તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપોર્ટ:લોન્ચિંગ પહેલાં લીક થયાં વિવો V20 SEનાં સ્પેસિફિકેશન, જાણો ફોન કઈ કિંમત સાથે લોન્ચ થશે

8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મલેશિયામાં વિવો V20 SEની કિંમત આશરે 21,300 રુપિયા
 • ક્રોમા અને રિલાયન્સ ડિજિટલ પર લિસ્ટિંગ દરમિયાન લીક થઈ કિંમત

ભારતમાં વિવો V20 SEની કિંમત લોન્ચિંગ પહેલાં લીક થઈ છે. 2 ઓનલાઈન રિટેલર્સ પર ફોનનું લિસ્ટિંગ થયું છે. ફોનની કિંમત રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા વેબસાઈટ પર લિસ્ટ થઈ છે. જોકે ક્રોમા પર હવે કિંમત જોઈ શકાતી નથી, રિલાયન્સ ડિજિટલ પર હજુ પણ કિંમત જોઈ શકાય છે.

વિવો V20 SEને ગત મહિને મલેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેનાં 2 કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. હવે કંપની તેને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

વિવો V20 SE: કિંમત (સંભવિત)
રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા વેબસાઈટ પર લિસ્ટિંગ અનુસાર, વિવો V20 SEમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 20,990 રૂપિયા છે. આ કિંમત હજુ પણ રિલાયન્લ ડિજિટલ પર જોવા મળી રહી છે. જોકે ક્રોમા સ્ટોરથી હટાવી દેવામાં આવી છે. ફોનનું ગ્રેવિટી બ્લેક કલર વેરિઅન્ટ લિસ્ટ થયું છે.

જોકે તેનું ઓફિશિયલી લોન્ચિંગ ક્યારે થશે તે વાત સ્પષ્ટ થઈ નથી. સપ્ટેમ્બર મહિનામાં મલેશિયામાં લોન્ચ થયેલાં આ ફોનની કિંમત MYR 1,199 (આશરે 21,300 રૂપિયા) છે. તેનાં ગ્રેવિટી બ્લેક અને ઓક્સીજન બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

વિવો V20 SE: સ્પેસિફિકેશન

 • બંને વેબસાઈટના લિસ્ટિંગમાં વિવો V20 SEનાં સ્પેસિફિકેશન મલેશિયામાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ જેવાં જ છે.
 • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ સાથે ફનટચ OS બેઝ્ડ એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
 • તેમાં 20: 9 આસ્પેક્ટ રેશિયો સાથે 6.44 ઈંચની ફુલ HD+ (1080x2400 પિક્સલ) AMOLED ડિસ્પ્લે ધરાવે છે.
 • ફોનમાં 8GBની રેમ સાથે ઓક્ટા કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
 • ફોટોગ્રાફી માટે તેમાં 3 રિઅર અને સિંગલ ફ્રન્ટ કેમેરા છે.
 • રિઅર કેમેરા સેટઅપમાં 48MPનો પ્રાઈમરી સેન્સર, 8MPનું સેકન્ડરી સેન્સર અને બોકેહ ઈફેક્ટ માટે 2MPનો કેમેરા છે.
 • ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે, જે નાના નોચમાં અટેચ છે.
 • ફોનમાં 128GB સ્ટોરેજ મળે છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS/A-GPS, FM રેડિયો અને એક USB ટાઈપ સી પોર્ટ મળે છે.
 • ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઈટ સેન્સર, મેગ્નોમીટર અને પ્રોક્સિમીટર સેન્સર સહિતનાં સેન્સર મળે છે. તેમાં સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ મળે છે.
 • ફોન 4100mAhની બેટરીથી સજ્જ હશે, જે 33W ફ્લેશચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
 • ફોનનું ડાયમેન્શન 161x74.08x7.83mm છે. તેનું વજન 171 ગ્રામ છે.
અન્ય સમાચારો પણ છે...