• Gujarati News
  • Utility
  • Gadgets
  • Smartphones Ranging From Samsung's Flagship Series To The Realm 9 Pro Will Be Launched In February, Check Out The Specifications Before The Launch

અપકમિંગ સ્માર્ટફોન:ફેબ્રુઆરી મહિનામાં સેમસંગની ફ્લેગશિપ સિરીઝથી લઈને રિયલમી 9 પ્રો સહિતના સ્માર્ટફોન લોન્ચ થશે, લોન્ચિંગ પહેલાં સ્પેસિફિકેશન જાણી લો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓેપ્પો રેનો 7 સિરીઝમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે
  • ગેલેક્સી S22 અલ્ટ્રા વેરિઅન્ટમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે

જો તમે એક નવા સ્માર્ટફોનની શોધમાં હો તો તમારા માટે ફેબ્રુઆરીમાં અનેકો ઓપ્શન હશે. ફેબ્રુઆરીમાં સેમસંગ તેની ફ્લેગશિપ સિરીઝ ગેલેક્સી S22 લોન્ચ કરશે. તો ઓપ્પો રેનો 7 સિરીઝ લોન્ચ થશે. આ સાથે વનપ્લસ અને રિયલમીના પણ સ્માર્ટફોન લોન્ચ થવાના છે. આ સ્માર્ટફોનનાં લિસ્ટમાં તમને પરવડે તેવા મિડ રેન્જ સ્માર્ટફોન પણ છે. જો તમને પ્રીમિયમ સ્માર્ટફોન ગમે છે તો તમે સેમસંગની ફ્લેગશિપ સિરીઝના સ્માર્ટફોન ખરીદી શકો છો.

વનપ્લસ નોર્ડ CE 2

કંપની 11 ફેબ્રુઆરીએ આ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. ફોનની 6.4 ઈંચની ડિસ્પ્લેમાં 90Hzનો રિફ્રેશ રેટ મળી શકે છે. ફોન ડાયમેન્સિટી 900 પ્રોસેસરથી સજ્જ હશે. આ ફોન ઓપ્પો રેનો 7 SE 5Gનું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે.

સેમસંગ ગેલેક્સી S22 સિરીઝ

લીક રિપોર્ટ પ્રમાણે, ગેલેક્સી S22માં 6.1 ઈંચની ડિસ્પ્લે મળશે જ્યારે પ્લસ વેરિઅન્ટમાં 6.6 ઈંચની અને અલ્ટ્રા વેરિઅન્ટમાં 6.8 ઈંચની ડિસ્પ્લે મળશે. ગેલેક્સી S22 અને ગેલેક્સી S22 પ્લસમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 50MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 10MPનો ટેલિફોટો લેન્સ અને 12MPનો અન્ય એક લેન્સ મળશે. ગેલેક્સી S22 અલ્ટ્રા વેરિઅન્ટમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. આ વેરિઅન્ટમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ હશે. ગેલેક્સી S22 અને પ્લસ વેરિઅન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 10MPનો ફ્રન્ટ કેમેરા મળશે, જ્યારે અલ્ટ્રા વેરિઅન્ટમાં 40MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

ઓપ્પો રેનો 7 સિરીઝ

આ સિરીઝ ચીનમાં પહેલાંથી જ લોન્ચ થઈ ચૂકી છે. 4 ફેબ્રુઆરીએ કંપની રેનો 7 અને રેનો 7 પ્રો સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સ્માર્ટફોન્સમાં 5G કનેક્ટવિટી મળશે. સિરીઝમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે. પ્રો વેરિઅન્ટમાં 50MPનું સોનીનું સેન્સર મળશે.

iQOO 9 સિરીઝ

iQOOની આ લેટેસ્ટ સિરીઝ ફેબ્રુઆરીમાં લોન્ચ થઈ શકે છે. સિરીઝમાં iQOO 9 અને iQOO 9પ્રો સ્માર્ટફોન લોન્ચ થશે. સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 888 પ્રોસેસર મળશે. પ્રો વેરિઅન્ટમાં સ્નેપડ્રેગન 8 જેન 1 પ્રોસેસર મળી શકે છે.

રિયલમી 9 સિરીઝ

કંપની આ સિરીઝમાં અગાઉ રિયલમી 9i સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. હવે કંપની નવાં 2 સ્માર્ટફોન રિયલમી 9 પ્રો અને રિયલમી 9 પ્રો પ્લસ લોન્ચ કરશે. આ બંને સ્માર્ટફોન 15 ફેબ્રુઆરીએ લોન્ચ થઈ શકે છે. બંને ફોનમાં 5G કનેક્ટિવિટી મળશે.

સેમસંગ ગેલેક્સી A13 5G

આ સ્માર્ટફોન અમેરિકામાં લોન્ચ થઈ ચૂક્યો છે. રિપોર્ટ પ્રમાણે ઈન્ડિયન વેરિઅન્ટમાં 6.5 ઈંચની LCD ડિસ્પ્લે મળી શકે છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hzનો હશે. ફોનમાં 50MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. ફોન ડાયમેન્સિટી 700 પ્રોસેસરથી સજ્જ હશે. ફોનમાં 5000mAhની બેટરી મળી શકે છે.

સેમસંગ ગેલેક્સી A33 5G

આ સ્માર્ટફોન BIS સર્ટિફિકેશન સાઈટ પર સ્પોટ થયો છે. ફોનમાં 6.4 ઈંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લે અને 6GBની રેમ મળી શકે છે. ફોનની 5000mAhની બેટરી 15 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. ફોનનાં વ્હાઈટ, લાઈટ બ્લૂ, બ્લેક અને ઓરેન્જ કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.