લીક:ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં 'નોકિયા 2760' ફ્લિપ 4G ફીચર ફોનનાં સ્પેસિફિકેશન લીક થયાં, 5MPનો કેમેરા મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોનમાં 1450mAhની બેટરી મળી શકે છે
  • ઈન્ટર્નલ સ્ટોરેજ એક્સપાન્ડ કરવા માટે ફોનમાં SD કાર્ડ સ્લોટ મળશે

ફિનલેન્ડની કંપની HMD ગ્લોબલ નોકિયાના જૂના સ્માર્ટફોન રી-લોન્ચ કરી રહી છે. અત્યાર સુધી કંપની નોકિયા 6300, નોકિયા 2720 ફ્લિપ, નોકિયા 800 ટફ, નોકિયા 8000 અને નોકિયા 8110 રી-લોન્ચ કરી ચૂકી છે. હવે કંપની 'નોકિયા 2760' ફ્લિપ ફોન રી લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચિંગ પહેલાં જ અપકમિંગ 4G ફીચર ફોનનાં ફીચર્સ લીક થયાં છે.

નોકિયા N139DL મોડેલ નંબરને FCC (ફેડરલ કમ્યુનિકેશન કમિશન) પર સ્પોટ કરવામાં આવ્યો છે. લિસ્ટિંગમાં ફોનની ડિટેલ સામે આવી છે. સાથે જ ફોનની ડિઝાઈન, સ્કેચ અને સ્પેસિફિકેશન લીક થયાં છે.

સ્પેસિફિકેશન

  • લીક રિપોર્ટ પ્રમાણે આ ફીચર ફોનમાં 240x320 પિક્સલની સ્ક્રીન મળી શકે છે. ફોનમાં 1450mAhની બેટરી મળી શકે છે. ફુલ ચાર્જમાં તે 6.8 કલાકનું ટોક ટાઈમ બેકઅપ આપી શકે છે.
  • ફોટોગ્રાફી માટે ફોનમાં 5MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. ઈન્ટર્નલ સ્ટોરેજને એક્સપાન્ડ કરવા માટે ફોનમાં SD કાર્ડ સ્લોટ મળશે.
  • આ ફીચર ફોનમાં કનેક્ટિવિટી માટે 4G, વાઈફાઈ, બ્લુટૂથ, GPS, મલ્ટિમીડિયા મેસેજિંગ, હેન્ડ્સફ્રી સ્પીકર, કલર ડિસ્પલે, MP3 પ્લેયર મળી શકે છે. ફોન KaiOS ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે.

ટૂંક સમયમાં લોન્ચ થશે
કંપનીએ ફોનનાં ઓફિશિયલ લોન્ચિંગ વિશે હજુ સસ્પેન્સ રાખ્યું છે. ફોન FCC પર લિસ્ટ થચાં ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે ફોનની ઈન્ટર્નલ અને એક્સટર્નલ ડિસ્પ્લે અલગ અલગ હોઈ શકે છે.