તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિટનેસ ટ્રેકર:5 સ્માર્ટવોચ જે તમારું ઓક્સિજન લેવલ જણાવશે, BP અને હાર્ટ રેટ પણ મોનિટર કરશે; જાણો ડિટેલ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિયલમી વોચ Sમાં ઓક્સિજન લેવલ, હાર્ટ રેટ, બ્લડ પ્રેશર જેવાં હેલ્થ ફીચર મળે છે
  • અમેઝફિટ બિપ U વોચ હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, બ્લડ ઓક્સિજન લેવલ મોનિટરિંગ કરે છે

કોરોના વાઈરસથી બચવા માટે ઘરે રહીને જ ઈમ્યુનિટી વધારવી જરૂરી છે. સાથે જ બ્લડ પ્રેશર અને ઓક્સિજન સેચ્યુરેશન અને હાર્ટ રેટ સામાન્ય રહે તે પણ જરૂરી છે. તેના ચેકઅપ માટે અલગ અલગ મશીન્સ અવેલેબલ છે. જોકે આ તમામ કામ સ્માર્ટવોચની મદદથી પણ કરી શકાય છે. સ્માર્ટવોચમાં અનેક હેલ્થ ફીચર મળે છે. અમે તમને આવી જ કેટલીક વોચ વિશે જણાવી રહ્યા છીએ. તેની કિંમત 5000 રૂપિયા કરતાં પણ ઓછી છે.

બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ અને હાર્ટ રેટ કેટલું હોવું જોઈએ
અત્યારની મેડિકલ સ્થિતિમાં એ માલુમ હોવું જરૂરી છે ઓક્સિજન લેવલ, હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરની નોર્મલ કન્ડિશન કોને કહેવાય. તેથી સામાન્ય કરતાં વિપરિત પરિસ્થિતિ હોય તો તમે ડૉક્ટરનો સંપર્ક કરી શકો. આ વોચ નોર્મલ કન્ડિશન કરતાં ઓછાં અને વધારે લેવલ પર યુઝર્સને અલર્ટ કરે છે.

  • બ્લડ પ્રેશર: 120/80 સામાન્ય, 130/85 સામાન્ય (કન્ટ્રોલ), 140/90 થોડું વધારે, 150/95 વધારે
  • ઓક્સિજન લેવલ: 94 નોર્મલ, 95થી 100 ઘણુ સારું, 90થી 93 થોડું ઓછું, 80થી 89 ઘણુ ઓછું
  • હાર્ટ રેટ: 72 પ્રતિ મિનિટ ઘણો સારો, 60થી 80 પ્રતિ મિનિટ ઓછો, 90થી 120 પ્રતિ મિનિટ વધારે

હવે જાણો તમારી હેલ્થનું ધ્યાન રાખતી સ્માર્ટવોચ વિશે

1. ઈનબેઝ અર્બન પ્રો (Inbase Urban Pro)
કિંમત: 3499 રૂપિયા

આ વોચમાં ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળે છે. તે હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, બ્લડ ઓક્જિન, સ્ટેપ કાઉન્ટ, કેલરીઝ કાઉન્ટ વિશે માહિતી આપે છે. તેમાં પાણી પીવા માટેનું રિમાઈન્ડર પણ મળે છે. વોચ તમામ પ્રકારની એપ્સનાં નોટિફિકેશન સપોર્ટ કરે છે. સાથે જ તે કોલ અલર્ટ સપોર્ટ કરે છે. વોચથી મ્યુઝિક અને કેમેરા કન્ટ્રોલ કરી શકાય છે.

2. અમેઝફિટ બિપ U (Amazfit Bip U)
કિંમત: 3599 રૂપિયા

આ વોચમાં 1.43 ઈંચની HD ડિસ્પ્લે મળે છે. તેમાં હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, બ્લડ ઓક્સિજન જેવાં હેલ્થ ફીચર છે. તે સ્ટેપ કાઉન્ટ, કેલરીઝ કાઉન્ટ વિશે પણ જણાવે છે. તેમાં 60 સ્પોર્ટ્સ મોડ છે. વોચ તમામ એપ્સનાં નોટિફિકેશન સપોર્ટ કરે છે.

3. ફાયર બોલ્ટ બીસ્ટ (Fire-Boltt Beast)
કિંમત: 3799 રૂપિયા

આ વોચમાં 1.69 ઈંચની ફુલ ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળે છે. તે હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, બ્લડ ઓક્સિજન સહિતનાં હેલ્થ ફીચર મળે છે. વોચ IP67 વૉટર પ્રૂફ રેટિંગ સાથે આવે છે. તે સ્લીપ અને બ્રીથ પર નજર રાખે છે. તેમાં 8 દિવસનું બેકઅપ આપતી બેટરી સપોર્ટ કરે છે. તેમાં વોકિંગ, રનિંગ, સાઈકલિંગ, સ્કીપિંગ, બાસ્કેટબોલ, ફૂટબોલ સહિતના સ્પોર્ટ્સ મોડ મળે છે. વોચ એપ નોટિફિકેશન પણ સપોર્ટ કરે છે.

4. નોઈઝ કલરફિટ પ્રો 3 (Noise ColorFit Pro 3)
કિંમત: 3999 રૂપિયા

વોચમાં 1.55 ઈંચની HD કલર ટચ સ્ક્રીન મળે છે. તેમાં SpO2,હાર્ટ રેટ, બ્લડ પ્રેશર સહિતના હેલ્થ ફીચર મળે છે. આ સાથે જ વોચ સ્ટ્રેસ અને સ્લીપ મોનિટર પણ કરે છે. તે વોટરપ્રૂફ પણ છે. કંપનીનો દાવો છે કે વોચ સિંગલ ચાર્જમાં 10 દિવસનું બેટરી બેકઅપ આપે છે.

5. રિયલમી વોચ S (Realme Watch S)
કિંમત: 4999 રૂપિયા

રિયલમીની આ વોચમાં 1.3 ઈંચની ડિસ્પ્લે મળે છે. અન્ય વોચની જેમ આ સ્માર્ટવોચમાં પણ ઓક્સિજન લેવલ, હાર્ટ રેટ, બ્લડ પ્રેશર જેવાં હેલ્થ ફીચર મળે છે. તે સ્લિપ મોનિટરિંગ પણ કરે છે. સ્માર્ટવોચ અનેક સ્પોર્ટ્સ મોડથી સજ્જ છે. સિંગલ ચાર્જ પર વોચ 15 દિવસનું બેટરી બેકઅપ આપે છે.

અન્ય સમાચારો પણ છે...