તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Smartphones With Rollable OLED Screen And AR Glass Will Be Launched In 2021, The Screen Can Be Enlarged Up To 7.4 inches

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપ્પોનું ફ્યુચર પ્લાનિંગ:2021માં રોલેબલ OLED સ્ક્રીનવાળો સ્માર્ટફોન અને AR ગ્લાસ લોન્ચ થશે, સ્ક્રીનને 7.4-ઇંચ સુધી મોટી કરી શકાશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ રોલેબલ OLED સ્ક્રીનવાળા સ્માર્ટફોનને ઓપ્પો X 2021 નામ આપ્યું
  • OLED ડિસ્પ્લે બંને બાજુથી રોલ કરીને બહાર અને અંદર કરી શકાય છે

ઓપ્પોએ તેની ઓપ્પો ઈનો ડે 2020 ઈવેન્ટમાં રોલેબલ સ્ક્રીનવાળો સ્માર્ટફોન રજૂ કર્યો. કંપનીએ રોલેબલ OLED સ્ક્રીનવાળા સ્માર્ટફોનને ઓપ્પો X 2021 નામ આપ્યુંછે. ઈવેન્ટમાં કંપનીએ ઓપ્પો AR ગ્લાસ 2021 પણ રજૂ કર્યો. ઓપ્પો X 2021 રોલ મોટર પાવરટ્રેનથી સજ્જ છે, જેનાથી બે ડિસ્પ્લેને રોલ કરી શકાય છે. જો કે, કંપનીએ AR ગ્લાસ 2021 વિશે કોઈ ડિટેઈલ શેર નથી કરી.

7.4 ઈંચ સુધી સ્ક્રીન મોટી થશે
ઈવેન્ટ દરમિયાન કંપનીએ ઓપ્પો X 2021 વિશે જણાવ્યું હતું કે, તેની OLED ડિસ્પ્લેને બંને બાજુંથી રોલ કરીને બહાર અને અંદર કરી શકાય છે. તેની નાની સ્ક્રીનવાળો સ્માર્ટફોન મોટા ટેબલેટમાં કન્વર્ટ થઈ જશે. સામાન્ય રીતે તેની સ્ક્રીન સાઈઝ 6.7 ઈંચ રહેશે. ઓપ્પોએ મોટર પાવરટ્રેનનો ઉપયોગ કર્યો છે, જેની મદદથી સ્ક્રીનની સાઈઝ 7.4 ઈંચ સુધી વધી જાય છે. ફોનમાં નીચેની તરફ USB ટાઈપ-C પોર્ટ અને સ્પીકર ગ્રીલ આપવામાં આવ્યા છે. ​​​​​​​

ઓપ્પોના વાઈસ પ્રેસિડન્ટ અને ઓપ્પો રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના પ્રમુખ લેવિન લિયુના અનુસાર, તે એવી રીતે જ કામ કરે છે જેવી રીતે એક સ્ક્રોલ અનફોલ્ડ હોય છે. ઓપ્પોનું કહેવું છે કે, તેમની પાસે આ ફોન માટે 122 પેટન્ટ છે જેમાં એકલા સ્ક્રીન માટે 12 પેટન્ટ છે.

2021માં બંને પ્રોડક્ટ લોન્ચ થશે
ઓપ્પોએ તેની ઈનો ડે 2020 ઈવેન્ટમાં એક પાર્ટ તરીકે બંને નવા હાર્ડવેર પ્રોડક્ટની જાહેરાત કરી છે. તેમાં રોલેબલ સ્ક્રીનવાળો ઓપ્પો X 2021 સ્માર્ટફોન સાથે ઓપ્પો AR ગ્લાસ 2021 સામેલ છે. આ બંને પ્રોડક્ટસ 2021માં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ ચીનના શેનઝેનમાં આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો