Vivo આ મહિનાના અંતમાં તેની આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ - X90 લોન્ચ કરે તેવી સંભાવના છે. Vivo X90 સીરીઝમાં ત્રણ મોડલ - X90, X90 Pro અને X90 Pro+નો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ સ્માર્ટફોન સિરીઝ વિશે માર્કેટમાં અનેક અટકળો થઈ રહી છે પરંતુ, કંપનીએ લાઇનઅપની લોન્ચિંગ ડેટ વિશે કોઈ વિગતો જાહેર કરી નથી. Vivo X90નું લીક થયેલ પ્રમોશનલ ટીઝર હવે સૂચવે છે કે, આ સ્માર્ટફોન સિરીઝ 22 નવેમ્બરનાં રોજ લોન્ચ થઈ શકે છે.
ટૂંકી વિડિયો ક્લીપમાં અમને X90 Pro+નું રેડ વેરિઅન્ટ મોડેલ બતાવવામાં આવ્યું છે, જે અગાઉ પ્રમોશનલ ટીઝરમાં જોવા મળ્યો છે. આ ક્લિપમાં સ્માર્ટફોનને બ્લેક કલરમાં પણ બતાવવામાં આવ્યો છે અને VIVOની પ્રીમિયમ સ્માર્ટફોન સિરીઝ માટે પહેલી વાર આ કલર ઓપ્શન જોવા મળશે.
ચાઇનીઝ સોશિયલ મીડિયા Weibo પર કરવામાં આવેલ પોસ્ટ પરથી મળતી માહિતી મુજબ VIVO X90 સીરિઝ 14 નવેમ્બરના રોજ પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે, જેનું વેચાણ 22 નવેમ્બરના રોજ થવાનું છે. આ સ્માર્ટફોન સીરિઝ સાથે કંપની TWS-3 વાયરલેસ ઇયરબડ્સ પણ લોન્ચ કરી શકે છે.
ટોપ-ઓફ-ધ-લાઇન Vivo X90 Pro+ તાજેતરમાં જ ગીકબેન્ચ પર જોવા મળ્યો હતો, જેમાં સ્માર્ટફોનનાં અમુક મુખ્ય સ્પેસિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા હતા. Vivo X90 Pro+ સ્નેપડ્રેગન-8 Gen-2 ચિપસેટ, 12GB રેમ અને એન્ડ્રોઇડ-13 સાથે આવશે. જ્યારે Vivo X90 ડિમેન્સિટી-9200 સાથે આવી શકે છે. X90 Pro એ X80 Pro+ હોવાની ચર્ચા છે, જે સપ્ટેમ્બરમાં લોન્ચ થવાનો હતો, પરંતુ આખરે કંપનીએ તેને અભેરાઈએ ચડાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે.
કંપનીએ X90 સીરિઝ માટે કેમેરા અપગ્રેડ્સની વિસ્તૃત વિગતો આપી છે અને નેક્સ્ટ-જનરેશન V-2 ચિપ રિલીઝ કરી છે, જે આગામી ફ્લેગશિપ X90 સિરીઝ સાથે શરૂ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.