વ્હોટ્સએપથી નવું જોખમ:તમારા ફોનમાં FMWhatsApp વર્ઝન તો નથી ને? નહીંતર ફોન કંટ્રોલ થશે અને બેંક અકાઉન્ટ સફાચટ થઈ જશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વધુ ફીચર્સના ચક્કરમાં યુઝર્સ ઘણી વાર ટ્રોજનવાળું વ્હોટ્સએપનું મોડિફાઇડ વર્ઝન ડાઉનલોડ કરી લે છે
  • આ વર્ઝન પ્લે સ્ટોર કે એપ સ્ટોરને બદલે અન્ય સ્રોત પરથી ડાઉનલોડ કરાતું હોય છે

વ્હોટ્સએપને ગૂગલ પ્લે સ્ટોર, એપલ સ્ટોર અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો કે, તે સિવાય પણ તેને ડાઉનલોડ કરવાના ઘણા સોર્સ છે. આ સોર્સમાંથી ઘણી વખત યુઝર ખોટું વ્હોટ્સએપ ડાઉનલોડ કરી લે છે. ત્યારબાદ તેને સમસ્યાનો સામનો કરવો પડે છે. વ્હોટ્સએપના એક એવા મોડિફાઈડ એન્ડ્રોઈડ વર્ઝન વિશે જાણવા મળ્યું છે, જે યુઝરના સ્માર્ટફોનને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી શકે છે.

સાયબર સિક્યોરિટી ફર્મ ‘કેસ્પરસ્કાય’ના લેટેસ્ટ રિપોર્ટના અનુસાર, વ્હોટ્સએપનું મોડિફાઈડ વર્ઝન ‘FMWhatsApp 16.80.0’ વેબ પર ફરી રહ્યું છે. આ એપથી યુઝર્સને એડિશનલ ફીચર આપવામાં આવે છે, જે ઓરિજિનલ એપમાં નથી હોતાં. તેના કારણે યુઝર્સ તેને ડાઉનલોડ કરી લે છે. બાદમાં તેમના સ્માર્ટફોનમાંથી એક્સેસ થતી બધી ડિટેઈલ એપથી કંટ્રોલ કરી શકાય છે.

કેસ્પરસ્કાઈએ જણાવ્યું કે, FMWhastAppના નવા વર્ઝનમાં ટ્રોજન Triada છે. તેની સાથે એડવર્ટાઈઝિંગ સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ (SDK) પણ છે. તેની મદદથી તે આ રીતે કામ કરે છે...

  • ટ્રોજનથી અફેક્ટેડ આ એપને લોન્ચ કરવા પર તે ડિવાઈસના યુનિક ડિવાઈસ આઈડેન્ટિફાયર્સ જેમ કે ડિવાઈસ ID, સબસ્ક્રાઈબર ID,MAC એડ્રેસને પ્રાપ્ત કરી લે છે.
  • ત્યારબાદ તે તેને રિમોટ સર્વર પર મોકલી દે છે. સર્વર પર જાણકારી પહોંચ્યા બાદ સર્વર નવા ડિવાઈસને રજિસ્ટર કરી લે છે.
  • પછી એપમાં રહેલા ટ્રોજન પેલોડને ઈન્ફેક્ટેડ ડિવાઈસ પર ડાઉનલોડ કરે છે. ત્યારબાદ તે કન્ટેન્ટને ડિક્રિપ્ટ કરીને તેને ઓપરેશન માટે લોન્ચ કરે છે.

ફોનમાં પેલોડ ડાઉનલોડ કરે છે
સંશોધકોએ FMWhatsAp દ્વારા આ પ્રકારની એક્ટિવિટી કરનારા ઘણા માલવેર વિશે જણાવ્યું છે. આ માલવેર ડિવાઈસમાં ડાઉનલોડ થઈ ગયા બાદ પેલોડ ડાઉનલોડ કરે છે અને તેનાથી હેકર્સ ડિવાઈસ પર મલ્ટિપલ ફંક્શન્સને પરફોર્મ કરી શકે છે. તેમાં ફૂલ સ્ક્રીન એડ ડિસ્પ્લે કરવી, બેકગ્રાઉન્ડમાં ઈનવિઝિબલ એડ ચલાવવી અને ડિવાઈસ વગર ઓનરની જાણકારીને પેડ સબસ્ક્રિપ્શનને એક્ટિવેટ કરવું વગેરે સામેલ છે.

બેંક અકાઉન્ટ ખાલી થવાનું જોખમ
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, FMWhatsApp ડિવાઈસના SMSને રીડ કરવાની પરમિશન લઈ લે છે. તેના કારણે તે સરળતાથી પેઇડ સબસ્ક્રિપ્શનને સબસ્ક્રાઈબ કરીને બેંક અકાઉન્ટ ખાલી કરવાનું શરૂ કરે છે.