ઈનોવેશન:આ સ્માર્ટ રિંગથી શૉપિંગ દરમિયાન પેમેન્ટ કરી શકાશે, આંખના પલકારે ઘરનો દરવાજો ખૂલી જશે; જાણો તેની ખાસિયતો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્મનીની ફ્રાઉનહોફર ઈન્સ્ટિટ્યુટે આ સ્માર્ટ રિંગ તૈયાર કરી
  • રિંગને 3D પ્રિન્ટિંગ પ્રોસેસથી ડેવલપ કરાઈ છે. તે રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન ચિપથી સજ્જ છે
  • સ્માર્ટ રિંગમાં મેડિકલ ડેટા રાખી શકાય છે. હેલ્થ ઈમર્જન્સીમાં રિંગ હોલ્ડરનું બ્લડ ગ્રુપ જાણી શકાય છે

અત્યાર સુધી તમે સ્માર્ટ વોચ, સ્માર્ટ બેન્ડ, સ્માર્ટ ગ્લાસ વિશે સાંભળ્યું હશે અને આવાં ગેજેટ્સની ખરીદી પણ કરી હશે. પરંતુ માર્કેટમાં હવે સ્માર્ટ રિંગની બોલબાલા છે. હવે લોકો સ્માર્ટવોચ સાથે સ્માર્ટ રિંગને પણ આવકારી રહ્યા છે. તેમાં ડેટા કલેક્શન અને એનાલિસિસ સહિતના ઘણાં ફીચર્સ હોય છે. પ્રોસેસિંગ ટેક્નોલોજીને કમ્પોઝિટ અને કાસ્ટિંગ કરનારી ફ્રાઉનહોફર ઈન્સ્ટિટ્યુટે આ સ્માર્ટ રિંગ તૈયાર કરી છે. આ સ્માર્ટરિંગ ચાવી વગર ઘરનો દરવાજો ખોલી શકે છે. આ રિંગ ઈ વોલેટનું કામ પણ કરી શકે છે.

આ રિંગ RFID સ્માર્ટ ચિપથી સજ્જ

આ રિંગની અંદર RFID (રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન) સ્માર્ટ ચિપ લાગેલી છે. રિસર્ચરે જણાવ્યું કે તેનાથી શૉપિંગ દરમિયાન પેમેન્ટ પણ કરી શકાય છે. તે સ્માર્ટ દરવાજા ખોલી શકે છે. આ ચિપમાં મેડિકલ ડેટા રાખી શકાય છે. હેલ્થ ઈમર્જન્સીમાં રિંગ હોલ્ડરનું બ્લડ ગ્રુપ જાણી શકાય છે.

3D પ્રિન્ટિંગ પ્રોસેસથી બને છે ચિપ
રિંગને 3D પ્રિન્ટિંગ પ્રોસેસથી ડેવલપ કરાઈ છે. તે RFID ચિપથી સજ્જ છે. તેને લેયર બાય લેયર ડેવલપ કરાઈ છે. આ રિંગ બનાવવા માટે મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિસર્ચરે મેટલથી ઈલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ ચિપ સુધી પહોંચે તે માટે 125 KHzની ફ્રિક્વન્સી રાખી છે.

આ રિંગ ડેવલપ કરનાર ટીમે તેને એવી રીતે બનાવી કે મેટલની સાઈઝ 1 મિલીમીટરની હોય તો પણ સિગ્નલ રોકાય નહિ. તેમાં રહેલી ચિપ સિગ્નલ રિસીવ કરે છે અથવા તેને પરાવર્તિત કરે છે. જૂની ટેક્નોલોજીથી આ રિંગ બનાવવી મુશ્કેલ હોવાથી તેને 3D ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે.