તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીક:આસુસ ઝેનફોન 8નાં લોન્ચિંગ પહેલાં જ સ્પેસિફિકેશન લીક થયાં, 64MPનો કેમેરા અને 5.9 ઈંચની ડિસ્પ્લે મળશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આસુસ ઝેનફોન8માં 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે
 • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે

આસુસ કંપની 12મેએ તેની ઝેનફોન 8 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. આ સિરીઝમાં ઝેનફોન 8 અને ઝેનફોન 8 ફ્લિપ ફોન લોન્ચ થશે. બંને સ્માર્ટફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ હોઈ શકે છે. લોન્ચિંગ પહેલાં જ ફોનનાં સ્પેસિફિકેશન લીક થયાં છે. ટેક ટિપ્સ્ટર મુકુલ શર્માએ ટ્વીટ કરી આસુસ ઝેનફોન 8નાં સ્પેસિફિકેશન લીક કર્યાં છે.

 • તેનાં ટ્વીટ પ્રમાણે ફોનમાં 5.9 ઈંચની ફુલ HD+ સેમસંગ E4 AMOLED ડિસ્પ્લે મળશે. ફોનની ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz હશે. અર્થાત ફોનની ડિસ્પ્લેને 1 સેકન્ડમાં 120 વખત રિફ્રેશ કરી શકાશે.
 • ફોનમાં 64MP (પ્રાઈમરી સેન્સર) + 12MP (વાઈડ એંગલ લેન્સ) + મેક્રો લેન્સનું રિઅર કેમેરા સેટઅપ મળશે.
 • સિક્યોરટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટની સુવિધા મળશે.
 • ફોનનું 16GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે.
 • ઝેનફોન 8માં 4000mAhની બેટરી હશે. તે 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ, બ્લુટૂથ, 3.5mm ઓડિયો જેક અને ટાઈપ સી USB પોર્ટ સહિતના ઓપ્શન મળે છે.

ઝેનફોન 8 સાથે કંપની ઝેનફોન 8 ફ્લિપ સ્માર્ટફોન પણ લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં આ ફોન પણ તેનાં રિઅર કેમેરા સેટઅપને કારણે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

આસુસ ઝેનફોન 8 ફ્લિપ

 • લીક રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં વીડિયો અને ફોટોની શાનદાર ક્વોલિટી મળશે. તેમાં 6.67 ઈંચની ફુલ HD AMOLED ડિસ્પ્લે મળશે. તેનો રિફ્રેશ રેટ 90Hz હશે.
 • ફોનમાં 5,000mAhની બેટરી મળશે, જે 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. તેનાથી 10 મિનિટમાં ફુલ બેટરી ચાર્જ થઈ જશે.
 • આસુસ ઝેનફોન 8માં ફ્લિપ કેમેરા રેક્ટેંગ્યુલર છે. તેને ફોનની બેક સાઈડ ઈન્સ્ટોલ કરવામાં આવ્યો છે. રિઅર કેમેરા સેટઅપમાં 64MPનો પ્રાઈમરી કેમેરા, 8MPનો ટેલિફોટો લેન્સ અને 12MPનો મેક્રો લેન્સ મળે છે. મેન કેમેરા પિક્ચર ક્વોલિટી વધારશે, જ્યારે ટેલિફોટો દૂરનો ફોટો સ્પષ્ટ બતાડશે જ્યારે મેક્રો નજદીકથી સ્પષ્ટ ફોટો કેપ્ચર કરશે.
 • ફોનમાં 8GB સુધીની રેમ મળશે. તેમાં 256GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. તેમાં તમે 30+ મૂવી, ઓનલાઈ ક્લાસના વીડિયો, 5 હજારથી વધારે ફોટોઝ સ્ટોર કરી શકશો. SD કાર્ડની મદદથી ફોનનાં સ્ટોરેજને 2TB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
 • ફોનમાં 2 માઈક્રો સિમ સ્લોટ મળી શકે છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ અને બ્લુટૂથ 5.2 છે. તેનાથી હેડફોન અને સ્પીકર કનેક્ટ કરી શકાય છે. સાથે જ તેમાં 3.5mmનો ઓડિયો જેક અને એક ટાઈપ સી USB પોર્ટ મળશે.