સરકારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યા પછી ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ શેરચેટમાં ડાઉનલોડની સંખ્યામાં વધારો થઇ ગયો છે. કંપનીએ જણાવ્યું કે, ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી 1.5 કરોડ લોકોએ શેરચેટ ડાઈનલોડ કરી છે. શેરચેટ એપને દર કલાકે આશરે 5 લાખ લોકો ડાઉનલોડ કરી રહ્યા છે.
કંપનીએ દાવો કર્યો છે કે, ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સાથ આપવા માટે 1 લાખથી પણ વધારે લોકોએ શેરચેટ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે. 10 લાખ લોકોએ આ પોસ્ટ લાઈક કરી છે. અમારા યુઝર્સ રોજ ઓછામાં ઓછી 25 મિનિટ આ પ્લેટફોર્મ પર પસાર કરે છે. લેટેસ્ટ ડેટા પ્રમાણે, 15 ભારતીય ભાષાને સપોર્ટ કરતા શેરચેટ પ્લેટફોર્મ પર હાલ 6 કરોડ એક્ટિવ યુઝર્સ છે.
શેરચેટ ભારતની પ્રથમ સોશિયલ શેરિંગ એપ છે, જેમાં યુઝર્સ વીડિયો, ઓડિયો, ઈમેજ અને GIF મિત્રો સાથે શેર કરી શકે છે. આ એપમાં ચેટ શક્ય નથી, પણ વોટ્સએપની મદદથી ઓડિયો, વીડિયો અને ઈમેજ ફોલોઅર્સ સાથે શેર કરી શકાય છે.
સરકારની જાહેરાત પછી માત્ર શેરચેટ નહિ પણ અન્ય ભારતીય એપ ચિંગારીએ પણ દાવો કર્યો છે કે, દર કલાકે તેમના યુઝર્સમાં 1 લાખ લોકોનો વધારો થઇ રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.