ટ્રેંડિંગ:ટ્વિટર પર હેશટેગ Ramayan ટ્રેન્ડિંગ પર, યુઝર્સ પરિવાર સાથે રામાયણ સિરિયલ જોવાના ફોટો શેર કરી રહ્યા છે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક: દેશમાં કોરોનાવાઈરસને લીધે લોકડાઉન છે. તેવામાં યુઝર્સની ભારે માગને સ્વીકારતા દૂરદર્શન પર રામાનંદ સાગરના નિર્દેશનમાં બનેલી રામાયણનું શનિવારથી પુન:પ્રસારણ શરૂ થયું છે. સવારે અને રાતે 9 વાગે તેનું પ્રસારણ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર રામાયણના પુન:પ્રસારણની ભારે માગને જોતા સરકારે આ નિર્ણય લીધો છે. સાથે જ બી આર ચોપડા દ્વારા નિર્દેશનમાં બનેલી મહાભારતનું પુન:પ્રસારણ શરૂ થયું છે. સવારે રામાયણનું પ્રસારણ શરૂ થયું ત્યારથી ટ્વિટર પર હેશટેગ Ramayan ટ્રેન્ડ કરી રહ્યું છે. હેશટેગ Ramayan પર સવારે 11:40 વાગ્યા સુધી 65 હજાર ટ્વીટ્સ થઈ ચૂક્યા છે. તેની સાથે હેશટેગ DDNational પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. સવારે 11:30 વાગે હેશટેગ DDNational ટોપ-3માં ટ્રેન્ડ કરી રહ્યું છે. તેના પીઆર 6 હજારથી વધારે ટ્વીટ્સ થયા છે. ટ્વિટર પર હેશટેગ Ramayan સાથે પરિવાર સાથે સિરિયલ જોઈ રહ્યા હોવાની તસવીરો શેર કરી રહ્યા છે.  અનેક યુઝર્સ સાથે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ ફોટો શેર કર્યો છે.

સિરિયલ જોઈ રહેલા મંત્ર પ્રકાશ જાવડેકર
સિરિયલ જોઈ રહેલા મંત્ર પ્રકાશ જાવડેકર

ટ્વિટર પર હેશટેગ રામાયણ નંબર 1 ટ્રેન્ડિંગ પર હતું

એક્ટ્રેસ કાજલ સહિત અનેક યુઝર્સે હેશટેગ Ramayan પર ફોટો શેર કરી

રામાયણ અને મહાભારતની માગ સ્વીકારતા હવે યુઝર્સ શક્તિમાનનું પણ પુનઃ પ્રસારણ શરૂ કરવાની માગ કરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...