પાવરફુલ વાયરલેસ હેડફોન:સાઉન્ડકોર લાઈફ Q20થી નોનસ્ટોપ 60 કલાક સુધી મ્યૂઝિક સાંભળી શકાશે, એક બટનથી બૂસ્ટ થશે સાઉન્ડ ક્વોલિટી

2 વર્ષ પહેલા
  • 5 મિનિટના ચાર્જિંગમાં 5 કલાક સુધી મ્યૂઝિક સાંભળી શકાશે
  • તેનો ઉપયોગ વાયર્ડ હેડફોનની જેમ પણ કરી શકાશે

ચાઈનીઝ કંપની એન્કરની સબ બ્રાન્ડ સાઉન્ડકોરે ભારતીય માર્કેટમાં નવા વાયરલેસ હેડફોન લાઈફ Q20 લોન્ચ કર્યા છે. આ હેડફોન હાઈબ્રિડ એક્ટિવ નોઈઝ કેન્સલેશન સાથે આવે છે. અર્થાત તમે જ્યારે ઈચ્છો ત્યારે બહારનો અવાજ સાંભળી શકશો. તેમાં હાઈ રિસ ઓડિયો સપોર્ટ અને 40mmના ડાયનેમિક ડ્રાઈવર મળે છે, જેનાથી મ્યૂઝિકનો શાનદાર એક્સપિરિઅન્સ મળશે.

તેમાં યુનિક બાસઅપ મોડ આપવામાં આવ્યો છે, જે સાઉન્ડ ક્વોલિટીને અનેક ગણી બૂસ્ટ કરે છે. કંપની આ વખતે 18 મહિનાની વોરન્ટી પણ આપી રહી છે. ખાસ વાત એ છે કે તેનાથી 60 કલાક નોનસ્ટોપ મ્યૂઝિકની મજા માણી શકાય છે.

સાઉન્ડકોર લાઈફ Q20ની કિંમત
આ વાયરલેસ હેડફોનની કિંમત 9,999 રૂપિયા છે. તેનું સિંગલ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. ફ્લિપકાર્ટ પરથી તેની ખરીદી કરી શકાશે. કેટલીક બેંકના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5%નું કેશબેક પણ મળશે. 1111 રૂપિયાની નો કોસ્ટ EMIથી પણ તેની ખરીદી કરી શકાશે. સાથે જ 1000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

સાઉન્ડકોર લાઈફ Q20નાં ફીચર્સ

  • આ હેડફોનમાં હાઈબ્રિડ ANC સપોર્ટ મળે છે. તેમાં 4 સેન્સેટિવ ANC માઈક્રોફોન આપવામાં આવ્યા છે. તે બહારના અવાજને 90% ઓછો કરે છે. તેમાં એડ્જસ્ટેબલ હેડબેન્ડ સાથે ફોલ્ડેબલ ઈયરકપ્સ પણ આપવામાં આવ્યા છે. તેને 90 ડિગ્રી સુધી ફોલ્ડ કરી શકાય છે.
  • હેડફોનમાં 40mmના ડાયનેમિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે, જેનાથી સાઉન્ડ ક્વોલિટી શાનદાર મળે છે. કંપનીએ તેમાં બાસઅપ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. કંપનીનો દાવો છે કે તેનાથી કોઈ પણ સોન્ગના બાસને 100% સુધી બૂસ્ટ કરી શકાય છે. તેના માટે એક અલગ બટન આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે ANC મોડ સાથે 30 કલાક અને સ્ટાન્ડર્ડ મોડ સાથે 60 કલાક સુધી નોનસ્ટોપ મ્યૂઝિક સાંભળી શકાશે.
  • સાઉન્ડકોરનો દાવો છે કે, લાઈફ Q20 હેડફોન ક્વિક ચાર્જિંગ સપોર્ટ કરે છે. 5 મિનિટના ચાર્જિંગથી 5 કલાક મ્યૂઝિક સાંભળી શકાશે. તેમાં બ્લુટૂથ 5.0ની એડવાન્સ કનેક્ટિવિટી આપવામાં આવી છે. હેડફોન સાથે 3.5mmનો ઓક્સ કેબલ પણ મળે છે. અર્થાત તેનો ઉપયોગ વાયર્ડ હેડફોનની જેમ પણ કરી શકાશે.