ટેક ન્યુઝ:લોન્ચ પહેલા જ સામે આવ્યા Redmi Note 12 Pro સિરીઝના સ્પેસિફિકેશન, 120W ફાસ્ટ ચાર્જિંગથી હશે સજ્જ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાઓમીની Redmi Note સિરીઝે હાલ જાન્યુઆરી 2022માં Redmi Note 11 Pro લોન્ચ કર્યો અને માર્ચમાં Redmi Note 11 Pro + 5G લોન્ચિંગ સાથે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ત્યારે હજુ Redmi Note 11 સીરીઝ બજારમાં લોન્ચ થયાના થોડા જ સમયમાં Redmi Note 12 Pro સીરીઝ વિશે પણ અફવાઓ સામે આવવા લાગી છે. હાલમાં જ આ ફોનને TENAA લિસ્ટિંગ 2022માં સ્પોટ કરવામાં આવ્યો છે, જે મુજબ તેને ટૂંક સમયમાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આગામી ફ્લેગશિપને TENAA એ સર્ટિફિકેશન વેબસાઇટ પર મોડેલ નંબર્સ, બેટરીની વિગતો અને ડિસ્પ્લે ફીચર્સ જેવા મુખ્ય સ્પેસિફિકેશન્સ સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો. જ્યારે ચીની સ્માર્ટફોન નિર્માતા કંપનીએ આગામી સીરીઝની લોન્ચ ડેટ પર કોઈ જાણકારી શેર કરી નથી.

Weibo પરના ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશન દ્વારા TENAA લિસ્ટિંગ પરની વિગતો સ્ક્રીનશોટ દ્વારા શેર કરવામાં આવી છે. મોડેલ નંબર 22041216C સાથે સ્પોટ થયેલી Redmi Note સીરીઝમાં બે મોડલનો સમાવેશ થઇ શકે છે. Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro + મોડલ નંબર 22041216UC સાથે લિસ્ટિંગ અનુસાર બંને ઉપકરણોના ડાઈમેન્શન અને ડિસ્પ્લે સાઇઝ સમાન હશે.

Redmi Note 12 Pro સિરીઝના સ્પેસિફિકેશન્સ

  • Redmi Note 12 Pro સીરીઝમાં 6.6 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં ફુલ HD + રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવી છે. આ બંને મોડેલોમાં MIUI 13 સાથે Android 12 OS હોવાની અપેક્ષા છે. બંને મોડેલો માટેની સાઈઝ 163.64 x 74.29 x 8.8 mm માનવામાં આવે છે.
  • ​​​​લિસ્ટેડ Redmi Note 12 Pro મોડલમાં 4,980mAhની બેટરી હોય શકે છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે. તે Redmi Note 11 Pro + 5G જેવું જ હોય શકે છે જેમાં 120W ફાસ્ટ ચાર્જિંગ છે. આ મોડલને બે સ્ટોરેજ વિકલ્પ સાથે બજારમાં લોન્ચ કરી શકાય છે: બેઝ મોડલ 6 GB રેમ + 128 GB ઇનબિલ્ટ સ્ટોરેજ અને 8 GB રેમ + 256 GB ઇનબિલ્ટ સ્ટોરેજ. Redmi Note 12 Pro + મોડેલ પણ આવા જ સ્ટોરેજ કન્ફિગરેશન સાથે આવે તેવી અપેક્ષા છે.
  • આગામી Redmi Note 12 સીરીઝમાં તેની સફળતા કરતા વધુ સારા ફીચર્સ આપવામાં આવશે. જેમાંથી એક ક્વાલકોમની જગ્યાએ મીડિયાટેક પ્રોસેસર હશે. હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે આગામી Redmi Note 12 મોડલ માટે શાઓમી ડાયમેન્શન 1300 અથવા ડાયમેન્શન 8000 SoC માંથી કયાનો ઉપયોગ કરશે.

ક્યારે થશે લોન્ચ ?
TENAA લિસ્ટિંગે આગામી ફ્લેગશિપ વિશેની તમામ વિગતો જાહેર કરી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ફોનને ચીનમાં મે 2022માં લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતમાં Redmi Note 12 સિરીઝ સપ્ટેમ્બર 2022 ની આસપાસ Q3 માં શરૂ થઈ શકે છે.