યુટ્યુબર તેલંગ સાથે Tech Talk:ઘરે જ થિયેટર જેવા સાઉન્ડની મજા માણવી હોય તો આ 3 સાઉન્ડબાર તમારા માટે એકદમ બેસ્ટ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વખતે કોરોનાટાઈમમાં થિયેટર તો ખબર નહીં ક્યારે ખુલશે! મોટાભાગની મૂવીઝ ઘરે બેસીને જ જોવાનો વારો આવી ગયો છે. હા એ વાત અલગ છે કે, મૂવી જોવાની અસલી મજા તો થિયેટરના ઓડિયોમાં જ આવે. તો હવે ઘરે બેઠા જ થિયેટરની ફીલ કેવી રીતે લેશો? ચાલો આજે જાણીએ અમુક જોરદાર સાઉન્ડબાર વિશે, આ તમને ઘરમાં જ થિયેટરનો અનુભવ કરાવશે.

1. Sony HT Z9F
કિંમત: આશરે 79, 990 રૂપિયા

સોની HT-Z9Fમાં તમને ડોલ્બી-એટમ્સનો સપોર્ટ મળે છે. તેનાથી હાઈ-રેઝોલ્યુશન સાઉન્ડ એક્સપીરિયન્સ મળે છે. સોની HT-Z9Fમાં ઈન-બિલ્ટ ક્રોમકાસ્ટ આપ્યું છે. તેનાથી તમે ફોનથી ડાયરેક્ટ કનેક્ટ કરી શકશો. સાથે જ 4K કૉમ્પિટેબલ પણ છે. ઘરમાં જ થિયેટરની મજા મળશે. આમાં મૂવીઝ, મ્યુઝિક, ગેમિંગ, ન્યૂઝ અને સ્પોર્ટ્સ જેવા અલગ-અલગ સાઉન્ડ મોડ્સ આપ્યા છે. બે સ્લીક ડિઝાઇન સ્પીકર્સ એક વાયરલેસ સબવૂફર ધરાવે છે અને તે બેસ્ટ હાઈ-ક્વોલિટી ઓડિયો આઉટપુટ આપે છે.

2. JBL Bar 9.1
કિંમત: આશરે 86,999 રૂપિયા

જો તમને ફુલ ઓન સિનેમેટિકે ઓડિયો જોઈતો હોય તો JBL Bar 9.1 એકદમ બેસ્ટ છે. 820Wના જોરદાર ઓડિયોવાળા આ સાઉન્ડબારમાં ઈન-બિલ્ટ ડોલ્બી એટમ્સ આપ્યા છે. આ 3D ઓડિયો એક્સપીરિયન્સ આપે છે. તેની સાથે 10 ઇંચનું સબવૂફર મળશે. તેમાં બે ડિટેચલ સ્પીકર્સ પણ મળી જશે. આ સ્પીકર્સનો ફાયદો એ છે છે કે તેને રૂમના અલગ-અલગ ખૂણામાં રાખીને ફુલ સિનેમેટિક ઓડિયો એક્સપીરિયન્સ માણી શકાય છે.

3. Zebronics ZEB-Juke BAR 9800DWS
કિંમત: આશરે 20,971 રૂપિયા​​​​​​​​​​​​​​

​​​​​​​જો બજેટ થોડું ઓછું હોય અને સારી સાઉન્ડ ક્વોલિટી જોઈતી હોય તો Zeb-juke એકદમ બેસ્ટ ઓપ્શન છે. આ ઇન્ડિયન બ્રાન્ડમાં 450Wનો જોરદાર ઓડિયો આઉટપુટ આપ્યો છે. તેમાં 4 ફ્રન્ટ ફાયરિંગ સ્પીકર અને 2 ટોપ ફાયરિંગ સ્પીકર્સ આપ્યા છે. સ્પીકરમાં ડોલ્બી-એટમ્સ સપોર્ટ મળે છે. ઘરમાં થિયેટરનો અનુભવ મળશે તે વાત પાક્કી છે. આ સાઉન્ડબારને તમે BT, AUX, HDMI, USBની મદદથી તમે ફોન કે ટીવી સાથે કનેક્ટ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...