તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપકમિંગ:ભારતમાં આગામી અઠવાડિયે સેમસંગના પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ થશે, કંપનીએ આ રીતે લોન્ચિંગ ડેટનો ખુલાસો કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે ટ્વિટર પર કન્વર્ઝેશનમાં કંપનીએ લોન્ચિંગ ડેટ કન્ફર્મ કરી
  • 'ગેલેક્સી Z ફોલ્ડ 3 5G'માં ટ્રિપલ અને 'ગેલેક્સી Z ફ્લિપ 3 5G'માં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળશે
  • 'ગેલેક્સી Z ફોલ્ડ 3 5G'માં અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા મળે છે

ગ્લોબલી સેમસંગ 'ગેલેક્સી ફોલ્ડ 3' અને 'ગેલેક્સી ફ્લિપ 3' લોન્ચ થયા બાદ આવતાં અઠવાડિયે કંપની ભારતમાં તેનાં લોન્ચિંગની તૈયારી કરી રહી છે. 11 ઓગસ્ટની અનપેક્ડ ઈવેન્ટમાં કંપનીએ ગ્લોબલી તેના ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યા છે. કંપનીએ તેનાં ભારત લોન્ચિંગ વિશે ટ્વીટર પર હિન્ટ આપી છે. બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથેની કન્વર્ઝેશનમાં કંપનીએ ભારતમાં 20 ઓગસ્ટે ફોલ્ડેબલ ફોન લોન્ચ થવાની વાત કહી છે.

કિંમત
હાલ બંને ફોલ્ડેબલ ફોન અમેરિકા, યુરોપ અને સાઉથ કોરિયામાં વેચવામાં આવશે. ગેલેક્સી Z ફોલ્ડ 3 5Gની પ્રારંભિક કિંમત 1799.99 ડોલર (આશરે 1,33,600 રૂપિયા) છે. જ્યારે ગેલેક્સી Z ફ્લિપ 3 5Gની પ્રારંભિક કિંમત 999.99 ડોલર (આશરે 74,200 રૂપિયા) છે. ભારતમાં ફોનને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે કંપનીએ હજુ તેના પર સસ્પેન્સ રાખ્યું છે. જોકે ફોનનાં સ્પેસિફિકેશન ગ્લોબલ વેરિઅન્ટ જેવાં જ હશે.

ગેલેક્સી Z ફોલ્ડ 3 5Gનાં સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • અપડેટેડ ગેલેક્સી Z ફોલ્ડ 3 5Gમાં બહારની બાજુ 6.2 ઈંચની HD+ AMOLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 832x2268 પિક્સલ છે. તો અંદરની તરફ 7.6 ઈંચની ફોલ્ડેબલ QXGA+ AMOLED ઈન્ફિનિટી ફ્લેક્સ સ્ક્રીન મળશે. તેનું રિઝોલ્યુશન 2208x1768 પિક્સલ છે. આ સ્ક્રીનમાં અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન મળે છે. આ 5G સ્માર્ટફોન સ્ટાલયસને પણ સપોર્ટ કરે છે. ફોલ્ડ થયા બાદ તેની થિકનેસ 158.2mm થાય છે. તેના ફેન્ટમ બ્લેક, ફેન્ટમ ગ્રીન અને ફેન્ટમ સિલ્વર કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાય છે. યુઝરના એક્સપિરિઅન્સને વધુ સારો બનાવવા માટે તેમાં ડોલ્બી અટેમ્સ અને સ્ટીરિયો સ્પીકર્સ મળશે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે.
  • ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ત્રણેય લેન્સ 12MPના છે. તેમાં ટેલિફોટો લેન્સ, વાઈડ એંગલ લેન્સ અને અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ સામેલ છે. સેલ્ફી માટે ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. 10MPનો કવર કેમેરા મળે છે. કેમેરાથી ફોટો ક્લિક કર્યા બાદ તમામ ફોટો એક સાથે પ્રિવ્યૂ કરી શકાશે. કેમેરા પોટ્રેટ, નાઈટ, નાઈટ હાઈપરલેપ્સ મોડ પણ સપોર્ટ કરે છે. તેમાં ડાયરેક્ટ વ્યૂનો ઓપ્શન પણ મળે છે. તેની મદદથી મલ્ટિપલ એંગલ અને તમામ લેન્સથી એકસાથે ફોટોગ્રાફી કરી શકાય છે.
  • ગેલેક્સી Z ફોલ્ડ 3માં એકસાથે મલ્ટિટાસ્કિંગ કરી શકાય છે. અર્થાત ફોનમાં અલગ અલગ સ્ક્રીન ઓપન કરી એક જ સમયે અલગ અલગ કામ કરી શકાશે. તેમાં S પેન સપોર્ટ પણ મળે છે. અપડેટેડ મોડેલમાં વધારે મોટી સ્ક્રીન મળે છે તેથી યુઝરને વધુ સારો ગેમિંગ એક્સપિરિઅન્સ મળે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120Hz છે. ફોનને IPX8 રેટિંગ મળ્યું છે. અર્થાત ફોન વૉટર રેઝિસ્ટન્સ છે. ફોનમાં 4400mAhની બેટરી છે, જે 25 વૉટ ફાસ્ટ ચાર્જર સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે.

ગેલેક્સી Z ફ્લિપ 3 5G

  • આ સ્માર્ટફોનમાં 6.7 ઈંચની પ્રાઈમરી ફુલ HD+ ડાયનેમિક AMOLED 2X ઈન્ફિનિટી પ્લેક્સ ડિસ્પે છે. તેનું રિઝોલ્યુશન 1080x2640 પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 120Hz છે. ફોનના કવર પર 1.9 ઈંચીની ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 260x512 પિક્સલ છે. તેમાં 5nm ઓક્ટાકોર પ્રોસેસર છે. તેની મેક્સિમમ સ્પીડ 2.84GHz છે.
  • ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. બંને લેન્સ 12MPના છે. તેમાંથી એક વાઈડ એંગલ અને બીજો અલ્ટ્રા વાઈડ એંગ્લ લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 10MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi 6, બ્લુટૂથ v5.2, GPS/ A-GPS, NFC અને USB Type-C સહિતના ઓપ્શન મળે છે.
  • તેમાં 3,300mAhની ડ્યુઅલ સેલ બેટરી છે, જે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોલ્ડ થવા પર ફોનનું ડાયમેન્શન 72.2x86.4x17.1mm અને અનફોલ્ડ થવા પર ડાયમેન્શન 72.2x166.0x6.9mm થાય છે. ફોલ્ડ થવા પર ફોનની થિકનેસ 17.3mm અને અનફોલ્ડ પર 7.2mm છે. ફોનનું વજન 183 ગ્રામ છે.