દક્ષિણ કોરિયાના સોફ્ટવેર એન્જિનિયર જુંગ-કી-યાંગ માટે માઇક્રોસોફ્ટ કોર્પના તેના ઈન્ટરનેટ એક્સપ્લોરરર વેબ બ્રાઉઝરને નિવૃત્ત કરવાના નિર્ણયથી આ ટેકનોલોજી સાથેના 25 વર્ષ કરતાં પણ વધુ સમય માટે રહેલાં આ પ્રેમ-નફરતના સંબંધનો અંત આવ્યો હતો. તેના અવસાનની યાદમાં તેમણે એક મહિનો અને 4,30,000 વોન ($330) એક્સપ્લોરરના ‘ઈ’ લોગો અને અંગ્રેજી એપિટાફ સાથેના હેડસ્ટોનની ડિઝાઇન અને ઓર્ડર કરવામાં ગાળ્યા. તે અન્ય બ્રાઉઝર્સ ડાઉનલોડ કરવા માટેનું એક સારું સાધન હતું.
દક્ષિણ કોરિયાના શહેર ગ્યાઓંગજુમાં તેના ભાઈ દ્વારા સંચાલિત એક કાફેમાં આ સ્મારક પ્રદર્શિત થયા બાદ કબરના પથ્થરનો એક ફોટો વાયરલ થયો હતો. માઇક્રોસોફ્ટે તેના ઝડપી બ્રાઉઝર માઇક્રોસોફ્ટ એજ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 27 વર્ષના સફર બાદ ઇન્ટરનેટ એક્સપ્લોરરને અલવિદા કહ્યું. જુંગ-કી-યાંગે જણાવ્યું હતું કે, આ સ્મારક જૂના સોફ્ટવેર પ્રત્યેની તેમની મિશ્ર લાગણીઓ દર્શાવે છે કે, જેણે તેમના કાર્યકારી જીવનમાં આટલો મોટો ભાગ ભજવ્યો હતો. તેણે રોઇટર્સને જણાવ્યું હતું કે, તેમાં થોડી ખામીઓ હતી, પરંતુ હું તેને પ્રેમ-નફરતનો સંબંધ કહીશ કારણ કે એક્સપ્લોરર પોતે જ એક યુગમાં પ્રભુત્વ ધરાવતું હતું.
તેમણે જણાવ્યું હતું કે, વર્ષો સુધી દક્ષિણ કોરિયાની સરકારી કચેરીઓ અને ઘણી બેંકોમાં આ બ્રાઉઝર ‘ડિફોલ્ટ બ્રાઉઝર’ રહ્યું. વર્ષ 1995માં લોન્ચ થયેલું એક્સપ્લોરર એક દાયકા કરતાં પણ વધુ સમય માટે વિશ્વનું અગ્રણી બ્રાઉઝર બની ગયું હતું, કારણ કે તે માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે જોડાયેલું હતું, જે અબજો કમ્પ્યુટર્સમાં પ્રી-ઇન્સ્ટોલ થયું હતું, પરંતુ 2000ના દશકના અંતભાગમાં તે ગૂગલ (Google) ના ક્રોમ સામે નબળું પડવા લાગ્યું અને અસંખ્ય ઈન્ટરનેટ મેમ્સનો વિષય બન્યો, કેટલાક ડેવલપર્સે સૂચવ્યું કે તે તેના હરીફોની તુલનામાં સુસ્ત છે.
જુંગે કહ્યું હતું કે, તેનો ઇરાદો લોકોને કબરના પત્થરથી હસાવવાનો હતો, પરંતુ તે હજી પણ આશ્ચર્યચકિત છે કે આ મજાક ઓનલાઇન કેટલી આગળ વધી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે,‘મારા માટે એક્સપ્લોરરનો આભાર માનવાનું તે બીજું કારણ છે, તેણે હવે મને વિશ્વ-કક્ષાની મજાક કરવાની મંજૂરી આપી છે. મને અફસોસ છે કે તે ચાલ્યું ગયું છે, પરંતુ તેને ભૂલીશ નહીં. મારા માટે તેની નિવૃત્તિ એ એક સારું મૃત્યુ છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.