સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સરકારનું માન રાખ્યું:અપોઈન્ટ કરેલા ગ્રીવન્સ ઓફિસરે યુઝરના કહેવા પર સોશિયલ પ્લેટફોર્મ્સ પરનું આપત્તિજનક કન્ટેન્ટ દૂર કરવું પડશે, આ રીતે તમે પણ ફરિયાદ કરી શકો છો

એક વર્ષ પહેલા
  • નવા IT નિયમ પ્રમાણે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ગ્રીવન્સ ઓફિસરની નિયુક્તિ કરવી ફરજિયાત છે
  • કોઈ યુઝર ફરિયાદ કરે છે તો અધિકારીએ 24 કલાકની અંદર ફરિયાદ મળ્યા હોવાની પુષ્ટિ કરવાની રહેશે
  • ફરિયાદ મળ્યાના 15 દિવસની અંદર તેનું સમાધાન કરવાનું રહેશે

દેશમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવા સાયબર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT)નિયમ લાગુ થઈ ગયા છે. હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્સે ગ્રીવન્સ ઓફિસર રાખવો જરૂરી છે. વ્હોટ્સએપ અને ટ્વિટરે ગ્રીવેન્સ ઓફિસરનું જોઈનિંગ કર્યું છે. નવા નિયમો અનુસાર, જે સોશિયલ પ્લેટફોર્મ પર 50 લાખથી વધારે યુઝર્સ છે તેમણે ફરિયાદ અધિકારી, એક નોડલ ઓફિસર અને એક મુખ્ય અનુપાલન ઓફિસર અપોઈન્ટ કરવા પડશે. આ તમામ લોકો ભારતમાં રહેનારા હોવા જોઈએ.

સૂચના પ્રોદ્યૌગિકી અધિનિયમ 2000 હેઠળ યુઝર્સની ફરિયાદોના સમાધાન માટે એક અધિકારી નિયુક્ત કરવો જરૂરી છે. તેને ગ્રીવન્સ ઓફિસર કહેવાય છે. ફ્લિપકાર્ટ, ફેસબુક, ગો એર, HDFC બેંક, પેટીએમ, જિયો મોબાઈલ જેવી કંપનીઓએ પહેલાંથી ગ્રીવન્સ ઓફિસર અપોઈન્ટ કર્યા છે.

ભારતમાં કઈ-કઈ કંપનીઓએ ગ્રીવેન્સ ઓફિસર નિયુક્ત કર્યા છે તેની માહિતી grievanceofficer.com વેબસાઈટ પરથી મેળવી શકાય છે. અહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ઈ કોમર્સ પ્લેટફોર્મ, એરલાઈન્સ કંપની, બેંક, ટેલિકોમ સાથે અન્ય કંપનીઓના ગ્રીવેન્સ ઓફિસરનું લિસ્ટ આપવામાં આવ્યું છે.

ગ્રીવન્સ ઓફિસરથી યુઝર્સને શું ફાયદો શું થશે?

નવા IT નિયમો પ્રમાણે, કંપનીઓએ ગ્રીવન્સ ઓફિસરની તમામ ડિટેલ અને તેમનાથી સંપર્ક કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. અર્થાત ઓફિસરનો કોન્ટેક્ટ નંબર અને ફરિયાદ કરવાની પ્રોસેસ જણાવવાની રહેશે. જ્યારે કોઈ યુઝર ફરિયાદ કરે છે તો અધિકારીએ 24 કલાકની અંદર ફરિયાદ મળ્યા હોવાની પુષ્ટિ કરવાની રહેશે. ફરિયાદ મળ્યાના 15 દિવસની અંદર તેનું સમાધાન કરવાનું રહેશે. જો કોઈ કન્ટેન્ટ પર યુઝર વાંધો ઉઠાવે છે તો તેને 36 કલાકની અંદર જ દૂર કરવું પડશે. પોર્નોગ્રાફી અને ન્યુડિટીવાળા કન્ટેન્ટ 24 કલાકની અંદર ડિલીટ કરવાના રહેશે.

ટેક ગુરુના નામથી ફેમસ ટેક એક્સપર્ટ અભિષેક તેલંગ કહે છે કે, 'સોશિયલ મીડિયા પર સૌથી વધારે ફેક ન્યૂઝ ચાલે છે. વાઈરલ થતા સમાચારો પર લોકો વિશ્વાસ કરી બેસે છે. કેટલાક વાઈરલ ન્યૂઝ સાંપ્રદાયિક હિંસાનું કારણ બને છે. તો કેટલાક સમાચારોથી લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. તેવામાં ગ્રીવન્સ ઓફિસરની નિયુક્તિથી આવા સમાચારો પર લગામ લાગી શકે છે. તેના માટે યુઝર્સ જાગૃત હોય તે જરૂરી છે. હવે યુઝર્સે ફેક ન્યૂઝ પર ફરિયાદ કરવી જ જોઈએ.'

આ રીતે ફરિયાદ કરી શકાશે
1. વ્હોટ્સએપ પર ફરિયાદ કરવાની પ્રોસેસ

વ્હોટ્સએપના બ્લોગ પ્રમાણે, ભારતીય યુઝર્સ વ્હોટ્સએપની શરતો, પેમેન્ટ અને અન્ય સવાલો માટે કંપનીના ગ્રીવન્સ અધિકારીને ફરિયાદ કરી શકે છે. તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો...

Settings > Help > Contact Us Settings > Payments > Help Settings > Payments > Payments History > Transaction Details > Help,અથવા payment message > Transaction Details, અથવા 1800-212-8552 નંબર પર કોલ કરો. (7:00AMથી 8:00PM સુધી)

તમે પોસ્ટનાં માધ્યમથી પણ ગ્રીવેન્સ ઓફિસર સુધી પોતાની ફરિયાદ પહોંચાડી શકો છો. તેનું એડ્રેસ આ પ્રમાણે છે:

પરેશ બી લાલ વ્હોટ્સએપ (ગ્રીવન્સ અધિકારી) પોસ્ટ બોક્સ નંબર-56 રોડ નંબર-1, બંજારા હિલ્સ હૈદરાબાદ-500 034 તેલંગાણા, ભારત

2. ટ્વિટર પર ફરિયાદ કરવાની પ્રોસેસ
જો તમને ટ્વિટરની કોઈ પોસ્ટ કે કન્ટેન્ટ અંગે આપત્તિ હોય અથવા તમે તે પોસ્ટ ડિલીટ થાય તેવું ઈચ્છો છો તો આ રીતે ફરિયાદ કરો...

તમે legalrequests.twitter.com/forms/landing_disclaimer પર જઈને તમારું નામ અને ઈમેલ એડ્રેસ સબમિટ કરો. અહીં તમારી ફરિયાદ રજિસ્ટર કરાવો. અથવા grievance-officer-in@twitter.com પર મેલ કરો. આ સિવાય તમે પોસ્ટ કરીને પણ ગ્રીવન્સ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી શકો છો. તેનું એડ્રેસ આ પ્રમાણે છે:

ધર્મેન્દ્ર ચતુર 4th ફ્લોર, ધ એસ્ટેટ 121, ડિફેન્સ રોડ બેંગલોર-560 042 કર્ણાટક, ભારત

3. ફેસબુક પર ફરિયાદ કરવાની પ્રોસેસ
તમે www.facebook.com/help/contact/278770247037228?helpref=faq_content પર જઈ તમારા સવાલો સિલેક્ટ કરી ફરિયાદ નોંધાવી શકો છો. સાથે જ FBGOIndia@fb.com પર મેલ કરી શકો છો. આ સિવાય યુઝર પોસ્ટનાં માધ્યમથી ભારત અને અમેરિકામાં પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ કરવાનું એડ્રેસ આ પ્રમાણે છે:

સ્પૂર્તિ પ્રિયા 216 ઓખલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, પેજ-3 નવી દિલ્હી- 110020

અથવા જુલી ડુવેલ ફેસબુક ઈન્ક (ગ્રીવન્સ ઓફિસર) 1 હૈકર વે, મેનલો પાર્ક, સીએ 94025, USA ઈમેલ: svc-GO-India@fb.com

4. ગૂગલ પર આ રીતે ફરિયાદ કરો
ગૂગલ ઈન્ડિયાના ઓફિશિયલ પેજ પ્રમાણે, કન્ટેન્ટ દૂર કરવા, ગૂગલ પે અથવા અન્ય સર્વિસ માટે અલગ અલગ રીતે સપંર્ક કરવાનો હોય છે. જો તમે કોઈ પ્રોડક્ટ અંગે ફરિયાદ કરવા માગો છો તો support.google.com/legal/troubleshooter/1114905 પેજ વિઝિટ કરો.
જો તમે યુટ્યુબ સંબંધિત ફરિયાદ કરવા માગો છો તો support.google.com/youtube/answer/10728153 પેજ વિઝિટ કરો.
ગૂગલ પે સંબંધિત ફરિયાદ માટે support.google.com/pay/india/answer/10084701 આ લિંક પર ક્લિક કરો. અથવા તમે 1800-419-0157 નંબર પર ફોન કરી ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે ગૂગલને નોટિસ આપવા માગો છો તો આ એડ્રેસ પર પોસ્ટ કરો:

જોએ ગ્રીએર, (ગ્રીવન્સ ઓફિસર) ગૂગલ LLC 1600 એમ્ફિથિયેટર પાર્કવે, માઉન્ટેન વ્યૂ સીએ 94043, USA ઈમેલ: support-in@google.com

અન્ય સમાચારો પણ છે...