વિશ્વનો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક શો:સ્માર્ટ લિપસ્ટિકથી મનપસંદ કલર શેડ્સ બનાવી શકાશે, અંધારું થતાં જ રેઝર માસ્ક ટ્રાન્સપરન્ટ થઈ જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક શો 'CES 2021'માં ઇનોવેટિવ અને યુઝફુલ પ્રોડક્ટ્સ રજૂ કરવાનો ક્રમ ચાલુ છે. ઇવેન્ટના ત્રીજા દિવસે લાઇફ ઇઝી બનાવનારી અનેક પ્રોડક્ટ્સ સામે આવી. કેટલીક પ્રોડ્ક્સ ખરેખર ચોંકાવનારી હતી. મોટાભાગની પ્રોડક્ટ્સની કિંમત અને લોન્ચિંગ ડેટ નક્કી નથી થઈ. ચાલો આ તમામ પ્રોડક્ટ્સ વિશે જાણીએ...

પ્રોડક્ટ નંબર-1: લોરિયલ સ્માર્ટ લિપસ્ટિક

કામ: બ્યૂટી પ્રોડક્ટ્સ બનાવનારી કંપની લોરિયલે સ્માર્ટ લિપસ્ટિક્સ રજૂ કરી છે. આ લિપસ્ટિકની મદદથી તમે મનપસંદ કલર શેડ્સ બનાવી શકશો. તેને એક પ્રકારનું કલર પ્રિંટર પણ કહી શકાય. આ સાથે 12 કલર કાર્ટેજ પણ મળશે. લિપસ્ટિકમાં 3 કલર કાર્ટેજ લગાવીને શેડ્સ તૈયાર કરવામાં આવે છે. આ માટે લોરિયલ એપ્લિકેશન પર કલર સિલેક્ટ કરવો પડે છે. પછી 3 કાર્ટેજ મિક્સ કરીને નવો શેડ તૈયાર થઈ જાય છે.

ક્યારથી મળશે: રજિસ્ટ્રેશન શરૂ થયું.
ક્યાં-ક્યાં મળશે: માહિતી આપવામાં આવી નથી.
કેટલામાં મળશે: લગભગ 21,800 રૂપિયા.

પ્રોડક્ટ નંબર -2: નીનુ સ્માર્ટ પર્ફ્યૂમ

કામ: આ કંપનીએ ઇવેન્ટમાં સ્માર્ટ પર્ફ્યૂમ રજૂ કર્યું. આ મેલ અને ફીમેલ બંને માટે અલગ-અલગ છે. તેની વિશેષ બાબત એ છે કે તમે તમારા મૂડ પ્રમાણે તેની સુગંધ બદલી શકશો. તેમાં ત્રણ જુદી જુદી સુગંધવાળા રિફીલ્સ સામેલ છે. જે મિક્સ થઇને તમારી મનપસંદ સુગંધવાળું પર્ફ્યૂમ તૈયાર કરી દે છે. પર્ફ્યૂમ ડિવાઇસ સ્માર્ટફોન એપ્લિકેશનથી કન્ટ્રોલ કરી શકાય છે. જ્યારે પર્ફ્યૂમ તૈયાર થઈ જાય ત્યારે બટન દબાવીને તેને યુઝ કરી શકાય છે. રિફીલ પૂરી થવા પર તે LED લાઇટથી અલર્ટ કરે છે.

ક્યારથી મળશે: માહિતી આપવામાં આવી નથી.
ક્યાં-ક્યાં મળશે: માહિતી આપવામાં આવી નથી.
કેટલામાં મળશેઃ માહિતી આપવામાં આવી નથી.

પ્રોડક્ટ નંબર-3: રેઝર સ્માર્ટ માસ્ક

કામ: અમેરિકન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપની રેઝરે સ્માર્ટ માસ્ક કોન્સેપ્ટ રજૂ કર્યો છે. તેનું નામ પ્રોજેક્ટ હેઝલ રાખવામાં આવ્યું છે. આ N95 ફેસ માસ્ક છે. તેને વેન્ટિલેશન ફંક્શન સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં ઇન્ટરનલ લાઇટ આપવામાં આવે છે, જે અંધારું થવા પર ઓટોમેટિક ઓન થઈ જાય છે. તેનાથી માસ્ક ટ્રાન્સપરન્ટ થઈ જાય છે અને બોલવાથી લોકો તમારો ચહેરો જોઈ શકે છે. તેમાં લો-લાઇટ મોડ, ઇનબિલ્ટ માઇક અને એમ્પ્લીફાયર પણ છે.

ક્યારથી મળશે: માહિતી આપવામાં આવી નથી.
ક્યાં-ક્યાં મળશે: માહિતી આપવામાં આવી નથી.
કેટલામાં મળશેઃ માહિતી આપવામાં આવી નથી.

પ્રોડક્ટ નંબર-4: રેઝર ગેમિંગ ચેર

કામ: તેને પ્રોજેક્ટ બ્રુકલિન હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે. અત્યારે આ કોન્સેપ્ટ ચેર છે. તેમાં 60 ઇંચની રોલઆઉટ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેને ગેમિંગનું નેક્સ્ટ લેવલ પણ કહેવામાં આવી રહ્યું છે. ડિસ્પ્લે સ્ક્રીન પહેલાં પાછળની બાજુ હોય છે. ખુરશી પર બેસતી વખતે જેવું બટન દબાવવામાં આવે કે તરત જ આ સ્ક્રીન આગળ આવી જાય છે. ચેર સાથે ટેબલ પણ મળે છે. યુઝર કંસોલ ગેમિંગથી પીસી પર સ્વીચ કરી શકે છે. તેમાં 16.8 લાખ કલર્સ મળશે.

ક્યારથી મળશે: માહિતી આપવામાં આવી નથી.
ક્યાં-ક્યાં મળશે: માહિતી આપવામાં આવી નથી.
કેટલામાં મળશેઃ માહિતી આપવામાં આવી નથી.

પ્રોડક્ટ નંબર-5: જનરલ મોટર્સની ફ્લાઈંગ કાર

કામ: અમેરિકન ઓટોમોબાઈલ કંપની જનરલ મોટર્સે ફ્લાઇંગ કાર રજૂ કરી. તેનું નામ કેડિલેક ફ્લાઇંગ કાર છે. આ સેલ્ફ ડ્રાઇવિંગ વ્હીકલ છે. એટલે કે, તેમાં ઉડવા માટે ડ્રાઇવરની જરૂર નહીં રહે. તેમાં સિંગલ પેસેન્જર જ મુસાફરી કરી શકશે. આ ફુલ્લી ઓટોનોમસ અને ઇલેક્ટ્રિક વ્હીકલ છે. તેમાં 90 વોટની મોટર આપવામાં આવી છે. તેમાં બાયોમેટ્રિક સેન્સર, વોઇસ કંટ્રોલ, હેન્ડ જેશ્ચર રેકગ્નિશન (હાથના ઇશારા સમજવા) જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. આ કલાક દીઠ 88.5 કિમીની ઝડપથી બિલ્ડિંગની છતથી બીજી છત સુધીનું અંતર કાપશે. અત્યારે આ કન્સેપ્ટ મોડેલ છે.

ક્યારથી મળશે: માહિતી આપવામાં આવી નથી. ક્યાં-ક્યાં મળશે: માહિતી આપવામાં આવી નથી. કેટલામાં મળશેઃ માહિતી આપવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...