યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:આ વર્ષે સ્માર્ટ ટીવી ખરીદવા જઈ રહ્યો છો, તો આ 3 ટિપ્સનું ધ્યાન રાખો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્માર્ટ ટીવીની ખરીદી પહેલાં એકદમ સરળ હતી, પરંતુ હવે ટેક્નોલોજી પ્રો લેવલની બની જવાને કારણે કન્ફ્યુઝન થાય તે સ્વાભાવિક છે. ટીવી ખરીદવા માટે હવે ઢગલો ઓપ્શન અવેલેબલ છે. જો તમે નવાં વર્ષે ટીવી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો તો આ ટિપ્સ ધ્યાનમાં રાખો.

1. ડિસ્પ્લે

ટીવીમાં ડિસ્પ્લેનો મોટો રોલ હોય છે. ટીવીની ડિસ્પ્લે જેટલી સારી હશે ટીવી તેટલું શાનદાર હશે. 2022માં જો તમે નવું ટીવી ખરીદવાના હો તો OLED ટીવી બેસ્ટ ઓપ્શન સાબિત થશે. OLED ટીવી અથવા ઓર્ગેનિક LED ટીવી પર કલર અને બ્લેક લેવલ સારું હોય છે. જોકે OLED ટીવી થોડાં મોંઘા આવે છે. જો LED ટીવી તમારાં બજેટની બહાર હોય તો તમે QLED અથવા ક્વૉન્ટમ LED ટેક્નોલોજીવાળું ટીવી લઈ શકો છો.

2. સ્ક્રીન સાઈઝ

સ્માર્ટ ટીવીમાં 4K રિઝોલ્યુશનનું ધ્યાન રાખવું જોઈએ. માર્કેટમાં આ સમયે દરેક ટીવીમાં 4K રિઝોલ્યુશન સપોર્ટ મળે છે. જો તમે 4K ટીવી લેતા હો તો મિનિમમ 55 ઈંચ સાઈઝનું લો. 40 ઈંચની સાઈઝમાં સસ્તાં 4K ટીવી મળી તો જાય છે પરંતુ તેની પિક્ચર ક્વોલિટીમાં મજા આવતી નથી. સામાન્ય FHD ટીવી માટે 40-42 ઈંચની સાઈઝ યોગ્ય રહે છે, પરંતુ 4K રિઝોલ્યુશન માટે સ્ક્રીન સાઈઝ મોટી હોય તે જરૂરી છે.

3. પોર્ટ

કોઈ પણ સ્માર્ટ ટીવી ખરીદતાં પહેલાં તેના કનેક્ટિવિટી પોર્ટ્સ વિશે જરૂર ચેક કરો. એવું ટીવી પસંદ કરો જેમાં પ્લેસ્ટેશન, સાઉન્ડબાર સહિતનાં ગેજેટ્સ તમે કનેક્ટ કરી શકો. ટીવીમાં મિનિમમ 2 HDMI પોર્ટ હોય તેની પસંદગી કરો.