તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય સ્માર્ટફોન માર્કેટનો ગ્રોથ 10% રહેવાની આશા છે. તો 5G ફોનનાં શિપમેન્ટ 30 મિલિયન (3 કરોડ) યુનિટ્સથી વધારે રહેશે. માર્કેટ રિસર્ચ ફર્મ CMRએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. રિપોર્ટ પ્રમાણે, 5G નેટવર્ક 2022ના અંત સુધી અથવા 2023ની શરૂઆત સુધી ઉપલબ્ધ નહિ થાય. તેમ છતાં વનપ્લસ અને રિયલમી જેવી કંપનીઓ 5G રેડી ડિવાઈસ લોન્ચ કરી રહી છે.
સસ્તાં 5G ડિવાઈસની ડિમાન્ડ વધશે
IIG (ઈન્ડસ્ટ્રી ઈન્ટેલિજન્ટ ગ્રુપ), CMRની એનાલિસ્ટ, આનંદ પ્રિયા સિંહે કહ્યું કે 2021 અને ત્યારબાદ તેને સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં વેગ જોવા મળી શકે છે. ફીચર ફોન ઉપયોગ કરનારા યુઝર્સ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન પર શિફ્ટ હશે. તો સસ્તાં 5G સ્માર્ટફોન આવવાથી દેશમાં તેની ડિમાન્ડ વધશે. તેમાં 20 હજાર રૂપિયાના ફોન સામેલ છે.
વનપ્લસનો માર્કેટ શેર 58%
2020માં 5G સ્માર્ટફોન સેગમેન્ટમાં ચાઈનીઝ કંપની વનપ્લસનું યોગદાન સૌથી વધારે રહ્યું છે. ભારતમાં તેનો માર્કેટ શેર 58% છે. તો એપલ પાસે 20% માર્કેટ શેર છે. તેમાં આઈફોન 12 સિરીઝ સામેલ છે. આ મહિનાની શરૂઆતમાં રિયલમીએ ભારતમાં X5 5G અને X7 પ્રો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. રિયલમીનું લક્ષ્ય ભારતમાં 5G સેગમેન્ટમાં લીડર બનવાનું છે.
ભારતમાં કંપનીઓ માટે સારી ઈકોસિસ્ટમ
2020માં સપ્લાય અને જિયો પોલિટિકલ ચેલેન્જ વચ્ચે સ્માર્ટફોનની ડિમાન્ડ રહી. ચીન સતત ભારતમાં પોતાના બિઝનેસ વધારવા પર કામ કરી રહ્યું છે. ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ માટે સારી ઈકોસિસ્ટમ મળી રહી છે. મહામારી પછી ભવિષ્યમાં સારી મજબૂતી મળશે.
2020ના બીજા 6 માસિકગાળામાં રેકોર્ડ શિપમેન્ટ થયું
2020ના પ્રથમ 6 માસિકગાળામાં સ્માર્ટફોન શિપમેન્ટમાં ઘટાડો આવ્યો છે. જોકે 2020ના બીજા 6 માસિકગાળામાં આ સેગમેન્ટમાં રિકવરી થઈ છે. બીજા 6 માસિકગાળામાં સ્માર્ટફોન શિપમેન્ટ પ્રથમ વખત 100 મિલિયન (10 કરોડ) યુનિટથી વધારે રહ્યું છે. ફેસ્ટિવ સીઝન દરમિયાન મળનારા ડિસ્કાઉન્ટ અને ઓફર્સ પણ તેનું કારણ છે.
IIG, CMRના એનાલિસ્ટ, અમિત શર્માએ જણાવ્યું કે, 2020ના બીજા 6 માસિકગાળામાં ભલે સ્માર્ટફોન શિપમેન્ટમાં ગ્રોથ જોવા મળ્યો હોય, પરંતુ આખા વર્ષમાં 3%નો ઘટાડો જોવા મળ્યો છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.