રિપોર્ટ:વ્હોટ્સએપની પોલિસીનો સૌથી મોટો ફાયદો સિગ્નલને થયો, ડાઉનલોડિંગમાં ઝડપથી આગળ વધતી એપ બની

એક વર્ષ પહેલા

નવી પોલિસીને કારણે વ્હોટ્સએપને ઘણું નુકસાન થયું છે. એક તરફ જ્યારે ઘણા યુઝર્સે આ એપ ડિલીટ કરી નાખી છે તો બીજીબાજુ તેના ડાઉનલોડિંગમાં પણ ઘટાડો થયો છે. આ બધાથી સિગ્નલ એપને ફાયદો થયો છે. એનાલિટિક્સ ફર્મ એપ્લિકેશન એનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સિગ્નલ દુનિયાભરમાં સૌથી ઝડપથી વિકસતી એપ્લિકેશન બની ગઈ છે. આમાં ડાઉનલોડ અને મંથલી એક્ટિવ યુઝર્સ (MAUs) બંને સામેલ છે.

ટેલિગ્રામ એપને પણ નવી વ્હોટ્સએપ પોલિસીનો ફાયદો થયો છે. તે ડાઉનલોડિંગમાં ત્રીજા અને મંથલી એક્ટિવ યુઝર્સ મામલે બીજા સ્થાને છે. વ્હોટ્સએપની નવી પોલિસી 15 મેથી લાગુ થશે.

વ્હોટ્સએપે નવી પોલિસી અંગે ખુલાસો કરવો પડ્યો
ફર્મના જણાવ્યા અનુસાર, સિગ્નલને તેની સિમ્પલિસિટી અને પ્રાઇવસીના કારણે વધુ પોપ્યુલારિટી મળી. લોકો રેકોર્ડ નંબર્સ સાથે સિગ્નલ પર સ્વીચ થઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં જ્યારે નવી વ્હોટ્સએપ પોલિસી અંગે વિવાદ થયો ત્યારે કંપનીએ પોલિસી લાગુ થવાની તારીખ આગળ વધારી દીધી. ત્યારબાદ વ્હોટ્સએપે જુદી-જુદી રીતે યુઝર્સને પોતાની પોલિસી સમજાવવાનો પ્રયાસ કર્યો.

એપ એનીના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક સમયગાળા દરમિયાન કન્ઝ્યુમર સ્પેન્ડ અને MAU મામલે એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લેસ્ટોરની ટોપ એપમાં ટિકટોક, યુટ્યુબ અને ફેસબુક સામિલ હતાં. બીજીબાજુ, ટિકટોકની ઓલ્ટરનેટિવ એપ MX ટકાટક પણ ઝપડથી વધતી જોવા મળી. ટિકટોક ડાઉનલોડિંગમાં ટોપ પર રહ્યું. ત્યારબાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સામેલ છે.

વ્હોટ્સએપથી સિગ્નલ પર આવવાની પ્રોસેસ

  • સૌપ્રથમ યુઝર્સે સિગ્નલ પર એક ગ્રુપ બનાવવાનું રહેશે. ત્યારબાદ ગ્રુપ સેટિંગ્સમાં જઇને ગ્રુપ લિંક પર ટેપ કરો.
  • ગ્રુપ લિંક ક્રિએટ માટે ટોગલ ઓન કરો અને શેર પર ટેપ કરો.
  • હવે ફોન શેર કરવા માટે અનેક એપ્સના ઓપ્શન્સ આવશે. પરંતુ વ્હોટ્સએપ સિલેક્ટ કરો.
  • હવે વ્હોટ્સએપ યુઝર્સ પાસે સિગ્નલની લિંક પહોંચી જશે, જેનાથી તમે એપ ઇન્સ્ટોલ કરી શકશો.

વ્હોટ્સએપની નવી પોલિસી શું છે?
નવી પોલિસીમાં જણાવાયું છે કે, અમારી સર્વિસિસ ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપમાં જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરો છે કંપની તેને ક્યાંય પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. યુઝર્સે આ પોલિસી સાથે સંમત થવું પડશે. આ 8 ફેબ્રુઆરી 2021થી અમલ થઈ રહી છે. આ તારીખ પછી અગ્રી થવું જરૂરી રહેશે. જો તમે અગ્રી નહીં થાઓ તો તમે અકાઉન્ટનો ઉપયોગ કરી શકશો નહીં. આ માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો.