ન્યૂ અપડેટ:સ્પોટિફાય મ્યુઝિક એપ 12 ભારતીય ભાષાઓ સપોર્ટ કરશે, નવા ક્રિએટર્સને કરિયર બનાવવાનો મોકો મળશે

એક વર્ષ પહેલા
મ્યુઝિક એપનો સ્ટ્રીમિંગ ટાઈમ 1800 કરોડ મિનિટ સુધી પહોંચી ગયો છે
  • ભાષાઓમાં હિન્દી, ગુજરાતી, ભોજપુરી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિળ, તેલુગુ, ઉર્દુ અને બંગાળી સામેલ છે
  • સ્પોટિફાયનાં 32 કરોડથી વધારે યુઝર્સ છે

સ્વીડનની ઓડિયો સ્ટ્રીમિંગ એપ સ્પોટિફાય હવે 12 ભારતીય ભાષાઓ સપોર્ટ થશે. અત્યાર સુધી આ એપ પર કુલ 62 ભાષાઓ સામેલ થઈ ચૂકી છે. ભારતીય ભાષાઓમાં હિન્દી, ગુજરાતી, ભોજપુરી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તમિળ, તેલુગુ, ઉર્દુ અને બંગાળી સામેલ છે. આ ભાષાઓનો લાભ લેવા એપ અપડેટ કરવી પડશે.

કંપનીએ કહ્યું કે, અમે ભારતમાં અમારા યુઝર્સને બેસ્ટ ઓડિયો કન્ટેન્ટ આપવા કમિટેડ છે. અમે ઈચ્છીએ છીએ કે, યુઝર્સને તેમની બોલચાલની ભાષાનો અનુભવ મળે.

ક્રિએટર્સને કરિયર બનાવવાનો મોકો
કંપનીએ જણાવ્યું કે, અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચીને લાખો નવા ક્રિએટર્સને કરિયર બનાવવાનો મોકો આપી રહ્યા છીએ. જૂના ક્રિએટર્સને નવા લોકો સાથે જોડવા માગીએ છીએ. આ માર્કેટમાં ભાષા એક્સપિરિયન્સથી વધારે યુઝર્સને અમારી સાથે જોડાવાનો મોકો મળશે.

વેબ પ્લેટફોર્મ પર પહેલેથી આ ભાષાઓ અવેલેબલ હતી
કંપનીનાં જણાવ્યા પ્રમાણે, એપ પર અપડેટ કરેલી નવી ભાષાઓ કંપનીના વેબ પ્લેટફોર્મ પર પહેલેથી હાજર હતી. હવે એપ પર પણ આ બધી ભાષાઓ લોન્ચ કરી છે. આ અપડેટથી અમારા યુઝર્સને એક સારો અનુભવ મળશે. તેનાથી સ્પોટિફાય વધારે ઇન્ડિયન યુઝર્સ સુધી પહોંચશે.

12 નવી ભારતીય ભાષાઓ ઉપરાંત સ્પોટિફાય એપ હવે રોમાનિયન, સ્વાહિલી, સ્લોવેનિયન, ફિલિપિનો, સિમ્પલીફાઈડ ચાઈનીઝ, પોર્ટુગીઝ જેવી અન્ય લેન્ગવેજને પણ સપોર્ટ કરશે.

સ્પોટિફાય પર 32 કરોડથી વધારે યુઝર્સ
સ્પોટિફાયે ગયા મહિને સ્ટ્રીમિંગ સર્વિસ દક્ષિણ કોરિયામાં લોન્ચ કરી હતી. આ એપ પ્રથમવાર 2008માં લોન્ચ થઇ હતી. એપ 6 કરોડથી પણ વધારે સોન્ગ્સની સર્વિસ આપે છે. 93 માર્કેટમાં તેના 32 કરોડ યુઝર્સ છે. કંપનીએ જણાવ્યું કે, છેલ્લા 6 વર્ષ દરમિયાન પૉપ સોન્ગ સાંભળતા લોકોમાં 2000%નો વધારો થયો છે. તેનો સ્ટ્રીમિંગ ટાઈમ 1800 કરોડ મિનિટ સુધી પહોંચી ગયો છે.