તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોળી ઓફર:બજેટ સ્માર્ટફોન પર આ પ્લેટફોર્મ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, ઓફર પૂરી થવામાં ગણતરીના કલાકો બાકી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેડમી 9ની ખરીદી એમેઝોન પેથી કરવા પર 300 રૂપિયાનું કેશબેક મળશે
  • ઓફર હેઠળ ઓપ્પો A31ની ખરીદી 4000 રૂપિયાનાં ડિસ્કાઉન્ટમાં કરી શકાશે

જો તમે નવા સ્માર્ટફોનની ખરીદી કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા માટે એક ખાસ ઓફર છે. ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન અપગ્રેડ ઓફર ચાલી રહી છે. આ ઓફર 30 માર્ચ સુધી ચાલશે. તેમાં સેમસંગ, વિવો, આઈફોન, રેડમી, રિયલમી, વનપ્લસ અને ઓપ્પો સહિતની બ્રાન્ડ્સના સ્માર્ટફોન પર બેસ્ટ ઓફર મળી રહી છે. આવો જાણીએ આ ઓફર્સ વિશે...

1. રેડમી 9

આ સ્માર્ટફોનની કિંમત 10,999 રૂપિયા છે. હાલ ઓફરમાં તેની ખરીદી 8799 રૂપિયામાં કરી શકાશે. ફોન પર એમેઝોન પે બેલેન્સથી પેમેન્ટ કરવા પર 300 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે. ફોનમાં 6.53 ઈંચની ડિસ્પ્લે સાથે 4GBની રેમ અને 64GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. તેમાં 5000mAhની બેટરી મળે છે.

2. રેડમી નોટ 9

ઓફરમાં ફોનની ખરીદી 10,999 રૂપિયામાં કરી શકાશે. ફોનની વાસ્તવિક કિંમત 14,999 રૂપિયા છે. તેમાં 48MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5020mAhની બેટરીથી સજ્જ છે.

3. રેડમી 9 પાવર

આ સ્માર્ટફોનની કિંમત 13,999 રૂપિયા છે. તેને 10,499 રૂપિયામાં ખરીદી શકાશે. ફોન 6000mAhની બેટરીથી સજ્જ છે. તેમાં 64MPનું 4 રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર છે.

4. સેમસંગ ગેલેક્સી M51

આ સ્માર્ટફોનની કિંમત 28,999 રૂપિયા છે. ઓફર હેઠળ તેની ખરીદી 21,749 રૂપિયામાં કરી શકાશે. ફોન સાથે 1250 રૂપિયાની કૂપન પણ મળી રહી છે. ફોનમાં 6000mAhની બેટરી છે. ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળે છે.

5. ઓપ્પો A31

ઓપ્પોના આ સ્માર્ટફોનની ખરીદી ઓફરમાં 9,990 રૂપિયામાં કરી શકાશે. ફોનની કિંમત 12,990 રૂપિયા છે. ફોનની ખરીદી 6 મહિનાની 'નો કોસ્ટ EMI' સાથે પણ કરી શકાશે. તેમાં AI ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને 4230mAhની બેટરી મળે છે.