સ્પોર્ટિફાયે આર્ટિસ્ટની મદદ માટે COVID-19 મ્યૂઝિક રિલીફ પ્રોજેકટ લોન્ચ કર્યો

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપની મળેલાં ફંડની ચેરિટિ કરશે
  • કંપનીએ મ્યૂઝિકેર અને હેલ્પમ્યૂઝિશિયન નામની નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સાથે પાર્ટનરશિપ કરી

ગેજેટ ડેસ્ક: મ્યૂઝિકલ સ્ટ્રીમિંગ એપ સ્પોર્ટિફાયે મ્યૂઝિક આર્ટિસ્ટની મદદ માટે COVID-19  મ્યૂઝિક રિલીફ પ્રોજેકટ લોન્ચ કર્યો છે. કોરોનાવાઈરસ મહામારીને લીધે ઈકોનોમી સિસ્ટમ ખોરવાઈ જતાં મ્યૂઝિશિયન્સની મદદ કરવા માટે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.
સ્પોર્ટિફાયના 124  મિલિયન પેઇડ સબસ્ક્રાઇબર્સ છે. કંપનીએ મ્યૂઝિકેર અને હેલ્પમ્યૂઝિશિયન નામની નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સાથે પાર્ટનરશિપ કરી છે. કંપની મળેલાં ફંડની ચેરિટિ કરશે.  એપ પર કંપની 1 કરોડ રૂપિયા સુધીનું ડોનેશન સ્વીકારી છે.
કંપની મ્યૂઝિશિયનને મદદ કરવા માટે અલગથી એક પ્લેટફોર્મ આપવાનું પણ વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાવાઈસની અસર તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. તેવામાં કંપની મ્યૂઝિશિયન્સના વહારે આવી છે.

અન્ય સમાચારો પણ છે...