4 મહિના માટે ફ્રી પ્રીમિયમ સબસ્ક્રિપ્શન:Spotify એપે ભારતીય યૂઝર્સને આપી દિવાળી ગિફ્ટ, મફતમાં સાંભળો એડ-ફ્રી અને હાઈ ક્વોલિટી મ્યૂઝિક

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુઝિક લવર્સ માટે સારા સમાચાર! Spotify એ ભારતીય યૂઝર્સ માટે પોતાનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ખુલ્લું મૂક્યું છે. ભારતીય યૂઝર્સ 4 મહિના સુધી એકપણ રુપિયો ખર્ચ કર્યા વગર મફતમાં એડ-ફ્રી અને હાઈ ક્વોલિટી મ્યૂઝિકની મજા માણી શકશે.

Spotifyની લેટેસ્ટ ફ્રી ટ્રાયલ ઓફર ફક્ત ભારતીય ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે. હાલની Spotify પ્રીમિયમ ઓફર ચાર મહિના માટે મફત છે, જે પછી તમારી પાસેથી ₹119 ચાર્જ લેવામાં આવશે. જો કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે, તમે તેને કોઈપણ સમયે રદ કરી શકો છો.

આ ઓફર માત્ર 24 ઓક્ટોબર સુધી જ માન્ય છે. જો તમને Spotifyના પ્રીમિયમ સબસ્ક્રિપ્શનમાં રસ હોય, તો જલ્દી કરો. અહીં તમે કેવી રીતે ઓફરનો લાભ લઈ શકો છો, તે જાણો.

Spotify પ્રીમિયમ મફતમાં કેવી રીતે મેળવશો?
સ્ટેપ-1 : તમારા સ્માર્ટફોનમાં Spotify એપ ઓપન કરો
સ્ટેપ-2 : જમણી તરફ આવેલા પ્રીમિયમ બટન પર ક્લિક કરો.
સ્ટેપ-3 : ત્યારબાદ પ્રીમિયમ ઈન્ડિવિડ્યુઅલ પ્લાન પર ક્લિક કરો.

(નોંધ કરો કે, જો તમે આઈફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તમારે સફારી અથવા ક્રોમ જેવા બ્રાઉઝર્સ દ્વારા આ સ્ટેપ્સને ફોલો કરો, કારણ કે એપલ એપ્લિકેશન યૂઝર્સ પાસેથી ઇન-એપ્લિકેશન ખરીદી માટે વધારાનો ચાર્જ લે છે અને તેથી સ્પોટિફાઇ તમને આઇફોનની અંદર સબસ્ક્રિપ્શન લેવા દેતું નથી.)

સ્ટેપ-4 : હવે, તમારે તમારું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ઉમેરવાની જરૂર છે. તદુપરાંત, તમે તમારી UPI વિગતો પણ ઉમેરી શકો છો અને ચાલુ રાખી શકો છો.

સબસ્ક્રિપ્શન આગામી ચાર મહિના માટે સંપૂર્ણપણે મફત હોવાથી કોઈપણ ચાર્જ વિશે ચિંતા કરવાની જરૂર નથી. સ્પોટિફાઇ કાર્ડ અથવા ચુકવણીની વિગતો માટે પૂછશે તેની ખાતરી કરવા માટે કે તમે ફ્રી ટ્રાયલ પૂરું થયા પછી પણ સેવાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા ઈચ્છો છો અને જો તમે ટ્રાયલ પીરિયડ પૂરો થયા પછી સર્વિસ કેન્સલ નહીં કરો અથવા તો ભૂલી જશો તો ₹119 તમારા ખાતામાંથી ડેબિટ થશે.