ટેક ગુરુ સાથે Tech Talk:સ્માર્ટ બલ્બથી અલગ-અલગ રંગનો પ્રકાશ મળશે, અવાજથી ઓપરેટ થશે, જાણો બલ્બ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બેસ્ટ ટિપ્સ
- સ્માર્ટ બલ્બ લેતી વખતે વૉટ કરતાં તેમાં કેટલા વધારે લ્યુમેન્સ છે તે જુઓ
- હંમેશાં વિશ્વાસલાયક કંપનીના સ્માર્ટ બલ્બ જ ખરીદવા
કોઈ પણ સ્માર્ટ હોમ, સ્માર્ટ બલ્બ વગર અધૂરું છે. સ્માર્ટ બલ્બથી તમે ઘરને અલગ-અલગ કલરથી ડેકોરેટ કરી શકો છો. લાઈટની બ્રાઇટનેસ ઓછી-વધારે કરી શકો છો. લાઈટ સાથે જોડાયેલા બીજા કામ પણ કરી શકશો. સ્માર્ટ બલ્બ ખરીદ્યા પહેલાં કઈ વાતોનું ધ્યાન રાખશો? આવો જાણીએ...
સ્માર્ટ બલ્બ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની વાત:
- સૌપ્રથમ યોગ્ય કલર પસંદ કરવો કારણકે બલ્બઆમ ઘણા પ્રકારની લાઇટ્સ આવે છે. અમુકમાં વૉર્મ લાઈટ હોય છે, અમુક કૂલ લાઇટ્સ હોય છે તો અમુક RGB લાઇટ્સ હોય છે. તમને કેવી લાઈટ હોઈ છે તે રૂમ અને તમારી પસંદ પર ડીપેન્ડ કરે છે. વીજળીનો ખર્ચ ઓછો થાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવું.
- સ્માર્ટ બલ્બ ખરીદ્યા પહેલાં ચકાસો કે તે વોઇસ અસિસ્ટન્ટ સપોર્ટ કરે છે કે નહીં? અને સ્માર્ટ વોઇસ અસિસ્ટન્ટનો સપોર્ટ તે બલ્બમાં આપ્યો છે કે નહીં? સ્માર્ટ વોઇસ અસિસ્ટન્ટ સપોર્ટની મદદથી તમે અવાજથી જ બધું કન્ટ્રોલ કરી શકશો. બલ્બને ઓન-ઓફથી લઈને લાઈટની ઇન્ટેન્સિટી પણ વોઇસ કમાન્ડથી કન્ટ્રોલ કરી શકશો.
- સ્માર્ટ બલ્બ લેતી વખતે વૉટ કરતાં તેમાં કેટલા વધારે લ્યુમેન્સ છે તે જુઓ. લ્યુમેન્સથી સ્માર્ટ LED બલ્બની બ્રાઇટનેસ માપવામાં આવે છે. તે બોક્સ પર લખેલી હોય છે. જેટલા વધારે લ્યુમેન્સ પ્રકાશ એટલો જ વધારે.
- હંમેશાં વિશ્વાસલાયક કંપનીના સ્માર્ટ બલ્બ જ ખરીદવા. ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ કોઈ પણ ડિવાઇસ હેક કરી શકાય છે અને સાઇબર સિક્યોરિટી એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટ બલ્બ તમારી જાસૂસી કરી શકે છે આથી જ્યારે પણ ખરીદો ત્યારે સારી કંપનીનો જ ખરીદવો.