તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૉટરપ્રૂફ સ્માર્ટફોન્સ:આ રેટિંગ ધરાવતા સ્માર્ટફોન 'હોળી સેફ' રહેશે, તમારા સ્માર્ટફોનનું રેટિંગ ચકાસો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • તમારો સ્માર્ટફોન વૉટરપ્રૂફ છે કે કેમ તે તેને અપાયેલા રેટિંગથી નક્કી થાય છે
  • રેટિંગમાં 6 ડિજિટનો અર્થ એ થાય છે કે ફોન ડસ્ટપ્રૂફ છે. બીજું ડિજિટ 7 અથવા 8 વૉટરપ્રૂફ માટે હોય છે

આગામી સોમવારે ધૂળેટીનો તહેવાર છે જો તમે પણ આ દિવસે ફોટોગ્રાફી માટે ઉત્સાહિત છો પરંતુ સ્માર્ટફોન પાણીથી બગડી ન જાય તેનું ટેન્શન કરી રહ્યા છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારી પાસે IP67 કે પછી IP68 રેટિંગ ધરાવતો સ્માર્ટફોન છે તો તમે કોઈ પણ ચિંતા વગર ધૂળેટીની મજા માણી શકો છો.

તમારો સ્માર્ટફોન વૉટરપ્રૂફ છે કે કેમ તે તેને અપાયેલા રેટિંગથી નક્કી થાય છે. આ રેટિંગમાં 6 ડિજિટનો અર્થ એ થાય છે કે ફોન ડસ્ટપ્રૂફ છે. બીજું ડિજિટ 7 અથવા 8 વૉટરપ્રૂફ માટે હોય છે. તેમાં 7 રેટિંગનો અર્થ થાય છે કે ફોનનો ઉપયોગ 1 મીટર ઉંડા પાણીમાં થઈ શકે છે. 8 રેટિંગનો અર્થ થાય છે કે ફોનનો 1.5 મીટર ઉંડા પાણીમાં પણ ઉપયોગ થઈ શકે છે. તો આવો જાણીએ આવા વૉટરપ્રૂફ સ્માર્ટફોન કયા છે, જેનો ઉપયોગ તમે ધૂળેટી સેલિબ્રેશનમાં ચિંતા મુક્ત થઈને કરી શકો છો.

એપલ આઈફોન 11 સિરીઝ
આ સિરીઝના આઈફોન 11, આઈફોન 11 પ્રો અને 11 પ્રો મેક્સ તમામ ફોન ડસ્ટ, ડર્ટ અને વૉટર રેઝિસ્ટન્સ છે. આ સિરીઝના ફોન 2 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી અનડેમેજ રહી શકે છે.

એપલ આઈફોન 12 સિરીઝ
આઈફોન 12 પ્રો, 12 પ્રો મેક્સ અને 12 તમામને IP68 રેટિંગ મળ્યું છે. આઈફોન 11ની જેમ આ પણ 2 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી અનડેમેજ રહી શકે છે.

સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ
સેમસંગ S21, S21+ અને S21 અલ્ટ્રાને પણ IP68 રેટિંગ મળ્યું છે. તેથી તે ડસ્ટ અને વૉટર પ્રૂફ છે. આ સિરીઝના સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 OS અને એક્સીનોસ 2100 પ્રોસેસરથી સજ્જ છે.

સેમસંગ ગેલેક્સી A72
તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 34,999 રૂપિયા છે. ફોનને IP67 રેટિંગ મળ્યું છે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસરથી સજ્જ છે.

સેમસંગ ગેલેક્સી A52
આ સ્માર્ટફોન થોડા દિવસ પહેલાં જ લોન્ચ થયો છે. તે એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે. તેને IP67 રેટિંગ મળ્યું છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 26,499 રૂપિયા છે.

વનપ્લસ 8 પ્રો
આ ફોનને IP68 રેટિંગ મળ્યું છે. તે ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરથી સજ્જ છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા છે.

આ સિવાય હોળીના ઉત્સવમાં તમે સ્પ્લૅશ પ્રૂફ સ્માર્ટફોનનો પણ ઉપયોગ કરી શકો છો. જોકે આ સ્માર્ટફોનના વપરાશમાં જરાક કાળજી રાખવી પડશે. કારણ કે આવા સ્માર્ટફોન્સને IP52 અથવા IP53 રેટિંગ મળ્યું હોય છે. તેથી તે પાણીના છંટકાવ સામે સુરક્ષિત રહે છે.

શાઓમી રેડમી નોટ 10
આ સ્માર્ટફોન તાજેતરમાં જ લોન્ચ થયો છે. તેને IP53 રેટિંગ મળ્યું છે. તે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

પોકો X3
ગત વર્ષે લોન્ચ થયેલાં આ સ્માર્ટફોનને IP53 રેટિંગ મળ્યું છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે.

મોટો એજ+
મોટોરોલાના આ સ્માર્ટફોનને IP52 રેટિંગ મળ્યું છે. તે ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરથી સજ્જ છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 64,999 રૂપિયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો