સ્પેસએક્સનું નવું મિશન:ઈલોન મસ્કની કંપની આવતાં વર્ષે 'Doge-1 મિશન ટુ ધ મૂન' લોન્ચ કરશે, ક્રિપ્ટોકરન્સી ડોગકોઈન પેમેન્ટ તરીકે લેશે

7 મહિનો પહેલા
  • ડોગકોઈન ચોથી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે
  • તેની શરૂઆત 2013માં IBMના 2 સોફ્ટવેર એન્જિનિયર બિલી માર્ક્સ અને જેક્સન પામરે કરી હતી

ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં 'Doge-1 મિશન ટુ ધ મૂન' લોન્ચ કરશે. તેમાં ઈલોન મસ્કની કમર્શિયલ રોકેટ કંપની મેમ દ્વારા પ્રેરિત ક્રિપ્ટોકરન્સી ડોગકોઈનને પેમેન્ટ કરીકે એક્સેપ્ટ કરવામાં આવશે. સ્પેસએક્સ એક એરોસ્પેસ કંપની છે. મસ્કે તેની સ્થાપના વર્ષ 2002માં કરી હતી.

મસ્કે સોશિયલ મીડિયા પર લખ્યું કે, સ્પેસએક્સ આવતાં વર્ષે 'Doge-1 મિશન ટુ ધ મૂન' લોન્ચ કરશે. આ સાથે જ તેણે એક વીડિયો લિંક પણ શેર કરી છે.

ચોથી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે ડોગકોઈન
બિટકોઈન, ઈથીરિયમ, બાઈનેંસ કોઈનની જેમ ડોગકોઈન પણ એક ક્રિપ્ટોકરન્સી છે. તેની શરૂઆત 2013માં IBMના 2 સોફ્ટવેર એન્જિનિયર બિલી માર્ક્સ અને જેક્સન પામરે કરી હતી. હાલ ડોગકોઈન દુનિયાની ચૌથી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બની છે. ડોગકોઈનના ગ્રોથ પાછળ પણ ઈલોનનો હાથ છે.

ડોગકોઈન-ફંડેડ મિશનની જાહેરાત
જિયોમેટ્રિક એનર્જી કોર્પોરેશને ડોગકોઈન ફંડેડ મિશનની જાહેરાત કરી હતી. સાથે જ સંસ્થાએ કહ્યું હતું કે તે મિશનની ફાઈનાન્શિયલ વેલ્યૂનો ખુલાસો નહિ કરે. આ વિશે સ્પેસએક્સ કમર્શિયલ સેલ્સના વાઈસ પ્રેસિડન્ટ ટોમ ઓચિનેરોએ કહ્યું હતું કે, આ મિશન પૃથ્વીની કક્ષાથી ઉપર ક્રિપ્ટોક્યુરેન્સીના અનુપ્રયોગને પ્રદર્શિત કરશે અને ઈન્ટરપ્લેનેટરી કોમર્સનો પાયો નાંખશે.

ઈલોન મસ્કના એક નિવેદન પછી ડોગકોઈનના ભાવ જબરદસ્ત ગગળ્યા હતા. તેના નિવેદનના 24 કલાકમાં ડોગકોઈનમાં 36%નો ઘટાડો આવ્યો હતો. ડોગકોઈન 0.73 ડોલરના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો, પરંતુ 24 કલાકમાં 36%ના ઘટાડા સાથે 0.46 ડોલર પર આવ્યો હતો.