• Gujarati News
  • Utility
  • Gadgets
  • Smartwatch Straps Made By The Company By Recycling Plastic, Find Out What Is The Price And What Features Will Be Available?

Fossil Gen 6 Venture લોન્ચ:કંપનીએ પ્લાસ્ટિકને રિસાયક્લિંગ કરીને બનાવ્યા સ્માર્ટવોચના પટ્ટાં, જાણો શું છે કિંમત અને કેવાં ફિચર્સ મળશે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

Fossil કંપનીએ ભારતીય લાઇનઅપમાં તેની બીજી સ્માર્ટવોચ ઉમેરી છે. આ સ્માર્ટવોચનું નામ Fossil Gen 6 Venture edition આપવામાં આવ્યું છે. આ સ્માર્ટવોચની વિશેષ વાત એ છે કે, કંપનીએ આ સ્માર્ટવોચના પટ્ટાઓ રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનાવ્યા છે.

Fossil કંપનીએ પોતાની આ લેટેસ્ટ સ્માર્ટવોચને 23,643 રૂપિયામાં લોન્ચ કરી છે. આ લેટેસ્ટ સ્માર્ટવોચને તમે Fossilના સિલેક્ટેડ સ્ટોર્સમાંથી ખરીદી શકો છો. આ સ્માર્ટફોનમાં ઘણાં બધા આકર્ષક ફીચર્સ જોવા મળશે અને તે માર્કેટમાં સીધી જ એપલ વોચ સાથે ટકકર લેશે.

Fossil Gen 6 Ventureની ડિઝાઇનની વાત કરીએ તો તે એકદમ ક્લાસિક છે. આ ઉપરાંત આ લેટેસ્ટ સ્માર્ટવોચમાં તમને હેલ્થ/ફિટનેસ ટ્રેકિંગ, વોચ ફેસ, હોકાયંત્ર, હાર્ટ રેટ ટ્રેકિંગ, સ્લીપ ટ્રેકિંગ, લોહીમાં ઓક્સિજનની માત્રા ચકાસવાના સેન્સર્સ પણ જોવા મળશે. વળી, આ સ્માર્ટવોચમાં એલેક્સા વોઈસ આસિસ્ટન્ટ જેવા ઘણાં નવાં ફીચર્સ પણ જોવા મળશે.

આ લેટેસ્ટ સ્માર્ટવોચના સ્ટ્રેપ્સની વાત કરીએ તો તેને રિસાઈકલ પ્લાસ્ટિક અને ઈકો લેધરમાંથી બનાવવામાં આવે છે. તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન વિયર 4100 પ્લસ પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 1GB અને 8GB સ્ટોરેજનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ પહેલાં ફોસિલે ભારતમાં પોતાની Gen 6 Hybrid લોન્ચ કરી હતી.