ ફાઈલ્સ સપોર્ટ મળી શકે છે. તેમણે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
હાલ આ એપ પર યુઝર પોતાના સ્માર્ટફોનના લોકલ મ્યુઝિક પ્લે કરી શકતા નથી. જો કે, હજુ નક્કી નથી થયું કે આ ફીચર આવશે તો કંપની પ્રીમિયમ યુઝર્સને આપશે કે પછી દરેક યુઝર્સ ઉપયોગ કરી શકશે.
એન્ડ્રોઈડ પછી iOSમાં ટેસ્ટિંગ
ઝેન માનચુન વોંગના જણાવ્યા પ્રમાણે, આ ફીચરને એન્ડ્રોઈડ યુઝર્સ માટે ટેસ્ટ કરવામાં આવશે. એ પછી iOS એપ પર પણ ટેસ્ટ કરવામાં આવશે. આ ફીચર સ્માર્ટફોનમાં સેવ ફાઈલ્સ કે લાઈબ્રેરી સ્કેન કરવામાં સક્ષમ છે. તેને એપ પર પણ પ્લે કરી શકશો. જો આ ફીચર ચાલુ થઇ જશે તો મ્યુઝિક લવર્સને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને ઓપ્શન મળશે.
સ્પોટિફાય પર લોકલ ડાઉનલોડ ફાઈલ્સ સાંભળવા માટે યુઝર્સને એપ કે ડેસ્કટોપ પર અકાઉન્ટ બનાવીને લોગઇન કરવાનું રહેશે. ફોનના લોકલ મ્યુઝિકને સિંક કરવાનું રહેશે. હાલ આવું ફીચર યુટ્યુબ મ્યુઝિક એપ પર મળે છે, જ્યાં યુઝર ફોનના લોકલ મ્યુઝિકને પણ પ્લે કરી શકે છે.
999 રૂપિયામાં પ્રીમિયમ પ્લાન
સ્પોટિફાય ઝડપથી લોકપ્રિય એપ બની રહી છે. 50 કરોડથી વધારે યુઝર્સ ઉપયોગ કરી રહ્યા છે. કંપની પેડ યુઝર્સને વર્ષના પ્લાન પર મંથલી પ્લાનની સરખામણીએ 429 રૂપિયાના સેવિંગનો લાભ આપી રહી છે. હાલ વર્ષના પ્લાનને 999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.