વર્લ્ડ ફોટોગ્રાફી ડે 2022:1990થી 2022 સુધીનાં એવા સ્માર્ટફોન કે જેણે કેમેરામાં લાવી ઉત્ક્રાંતિ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

19 ઓગસ્ટ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ. જો કે, આજકાલ સ્માર્ટફોન કેમેરાનો જે રીતે ઉપયોગ કરવામાં આવે છે, દરેક દિવસ ‘ફોટોગ્રાફી ડે’ જેવો લાગે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં સ્માર્ટફોનનાં કેમેરાએ ઘણી લાંબી મજલ કાપી છે, કેનન અને નિકોન જેવા ઇમેજિંગ પાવરહાઉસોએ તેમની લાઇનઅપમાંથી DSLR કેમેરા છોડી દીધા છે. આ સ્માર્ટફોનનાં કેમેરાએ દરેક વ્યક્તિને તકનીકી કુશળતા વગર સારા એવા ફોટા ક્લિક કરવામાં સક્ષમ બનાવ્યા છે. જો ટૂંકમાં કહીએ તો સ્માર્ટફોન કેમેરાની ઉત્ક્રાંતિ રસપ્રદ રહી છે. તો ચાલો આ સ્માર્ટફોન વિશે જાણીએ.

કેમેરા સાથે આવનાર પહેલો ફોન
કેમેરાનો આ આઈડિયા Kyocera VP-210થી શરૂ થયો હતો. વર્ષ 1999માં લોન્ચ થયેલ આ દુનિયાનો પહેલો કેમેરા ફોન છે. આ ફોનમાં 0.11MP કેમેરા સેન્સર આવતું હતું અને 20 જેટલાં ફોટોસ કેપ્ચર કરવાની ક્ષમતા ધરાવતું હતું.

ફોનમાં શરૂ કર્યો ‘મેગાપિક્સલ કોન્સેપ્ટ’
Audiovox PM8920 પહેલો ફોન હતો, જેમાં મેગાપિક્સલ-રિઝોલ્યુશન કેમેરા આપવામાં આવ્યો હતો. આ ફોન LED ફ્લેશ અને 1.3MP સેન્સર મેક્રો મોડ સાથે સાથે આવ્યા હતા. આ ફોનને વર્ષ 2004માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

ફોનમાં વિડિયો રેકોર્ડિંગ શરુ કરાવ્યું
Nokia N90ની રોટેટેબલ ડિસ્પ્લે ડિઝાઇન, જેણે આ ફોનને કેમકોર્ડરમાં પરિવર્તિત કર્યો હતો, જેનાથી યુઝર્સ માટે વીડિયો રેકોર્ડિંગ સહેલું બન્યું હતું અને ફોનમાં વીડિયો રેકોર્ડિંગ સુવિધાનો વિચાર પણ કરવામાં આવ્યો હતો. તે 2MPનાં કાર્લ ઝિઝ લેન્સ સાથે આવ્યું હતું અને ઓડિયો સાથે વીડિયો રેકોર્ડ કરવામાં સક્ષમ હતું.

ઓટો-ફોકસ, ઇમેજ સ્ટેબિલાઇઝેશન અને અન્ય આધુનિક સુવિધાઓ સાથે હાઇ-રેસ કેમેરાના ખ્યાલની પહેલ કરી
Sony Ericsson cybershotની સિરિઝ 1990નાં દાયકામાં સૌથી પ્રખ્યાત કેમેરા ફોનમાંની એક હતી. આ સમયે ઘણા સાયબર શોટ ફોન આવ્યા, પરંતુ K-800iએ ઓટો-ફોકસ, ઇમેજ સ્ટેબિલાઇઝેશન જેવા ફીચર્સ સાથે હાઇ-રેઝ કેમેરા લાવ્યા છે, જે હજી પણ આધુનિક સ્માર્ટફોન કેમેરા સાથે સુસંગત છે.

પહેલો 5MP કેમેરા ફોન
વર્ષ 2007માં લોન્ચ થયેલા ડ્યૂઅલ સાઇડ સ્લાઇડર Nokia N95ને તે સમયનો સૌથી એડવાન્સ કેમેરા ફોન ગણી શકાય. ફોનમાં હાઈ-રિઝોલ્યુશન 5MP સેન્સર, ઓટો ફોકસ, વીડિયો રેકોર્ડિંગ ક્ષમતાથી લઈને બધું જ હતું અને તેમાં ટીવી પર જોવા માટે કમ્પોઝિટ કેબલ પણ આવતું.

આ ફોન વચ્ચે મેગાપિક્સલની રેસ શરુ થઈ
સેમસંગ i8510માં 8MP સેન્સર, સેમસંગ પિક્સન-12માં 12MP સેન્સર, Nokia N8માં 12MP સેન્સર અને સોની એરિક્સન S006માં 16MPનું સેન્સર આપવામાં આવ્યું હતું. આ ફોન્સ મેગાપિક્સેલ રેસને કારણે લાઇમલાઇટમાં લાવ્યા હતાં, જે હજી પણ ચાલુ છે.

એક કરતાં વધુ કેમેરા સેન્સરનાં વિચારની પહેલ કરી
ડ્યુઅલ કેમેરા સેટઅપ LG અને HTCએ 3D વિડિઓઝ રેકોર્ડ કરવા માટે સેકન્ડરી કેમેરા ઉમેર્યો કે, જે એક સમયે ખૂબ જ લોકપ્રિય હતો પણ આ ફોન લોકોમાં એટલા સફળ રહ્યા ન હતાં. તેમણે ખરેખર ફોનમાં ડ્યુઅલ કેમેરા સેન્સરનાં વિચારની કલ્પના કરી હતી.

41MP સેન્સર અને પિક્સેલ બિનિંગ ટેકનોલોજીના ઉપયોગ સાથેનો પહેલો ફોન
મેગાપિક્સેલ રેસ ચાલુ રહી અને Nokia 808 Pureview તેનું સરળ ઉદાહરણ હતું. નોકિયા સ્માર્ટફોન પર ફુલ-ફ્લેજ 41MP સેન્સર લાવ્યું હતું, હાઈ-રિઝોલ્યુશન સેન્સર અને બિનિંગ (ઈમેજ સેન્સર) ટેકનોલોજી કોન્સેપ્ટને લોન્ચ કરતો આ ફોન હતો.

21x ઝૂમ લેન્સ સાથેનો પહેલો સ્માર્ટફોન
વર્ષ 2012માં લોન્ચ થયેલ સેમસંગ ગેલેક્સી S4 ઓપ્ટિકલ ઝૂમ રિયર કેમેરા ધરાવતો પહેલો સ્માર્ટફોન હતો. આ સ્માર્ટફોનમાં 16MP BSI CMOS સેન્સર સાથે 21x ઓપ્ટિકલ ઝૂમ લેન્સ આપવામાં આવેલ છે.

આ ફોન વર્ષ 2007માં વિશ્વમાં સ્લો-મોશન રેકોર્ડિંગ લાવ્યો હતો
આઇફોન હજુ માર્કેટમાં નવો-નવો હતો ત્યારે LG એ KU990 વ્યૂટીને સ્લો-મોશન વીડિયો રેકોર્ડિંગ ફીચર સાથે લોન્ચ કર્યો હતો અને તે તેના 5MP સેન્સરનો ઉપયોગ કરીને 120fps ફૂટેજ શૂટ કરવામાં સક્ષમ હતું.

આ સ્માર્ટફોને ‘પોટ્રેટ મોડ’ને લોકપ્રિય બનાવ્યું હતું
આજથી 5-6 વર્ષ પહેલા એવો સમય આવ્યો હતો કે, એક કોન્સેપ્ટ જ્યાં સુધી આઇફોનમાં ન આવે ત્યાં સુધી લોકો કોઈ ફીચરને ધ્યાનમાં લેતા નથી અને પોટ્રેટ મોડ સાથે પણ આવું જ કંઈક થયું છે. ફોટો પર ‘પોટ્રેટ મોડ’ ઉમેરવાની ક્ષમતા HTC One (M8) સાથે વર્ષ 2014માં જ આવી ગઈ હતી, પરંતુ આઇફોન 7એ વર્ષ 2016માં તેને લોકપ્રિય બનાવ્યું. તે આજે સ્માર્ટફોન પર એક લોકપ્રિય સુવિધા છે અને મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરે છે.

50X ઝૂમ લેન્સ સાથેનો સ્માર્ટફોન
Huawei P30 Proએ 50X ઝૂમ લેન્સ આપનાર પહેલો સ્માર્ટફોન હતો.

ગિમ્બલ કેમેરા સાથે આવનારો પહેલો ફોન
વિવો કંપનીએ Vivo X50 Pro સ્માર્ટફોનમાં ગિમ્બલ જેવી ઇમેજ સ્ટેબિલાઇઝેશન ટેક્નોલોજી ઉમેરી. આનાથી યુઝર્સને સુપર સ્ટેબલ વીડિયો ફૂટેજ શૂટ કરવાની સુવિધા મળી અને વીડિયો ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો.

પહેલો પોપઅપ કેમેરા ફોન
વીવો એ Vivo Nex મોડેલ દ્વારા પોપઅપ કેમેરાનો વિચાર બજારમાં લાવનાર પહેલો ફોન હતો. પાછળથી કેટલીક અન્ય બ્રાન્ડ્સ દ્વારા આ ટેકનોલોજી અપનાવવામાં આવી હતી.

ફોનમાં LiDAR સેન્સર લાવ્યું
એપલે આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ સાથે LiDAR સેન્સર લોન્ચ કર્યું હતું. આ પહેલીવાર છે કે જ્યારે કોઈ કંપનીએ સ્માર્ટફોન પર આ સુવિધા લોન્ચ કરી છે. LiDAR સેન્સર લો લાઈટમાં પણ લગભગ છ ગણી ઝડપી ફોકસિંગ સ્પીડ ઓફર કરીને વધુ સારી રીતે લો લાઇટ ફોટો કેપ્ચર કરવામાં મદદ કરે છે.

અન્ડર-ડિસ્પ્લે સેલ્ફી શૂટર આવ્યું
પોપઅપ સેલ્ફી કેમેરા સેન્સરની જેમ જ અંડર-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા પણ એજ-ટુ-એજ ડિસ્પ્લે સ્માર્ટફોન બનાવવાનો એક નવો રસ્તો બન્યો, જેમાં નોચ, કોઈ કટઆઉટ અથવા બેઝલ્સ નથી. આ ટેકનોલોજી ડિસ્પ્લેની નીચે જ ફ્રન્ટ કેમેરાને છુપાવે છે અને તે જ તેને ફ્રન્ટ કેમેરાના ઇતિહાસમાં સૌથી નોંધપાત્ર વિકાસ બતાવે છે. ZTE Axon 20 એ આ કરનારો પ્રથમ ફોન હતો અને હવે આ ટેકનોલોજી તાજેતરમાં લોન્ચ થયેલ સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ-૩ જેવા સ્માર્ટફોન પર જોઇ શકાય છે. Oppo અને Xiaomi પણ તેમના સ્માર્ટફોનને અંડર-ડિસ્પ્લે કેમેરા સાથે લોન્ચ કરે તેવી આશા છે.

સ્માર્ટફોનમાં નાઈટ મોડ લાવ્યું
આઇકોનિક કેમેરા ફોનની યાદી ગૂગલ પિક્સેલ વિના અધૂરી છે, કારણ કે આ સ્માર્ટફોને AI અને મશીન લર્નિંગ આધારિત ઇમેજ પ્રોસેસિંગની પહેલ કરી હતી, ખાસ કરીને નાઇટ મોડ અને પોટ્રેટ મોડ સાથે.

પહેલું 108MP સેન્સર અને 100x ઝૂમ સ્માર્ટફોન
સેમસંગે તેનો Galaxy S20 Ultra 108MP સેન્સર અને 100x ઝૂમ સપોર્ટ સાથે લોન્ચ કર્યો. 108MP સેન્સર ઘણી બધી વિગતો સાથે હાઇ-રિઝોલ્યુશન ફોટા કેપ્ચર કરવામાં સક્ષમ છે અને ધીમે-ધીમે આ ટેકનોલોજી Realme 8 Pro, Redmi Note 10 Pro Max અને અમુક Motorolaનાં ફોન જેવા મેઇનસ્ટ્રીમ ફોનમાં દેખાવા લાગી હતી.

પ્રો લેવલનાં વીડિયોઝ માટે લાવ્યું ‘સિનેમેટિક મોડ’
એપલે વર્ષોથી આઇફોન પરનાં કેમેરાનાં અનુભવને એટલો સુધાર્યો છે કે, તે કદાચ સૌથી વધુ સુસંગત સ્માર્ટફોન કેમેરો છે. આઇફોન-13 સીરિઝ સાથે એપલે ‘સિનેમેટિક મોડ’ લોન્ચ કર્યો હતો, જે વીડિયો રેકોર્ડ કરતાં સમયે તમને ખરેખર સિનેમા જેવી અનુભૂતિ કરાવે છે.