વોલ સ્ટ્રીટ જર્નલે આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, મેટા પ્લેટફોર્મના વકીલો દ્વારા COO શેરિલ સેન્ડબર્ગ જે વર્ષોથી કંપનીના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા હતા તેની તપાસ કરી રહ્યા છે. અહેવાલ મુજબ ફેસબુક-પેરેન્ટ મેટા દ્વારા તપાસના સંદર્ભમાં કેટલાક કર્મચારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે કંપની છોડી તે પહેલાથી આ તપાસ ચાલી રહી છે. અહેવાલ મુજબ આ તપાસના હેતુ સેન્ડબર્ગ પોતાના પર્સનલ કામ માટે મેટાના કર્મચારીઓ કે પછી તેના રિસોર્સનો ઉપયોગ નથી કરી રહી ને તે જાણવાનો છે.
મેટા અને સેન્ડબર્ગે આ અંગે કોઈપણ પ્રતિક્રિયા આપી નથી. રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે, જે પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે, તેમાં મેટાના કર્મચારીઓનું સેન્ડબર્ગના ફાઉન્ડેશન, લીન ઇનને ટેકો આપવાનું કામ અને તેના બીજા પુસ્તક, "ઓપ્શન બી: ફેસિંગ વિપત્તિ, બિલ્ડિંગ રેઝિલિયન્સ અને ફાઇન્ડિંગ જોય" ના લેખન અને પ્રમોશન તરફનું કામ છે. શેરિલ સેન્ડબર્ગે વિશ્વના સૌથી મોટા સોશિયલ નેટવર્કના વિકાસના વેગમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો, જોકે 14 વર્ષ પછી જૂનમાં તેમણે કંપનીમાંથી વિદાય લેવાની જાહેરાત કરી.
ચીફ ગ્રોથ ઓફિસર જેવિયર ઓલિવન ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકેનો કાર્યભાર સંભાળવાની તૈયારીમાં છે, જોકે ઝુકરબર્ગે કહ્યું હતું કે તે કંપનીના હાલના માળખામાં સીધા સેન્ડબર્ગની ભૂમિકાને બદલવાની યોજના ધરાવતા નથી તો બીજી તરફ સેન્ડબર્ગે પણ જણાવ્યું હતું કે, કંપની છોડ્યા પછી પણ તે મેટાના બોર્ડમાં સેવા આપવાનું ચાલુ રાખશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.