ટેક અપડેટ:6,000 રૂપિયાથી પણ ઓછી કિંમતનાં સ્માર્ટ ગ્લાસ, રેગ્યુલર રીડિંગ ગ્લાસ જેવી જ છે ડિઝાઈન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નોઈસ કંપનીએ આ મહિનાની શરૂઆતમાં તેનાં સૌથી પહેલાં સ્માર્ટ ગ્લાસ નોઈસ-i1 લોન્ચ કર્યા હતાં. આ સ્માર્ટ ગ્લાસની મુખ્ય વિશેષતા તેમની કિંમત પણ હોઈ શકે છે, કારણ કે આ સ્માર્ટ ગ્લાસ 5,999 ની કિંમતમાં મળી રહે છે. નોઈસ-i1 સ્માર્ટ ચશ્મા એન્ડ્રોઇડ સ્માર્ટફોન તેમજ આઈફોન બંને સાથે સુસંગત છે. તેમાં તમને IPX રેટેડ ડિસ્પ્લે મળી રહેશે. આ સિવાય પણ તમને સ્માર્ટગ્લાસમાં તમને ઘણી બધી સુવિધાઓ મળશે ચાલો જાણીએ.

નોઈસ-i1 રેગ્યુલર રીડિંગ ગ્લાસ જેવાં જ દેખાય છે. આ સ્માર્ટ ગ્લાસ તમારાં રેગ્યુલર ચશ્મા અથવા સનગ્લાસ જેવાં જ દેખાય છે. તે બે ડિઝાઇનમાં આવે છે - લંબચોરસ અને ગોળાકાર. આ ચશ્માનું વજન 47 ગ્રામ છે અને તે પહેરવામાં એકદમ હળવા અને આરામદાયક છે. આ સ્માર્ટ ગ્લાસ સિરી અને ગૂગલ આસિસ્ટન્ટ બંને સાથે સુસંગત છે, જે યુઝર્સને હેન્ડ્સ-ફ્રી વૉઇસ સહાયક વિકલ્પ પૂરાં પાડે છે. આ સ્માર્ટ ગ્લાસીસમાં તમને ટચ કંટ્રોલની સુવિધા પણ મળી રહે છે. યુઝર આ સ્માર્ટ ગ્લાસીસની મદદથી કોલ ઉપાડવા અને મૂકવા, મ્યુઝિક ટ્રેક બદલવા અને વૉઇસ આસિસ્ટન્ટને એક્ટિવ કરવાની મંજૂરી આપે છે. કોલ્સ લેવા માટે સિંગલ-ટેપ કરો, વૉલ્યૂમને અપ-ડાઉન કરવા માટે સ્લાઇડ કરો, મ્યુઝિક ટ્રૅક્સ બદલવા માટે બે વાર ટેપ કરો.

અમે નોંધ્યું છે કે અન્ય એક વસ્તુ એ છે, કે આ સ્માર્ટ ગ્લાસની દાંડીઓ તમારાં રેગ્યુલર ચશ્મા કરતાં થોડી જાડી હોય છે. આવું એટલા માટે કારણ કે તેમાં સ્પીકર્સ, બેટરી, બ્લૂટૂથ મોડ્યુલ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય તે પાવર ઓન અને ઓફ સ્વિચ તરીકે કામ કરે છે, જે હાઇપર સિંક ટેક્નોલોજીને આભારી છે. જેવાં તમે આ સ્માર્ટગ્લાસને ઓપન કરો છો કે, તે આપમેળે કનેક્ટ થઈ જાય છે અને જ્યારે તે ચશ્મા બંધ કરે છે તે ઓટોમેટિક ડિસ્કનેક્ટ થઈ જાય છે.

આ સ્માર્ટ ગ્લાસીસ તમારી આંખનો તાણ ઘટાડવા માટે પારદર્શક લેન્સ સાથે આવે છે. તે 99 ટકા અલ્ટ્રાવાયોલેટ A(UVA)અને અલ્ટ્રાવાયોલેટ B(UVB)પ્રોટેક્શન ઓફર કરે છે. આનો અર્થ એ છે કે, તમે આ સ્માર્ટ ગ્લાસનો રેગ્યુલર રીડિંગ ગ્લાસ તરીકે ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત ચશ્માનાં લેન્સ બદલવાની જરુર છે. નોઈસ કંપની એવો દાવો કરે છે, કે i1 સ્માર્ટ ગ્લાસ લગભગ 9 કલાકની બેટરી લાઈફ આપશે. અમારાં પરીક્ષણમાં, સ્માર્ટગ્લાસે કોઈપણ સમસ્યા વિના દાવો કરેલ બેટરી લાઈફ આપી હતી. તે સ્પીડ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે જેનો અર્થ છે કે, બેટરીલાઈફ અને ચાર્જિંગની આમાં કોઈ સમસ્યા નથી. કંપનીનો દાવો છે કે, નોઈસ-i1 15 મિનિટનાં ચાર્જ સાથે 120 મિનિટ સુધીની બેટરી લાઈફ આપી શકે છે.

નોઈસ i1 કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.0 ટેક્નોલોજી પર આધાર રાખે છે. અમારાં પરીક્ષણ દરમિયાન સ્માર્ટગ્લાસની કનેક્ટિવીટી અદ્દભૂત અને અવિશ્વસનીય હતી. 1800 ચોરસ ફૂટનાં મકાનમાં સંગીત સાંભળતી વખતે અથવા કૉલ કરતી વખતે કનેક્શન ડ્રોપનો સામનો કરવો પડ્યો ન હતો. આ સ્માર્ટગ્લાસ 16.2mm ડ્રાઇવર અને વ્યક્તિગત માઈક સાથે સ્પીકર પેક્ડ છે. નોઈસે સ્પીકર્સ એવી રીતે ડિઝાઇન કર્યા છે કે, સીધા કાનમાં જ અવાજ મોટેથી અને સ્પષ્ટ પહોંચે છે. સારી વાત એ છે, કે તેમાં બાસ પણ છે, જેથી તમે સારો એવો મ્યુઝિક એક્સપિરિયન્સ મેળવી શકો છો. નોઈસનાં આ સ્માર્ટ ગ્લાસ કોઈપણ ડિવાઈસથી વિપરીત છે, જે આપણે ભારતીય ઉત્પાદક પાસેથી જોયેલ છે. આ વિચાર ચોક્કસપણે નવો ન હોઈ શકે, પરંતુ નોઈસનો વિકાસ ઘણો સારો છે. આ ડિવાઈસ તમને દુનિયાથી ડિસ્કનેક્ટ કર્યા વિના આસપાસના વાતાવરણથી વાકેફ રાખે છે.