તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોશિયલ મીડિયા પર ટ્રાન્સપરન્સી લાવવા માટે ASCI (એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)એ ડિજિટલ પ્લેટફોર્મ પર ‘ઈન્ફ્લુએન્સર્સ એડવર્ટાઈઝિંગ’માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ASCIએ રિપોર્ટમાં કહ્યું છે કે, ઈન્ફ્લુએન્સર્સ એડવર્ટાઈઝિંગ આજકાલ વધી ગયું છે. ઈન્ફ્લુએન્સર પોસ્ટનો પ્રચાર વધી રહ્યો છે તેવામાં ઘણી વાર તેની ઓળખ કરવી મુશ્કેલ બને છે. નવી ગાઈડલાઈન્સ પ્રમાણે, હવે તમામ ઈન્ફ્લુએન્સર્સે એ જણાવવું પડશે કે ક્રિએટિવ પોસ્ટ, વીડિયો અનવા ટેક્સ્ટ જાહેરાત છે કે નહિ. આ સિવાય જો પ્રોડક્ટ પ્લેસમેન્ટ હોય તો તેની પણ સ્પષ્ટતા કરવી પડશે.
આ નિયમ યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે લાગુ છે. તમામ પ્રકારના પેઈડ કન્ટેન્ટ, ઓનલાઈન જાહેરાતોને સ્પષ્ટ રીતે હાઈલાઈટ કરવી પડશે, જેથી લોકો સમજી શકે કે તેમનું કન્ટેન્ટ સ્પોન્સર્ડ છે. ASCIએ કહ્યું કે ઈન્ફ્લુએન્સર્સે ફાસ્ટેસ્ટ સ્પીડ, બેસ્ટ ઈન ક્લાસ, બેસ્ટ જેવાં શબ્દોનો પ્રયોગ કરવાથી બચવું જોઈએ. અથવા આ પ્રકારની એડ સાથે બ્રાન્ડના માલિકનું ક્લેરિફિકેશન હોવું જોઈએ, જેમાં દાવાઓની પુષ્ટિ થતી હોય.
31 માર્ચ સુધીમાં ફાઈનલ ગાઈડલાઈન જાહેર થશે
ડિજિટલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર એડવર્ટાઈઝિંગ માટે ગાઈડલાઈન જાહેર કરતાં પહેલાં તમામ સ્ટેકહોલ્ડર્સ અને ડિજિટલ ઈન્ફ્લુએન્સર્સથી 8 માર્ચ, 2021 સુધી ફીડબેક લેવામાં આવશે. ત્યારબાદ ફીડબેક અને ઈનપુટના આધારે સંસ્થા 31 માર્ચ સુધીમાં ફાઈનલ ગાઈડલાઈન જાહેર કરશે. ગાઈડલાઈન્સ જાહેર થતાં જ 15 એપ્રિલ બાદ તેના નિયમો તમામ પ્રમોશનલ પોસ્ટ પર લાગુ થશે.
વીડિયો માટેની ગાઈડલાઈન સ્પષ્ટ કરે છે કે ડિસ્ક્લોઝર લેબલને વીડિયોમાં એ રીતે લગાવવાનું રહેશે કે તે સરળતાથી લોકોની નજરે ચડે. 15 સેકન્ડ અથવા તેનાથી ઓછી ટાઈમ લિમિટના વીડિયો ડિસ્ક્લોઝર લેબલને મિનિમમ 2 સેકન્ડ સુધી રાખવું પડશે. ડિસ્ક્લોઝર લેબલની લંબાઈ એક તૃતયાંશ હોવી જોઈએ. અને સમયાંતરે તેને દર્શાવવાનો રહેશે.
ASCIએ અલગ અલગ પ્લેટફોર્મ માટે ઈન્ફ્લુએન્સર્સની ગાઈડલાઈન જાહેર કરી
ભારતીય ઈન્ફ્લુએન્સર્સ માર્કેટ 543 કરોડ રૂપિયાથી વધુ
ડિજિટલ માર્કેટિંગ એજન્સી એડલિફ્ટનું અનુમાન છે કે ભારતીય ઈન્ફ્લુએન્સર્સની માર્કેટ સાઈઝ વાર્ષિક 543-1087 કરોડ રૂપિયાની વચ્ચે છે. દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ સતત વધી રહ્યો હોવાથી આ આંકડો વધવાની આશંકા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.